PSP ગેમ્સ હવે રમો iPhoneમાં, બસ આટલું જ કરવાનું છે

By Gizbot Bureau
|

iPhone યુઝર્સ PSP ગેમ્સને પોતાના આઈફોનમાં રમી શકે છે, આ માટે તેમણે PPSSPP ઈમ્યુલેટર યુઝ કરવાનું છે. જી હાં, તમે આ બિલકુલ બરાબર વાંચ્ય છે. PPSSPP ઈમ્યુલેટર હવે એપ સ્ટોર પર સત્તાવાર રીતે ઉપલબ્ધ છે, જે તમને આઈફોનમાં PSP ગેમ ઈન્સ્ટોલ કરવા દે છે અને રમવા દે છે. એપલે એપ સ્ટોરની ગાઈડલાઈન્સ અપડેટ કર્યા પછી આ ઘટના બની છે. આ આર્ટિકલમાં અમે તમને શીખવીશું કે તમે કેવી રીતે પ્લેસ્ટેશન પોર્ટેબલ ગેમ્સને તમારા iOS ડિવાઈસમાં રમી શકો છો.

સારી વાત એ છે કે PSP ગેમ્સ રમવા માટે કોઈ ખાસ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર નથી. તમારે માત્ર એપ સ્ટોર પરથી ઈમ્યુલેટર ડાઉનલોડ કરવાનું છે અને ગેમ ફાઈલ ઈન્સ્ટોલ કરીને રમવાની શરૂઆત કરવાની છે. ચાલો, જાણીએ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

PSP ગેમ્સ હવે રમો iPhoneમાં, બસ આટલું જ કરવાનું છે

PPSSPP ઈમ્યુલેટર ડાઉનલોડ કરો અને iPhoneમાં PSP ગેમ્સ રમો

સ્ટેપ 1: તમારા આઈફોનમાં એપ સ્ટોર ઓપન કરો.

સ્ટેપ 2: હવે તેમાં PPSSPP સર્ચ કરો.

સ્ટેપ 3: આગળ જણાવ્યા પ્રમાણે PPSSPP ઈમ્યુલેટર હવે એપ સ્ટોર પર આવી ગયું છે. તમારે તેને શોધીને ઈન્સ્ટોલ કરવાનું છે.

સ્ટેપ 4: એકવાર આ ઈમ્યુલેટર ઈન્સ્ટોલ થઈ જાય, પછી તમારે ઈમ્યુલેટરમાં રમવા માટે ગેમ્સ ડાઉનલોડ કરવાની છે. ગેમ્સ ડાઉનલોડ કરવા માટે તમારે સફારી અથવા તો અન્ય કોઈ બ્રાઉઝર ઓપન કરવું પડશે.

સ્ટેપ 5: હવે સર્ચબારમાં જાવ અને Romspedia સર્ચ કરો. બાદમાં જે પહેલી લિંક આવે તેના પર ક્લિક કરો. અથવા તો તમે સીધા જ https://www.romspedia.com ટાઈપ કરીને સર્ચ કરી શકો છો.

સ્ટેપ 6: હવે ઓલ કોન્સોલ સાઈડબારમાં PSP ROMs સિલેક્ટ કરો.

સ્ટેપ 7: હવે તમને બધી જ PSP ગેમ્સ જોવા મળશે. તમે ઈચ્છો તે પ્રકારની તમને ગમતી ગેમ સિલેક્ટ કરીને ડાઉનલોડ બટન દબાવી શકો છો.

સ્ટેપ 8: એકવાર ડાઉનલોડ થઈ જાય, પછી તમારા ફોનમાં આવેલી ડાઉનલોડ ફાઈલ પર જાવ. આના માટે તમારે ડાઉનલોડ સેક્શનમાં જવાનું છે.

સ્ટેપ 9: હવે ગેમ ફાઈલ અથવા તો ROM ફાઈલ પર ટેપ કરીને ફાઈલ એક્સટ્રેક્ટ કરો. એકવાર ફાઈલ એક્સટ્રેક્ટ થઈ જાય પછી તમને સ્ક્રીન પર ઓટોમેટિકલી PPSSPP આઈકન જોવા મળશે.

સ્ટેપ 10: હવે તમાતે તેને PPSSPPના ગેમ્સ ફોલ્ડરમાં મૂવ કરવાની છે. આના માટે ગેમની ફાઈલ પર ટેપ કરો, હોલ્ડ કરો અને ક્લિક ઓન મૂવ કરો.

સ્ટેપ 11: હવે PPSSPP ફોલ્ડર સિલેક્ટ કરો.

સ્ટેપ 12: હવે PSP ફોલ્ડર પર ટેપ કરો અને પછી ગેમ ફોલ્ડરમાં જાવ.

સ્ટેપ 13: છેલ્લે મૂવ પર ક્લિક કરો.

હવે તમારે PPSSPP ઈમ્યુલેટર એપ ઓપન કરવાની છે, અને અહીં તમને ગેમ્સ સેક્શનમાં PSPની અંદર ગેમ જોવા મળશે. આ ઉપરાંત તમે રિસન્ટ સેક્શનમાં જઈને ગેમ પર ટેપ કરીને પણ તેને ઓપન કરી શકો છો. આ રીતે ગેમ ઓપન થવામાં સામાન્ય કરતા થોડો વધારે સમય લઈ શકે છે.

Best Mobiles in India

English summary
Play PSP games in iOS device wit PPSSPP stimulator

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X