Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
PhonePeએ લોન્ચ કર્યું Income Tax Payment ફીચર, આ રીતે કરો યુઝ
PhoonePe એપ દ્વારા પોતાના યુઝર્સની સરળતા માટે ખાસ ઈન્કમ ટેક્સ પેમેન્ટ ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચરની મદદતી વ્યક્તિગત અને વેપારીઓ બંને પ્રકારના કરદાતાઓ ફોન પે એપમાંથી જ પોતાનો ઈન્કમ ટેક્સ ભરી શક્શે. આ નવા ફીચર માટે ડિજિટલ પેમેન્ટ સર્વિસ કંપની ફોન પેએ PayMate નામના B2B ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ અને સર્વિસ પ્રોવાઈડર સાથે પાર્ટનરશિપ કરી છે.

આ ફીચરનો ઉપયોગ કરવા દરમિયાન યુઝર્સને ઓપ્શન પણ મળશે. પોતાના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ઈન્કમટેક્સ ભરવો કે પછી UPI દ્વારા ઈન્કમ ટેક્સ ભરવો તેવા વિકલ્પ પણ ફોન પે પોતાના યુઝર્સને આપશે. ક્રેડિટ કાર્ડથી ઈન્કમ ટેક્સ ભરવા પર યુઝર્સને 45 દિવસનો ઈન્ટ્રેસ્ટ ફ્રી સમય મળશે, સાથે જ ટેક્સ પેમેન્ટ કરવા પર રિવોર્ડ્ઝ પણ મળશે. જો કે આ રિવોર્ડ્ઝ તેમનું ક્રેડિટ કાર્ડ કઈ બેન્કનું છે તેના પર આધાર રાખે છે. એકવાર પેમેન્ટ થઈ ગયા બાદ યુઝર્સને એક વર્કિંગ દિવસની અંદર અંદર એક યુનિટ ટ્રાન્ઝેક્શન રેફરન્સ નંબર UTR મળશે. જે તમારું ઈન્કમ ટેક્સ ભર્યાનું એક્નોલેજમેન્ટ છે. જ્યારે કે યુઝર્સને ચલણ બે વર્કિંગ દિવસની અંદર મળી જશે.
ફોન પે એપનો યુઝ કરીને તમે આ રીતે ઈન્કમ ટેક્સ ભરી શકો છો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા ફોનમાં Phone Pe એપ ઓપન કરો. હવે તેના હોમ પેજ પર તમને Income Tax નો આઈકન જોવા મળશે.
સ્ટેપ 2: હવે તમારે જે ટેક્સ ભરવાનો છે તેનો પ્રકાર પસંદ કરો.
સ્ટેપ 3: અહીં તમારું અસેસમેન્ટ યર ઈનપુટ કરો.
સ્ટેપ 4: બાદમાં તમારી PAN કાર્ડ ડિટેઈલ્સ ભરો.
સ્ટેપ 5: હવે તમારી ટેક્સ ચલણ અમાઉન્ટ ઈન્સર્ટ કરો.
સ્ટેપ 6: અહીં તમારે UPI થી પેમેન્ટ કરવું છે કે પછી ક્રેડિટ કાર્ડથી તે મોડ પસંદ કરવાનો છે.
સ્ટેપ 7: પેમેન્ટ કરી દીધા બાદ ઈન્કમ ટેક્સ પોર્ટલ પર ટેક્સની અમાઉન્ટ બે દિવસમાં જમા થઈ જશે.
ઈન્કમ ટેક્સ ભરવાનો છેલ્લો દિવસ
ઉલ્લેખનીય છે કે આવક વેરો ભરવાનો છેલ્લો દિવસ 31 જુલાઈ છે. એક વખત યુઝર ઈન્કમટેક્સ ચૂકવી દેશે ત્યાર બાદ યુઝર્સે જનરેલ કરેલા ચલણ આઈડેન્ટિફિકેશન નંબર CIN અને બીજી માહિતી ચલણ રિસીપ્ટ તરીકે રેકોર્ડ રૂપે રાખી શકાશે. સાથે સાથે જ ફોન પેમાં પેમેન્ટ હિસ્ટ્રી ટેબમાં CRN સ્ટેટસ પણ પેઈડ તરીકે દર્શાવMs. ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઈ-પે ટેક્સ સેવા દ્વારા ઓનલાઈન ચુકવણી 24/7 ઉપલબ્ધ છે.
ઉલ્લેખનીય છે કે આવક વેરો ભરવાની કે આવક વેરા રિટર્ન ફાઈલ કરવાની તારીખ લંબાવવાની કોઈ શક્યતા નથી. નાણા મંત્રાલય દ્વારા આ મામલે ઘણી વખત ચેતવણી પણ આપવામાં આવી છે. એટલે જો તમારે પણ હજી આવક વેરા રિટર્ન ફાઈલ કરવાનું બાકી હોય તો સત્વરે ભરી દેજો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications