Just In
- 631 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 632 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 633 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 634 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Phoneની કેમેરા ક્વોલિટી બગડી ગઈ છે, તો આ ટિપ્સ અપનાવો ફોટો પડશે ચકાચક
જ્યારે પણ આપણે નવો ફોન ખરીદવાનો હોય છે, ત્યારે આપણું ફોકસ હંમેશા કેમેરા પર જ હોય છે. ઘણા લોકો તો ફોન જ એટલા માટે બદલતા હોય છે કે કારણ કે તેમેના ફોનના કેમેરાની ક્વોલિટી બગડી જતી હોય છે. તેઓ પોતાના ફોનથી સારા ફોટોઝ લેવા ઈચ્છતા હોય છે, પરંતુ કેમેરા ક્વોલિટી સારી ન હોવાથી ફોન બદલી દેતા હોય છે. અને નવા ફોનની કેમેરા ક્વોલિટી પણ થોડા દિવસ બાદ ખરાબ થઈ જાય છે.
જો કે, કેમેરાની ક્વોલિટી બગડી જવા પાછળ આપણી જ નાની મોટી ભૂલો જવાબદાર હોય છે. જો તમારા ફોનના કેમેરાની ક્વોલિટી ખરાબ થઈ ગઈ છે, તો તમારે અહીં આપેલા કેટલાક સ્ટેપ્સ ફોલો કરવાના છે.

કેમ ફોનનો કેમેરા ખરાબ થઈ જાય છે?
જો તમારા કેમેરાના લેન્સ પર ધૂળ અને કચરો જામી જતો હોય, તો પણ તમારા કેમેરાની ક્વોલિટી ખરાબ થઈ જાય છે. ધૂળનું લેયર જામી જવાને કારણે મોબાઈલ કેમેરાથી પાડેલા ફોટોઝની ક્વોલિટી ખરાબ આવે છે.
જૂનું સોફ્ટવેર
કેમેરાની ક્વોલિટી કેટલી સારી હશે, તે એના પર પણ આધાર રાખે છે કે કેમેરામાં કયું સોફ્ટવેર વપરાઈ રહ્યું છે. જો તમે જૂનું સોફ્ટવેર વાપરી રહ્યા છો, તો તમારા કેમેરાની ક્વોલિટી સારી નહીં હોય. એટલે સોફ્ટવેર હંમેશા અપડેટેડ રાખો.
સ્ટોરેજ પ્રોબ્લેમ
સ્માર્ટફોનનું સ્ટોરેજ ફૂલ થઈ જવાને કારણે પણ કેમેરા ક્વોલિટીને અસર થાય છે. ઘણા લોકોને આ વાત થોડી વિચિત્ર લાગી શકે છે. પરંતુ જો તમારું સ્ટોરેજ ફૂલ થઈ જાય તો પિક્ચર ક્વોલિટી ઘટી જાય છે. એટલે સ્ટોરેજ હંમેશા ફ્રી રાખો.
હાર્ડવેર ઈસ્યુ
કેમેરામાં સૌથી જરૂરી વસ્તુ હાર્ડવેર હોય છે, અને તેમાં જો તકલીફ થાય તો કેમેરા બગડી શકે છે. કેમેરા મોડ્યુલમાં આવેલી ખરાબીને કારણએ ફોટોની શાર્પનેસ ઓછી થઈ જઈ શકે છે.
કેમેરા સેટિંગ
ફોટોગ્રાફી કરતા સમયે જો તમારું કેમેરા સેટિંગ પ્રોપર નથી, તો સારો ફોટો આવવાની શક્યતા ઘટી જાય છે. ફોટોગ્રાફી કરતા પહેલા કેમેરા સેટિંગ્સ જોઈ જેવું જરૂરી છે.
કેમેરા ક્વોલિટી સુધારવા આટલું કરો.
કેમેરા લેન્સ સાફ કરો
કેમેરા ક્વોલિટી સુધારવા માટે લેન્સને સમયાંતરે માઈક્રોફાઈબરથી સાફ કરતા રહો. તેનાથી કચરો અને ધૂળ બંને નીકળી જશે.
સોફ્ટવેર અપડેટ કરો
જો તમે ફોનને નિયમિત રીતે અપટેટ કરશો, તો પણ કેમેરા ક્વોલિટી સુધરશે. કેમેરાને અપડેટ કરવા માટે કંપનીઝ સમયાંતરે ખાસ ફીચર્સ રોલઆઉટ કરતી રહે છે. જેને કારણે કેમેરા પર્ફોમન્સ સુધરે છે.
સ્ટોરેજ ખાલી રાખો
જો તમે ઈચ્છો છો કે કેમેરા બરાબર રીતે કામ કરે તો તમારું સ્ટોરેજ ખાલી રાખો. ફોનમાં રહેલા ફાલતુ ફોટોઝ, વીડિયોઝ ડિલીટ કરી દો.
રિસ્ટાર્ટ કરો.
જો કેમેરા કોઈ ગ્લીચ હોય તો પહેલો વિકલ્પ ફોનને રિસ્ટાર્ટ કરવાનો છએ. જેને કારણે ફોનનું ઓવરઓલ પર્ફોમન્સ પણ સુધરી જાય છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications