લોકો આ ખતરનાક ઓનલાઇન બેન્કિંગ સ્કેમ ના કારણે લખો રૂ. ગુમાવી રહ્યા છે

|

જો તમે એવું વિચારી રહ્યા હોવ કે OTP અથવા વન ટાઈમ પાસવર્ડ એસએમએસ બેઝડ ટુ ટાઈમ વેરિફિકેશન તમને બધા જ ઓનલાઇન ફ્રોડ થી બચાવી શકે છે તો તમે ભૂલ કરી રહ્યા છો. હા એ વાત સૌ સાચી છે કે સામાન્ય પાસવર્ડ કરતા વનટાઇમ પાસવર્ડ અને કોઈ પણ ટુ ફેક્ટર વેરિફિકેશન ને ક્રેક કરવું ખુબ જ અઘરું કામ છે.

લોકો આ ખતરનાક ઓનલાઇન બેન્કિંગ સ્કેમ ના કારણે લખો રૂ. ગુમાવી રહ્યા છે

જોકે એક નવા પ્રકાર નો OTP સ્કેમ બેંગ્લોર ની અંદર લોકો ને ચિંતા માં મૂકી રહ્યો છે. અને આ સ્કેમ ની સૌથી ખરાબ વાત એ છે કે જે લોકો સ્કેમ કરી રહ્યા છે તે તેમની પાછળ કોઈ પણ કલુ છોડ્યા વિના ભાગી રહ્યા છે. લોકો એ સ્કેમ ની અંદર લખો રૂ. ગુમાવી દીધા છે અને બેંગલુરુ સાયબર ક્રાઇમ પોલિસે મોડસ ઓપરેન્ડીની કલ્પના કરી છે. તો આ ખતરનાક OTP સ્કેમ વિષે તમારે જાણવા લાયક બધી જ વિગત અહીં જણાવવા માં આવેલ છે.

OTP ની જરૂર ઓનલાઇન બેંક ટ્રાન્સફર અથવા બીજા ટ્રાન્ઝેક્શન માટે થતી હોઈ છે, અને આ નવા સ્કેમ ની અંદર તેઓ સરળતા થી ખોટા ટ્રાન્ઝેક્શન માટે તમારા OTP ને ચોરી લે છે.

આ OTP કા તો યુઝર્સ ના ફોન ની અંદર માલવેર નાખી અને મેળવવા માં આવે છે અથવા બેંક ના ખોટા કોલ સેન્ટર ના નામે જાણવા માં આવે છે.

આ બધા ની શરૂઆત એક એવા ફોન થી થાય છે કે જે જણાવે છે કે તે એક બેંક માં કામ કરે છે.

જે વ્યક્તિ બેંક ના કર્મચારી તરીકે વાત કરતો હોઈ છે તે યુઝર્સ ને તેમનું ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ ને રિન્યુ કરવા માટે કહે છે.

અને જે સ્કેમ કરનાર લોકો છે તે તમારા કાર્ડ ને રીન્યુ કરવા માટે તમારા કાર્ડ ના નંબર CVV એક્સપરી ડેટ બધી જ વિફતો માંગી લે છે.

તેના કારણે યુઝર્સ એવું માને છે કે તે બેંક નો કર્મચારી તેમને નવા કાર્ડ આપવા માટે આ વિગતો માંગી રહ્યો છે.

ત્યાર બાદ તેઓ યુઝર્સ ને કહે છે કે તેમને કાર્ડ ના અપડેટ માટે એક એસએમએસ આપવા માં આવશે.

આ એસએમએસ એક લિંક સાથે આવે છે જે યુઝર્સ અજંતા તેને કાર્ડ ના અપગ્રેડ ની લિંક સમજી ને ઓપન કરે છે.

અને આ લિંક ને ઓપન કરતા ની સાથે જ તે ફોન ની અંદર એક માલવેર ને ઇન્સ્ટોલ કરે છે જે ત્યાર બાદ તે ફોન ના બધા જ OTP ને સ્કેમ કરનારા ના ફોન પર મોકલે છે.

કોઈક વાર તેઓ યુઝર્સ ને તે જ એસએમએસ ફિર થી રીસેન્ડ કરવા નું કહે છે કાર્ડ ના અપગ્રેડેશન ને કન્ફ્રર્મ કરવા માટે.

જેમ જેમ છેતરપિંડી કરનાર વ્યક્તિના કાર્ડની વિગતો (સીવીવી, સમાપ્તિ તારીખ અને કાર્ડ નંબર) પહેલાથી જ જાણે છે, તે અનધિકૃત વ્યવહારોની શરૂઆત કરે છે

ટ્રાન્ઝેક્શનને સત્તાધિકારીત કરવા માટે, OTP પીડિતના ફોન સુધી પહોંચે તે ક્ષણ તે માલવેર દ્વારા કપટના ફોન પર રીડાયરેક્ટ થાય છે.

એક વખત જયારે સ્કેમ કરનાર ના હાથ માં OTP આવી જાય છે ત્યાર બાદ તે સરળતા થી વેરિફાઇડ થઇ શકે છે.

અને આ સ્કેમ ની અંદર તેલોકો એ દેશ ના ઘન બધા લોકો ના એકાઉન્ટ ને ખાલી કરી નાખ્યા છે.

Best Mobiles in India

Read more about:
English summary
People are losing lakhs to this dangerous OTP online banking scam

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X