Just In
- 539 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 540 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 541 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 542 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
PDF ફાઈલ્સથી ફેલાય છે માલવેર, આ રીતે રહો સેફ
ઘણીવાર આપણે કેટલાક અજાણ્યા મેઈલ જોયા વિના જ ઓપન કરી લઈએ છીએ, અને તેમાં રહેલી PDF ફાઈલ્સને પણ ડાઉનલોડ કરી લઈએ છીએ. પરંતુ તાજેતરમાં સામે આવેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આવા ઈમેઈલમાં શૅર કરવામાં આવેલી 10માંથી 6 PDF ફાઈલમાં માલવેર હોય છે.

PDF ફાઈલ સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી પોપ્યુલર ફાઈલ ટાઈપ છે, જેને આપણે ઈમેઈલ અથવા અન્ય ઈલેકટ્રોનિક પ્લેટફોર્મ પર ડોક્યુમેન્ટ શૅર કરવા માટે ઉપયોગમાં લઈએ છે. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ આપણને PDF ફાઈલ મોકલે છે, ત્યારે આપણે તેને ચેક કર્યા વગર સીધા જ ફોન કે પોતાની સિસ્ટમમાં ડાઉનલોડ કરી લઈએ છીએ.
પરંતુ ઘણા કિસ્સામાં આવી PDF ફાઈલ માલવેરથી ઈન્ફેક્ટેડ હોય છે. શું તમને ખ્યાલ છે કે માલવેર ફેલાવવામાં સૌથી વધુ ઈમેઈલ અટેચમેન્ટ તરીકે PDF ફાઈલનો ઉપયોગ થાય છે. એક લેટેસ્ટ રિસર્ચ રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. જે મુજબ શેર થતી દર 10માંથી 6 PDF ફાઈલ કોઈને કોઈ પ્રકારના માલવેરથી સંક્રમિત હોય છે. જો તમારે પણ કોઈ કારણસર રોજ PDF ફાઈલની આપ લે થતી હોય તો બચવાના ઉપાય જાણી લેવા જોઈએ. નહીં તો તમે સાઈબર ક્રાઈમના શિકાર થઈ શકો છો.
ગલોબલ સાઈબર સિક્યોરિટી ફર્મ પાલો અલ્ટો નેટવર્ક્સના એક રિપોર્ટ મુજબ,”ઈમેઈલ અટેચમેન્ટ તરીકે માલવેર ફેલાવવામાં PDF સૌથી લોકપ્રિય ફાઈલ ટાઈપ છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે PDF ઈન્ફેક્ટેડ ફાઈલ્સનું પ્રમાણ 100માંથી 66.6 ટકા કરતા વધારે છે.”
જેનો અર્થ થાય છે કે ઈમેઈલના માધ્યમથી શૅર કરવામાં આવતી પ્રત્યેગ 10 PDF ફાઈલમાંથી 6 ફાઈલ્સમાં કોઈને કોઈ પ્રકારનો માલવેર હોય છે. જે તમારા લેપટોપ, મોબાઈલ કે પીસીમાં ઘૂસીને તેને હૅક કરી શકે છે. એટલે આવી ફાઈલ ડાઉનલોડ કરતા સમયે વધારે સાવધ રહેવાની જરૂર છે. તમે કેટલાક મુદ્દાને ધ્યાનમાં રાકીને આ પ્રકારના હેકિંગથી બચી શકો છો. PDF ફાઈલથી થતા હેકિંગ અને ફેલાતા માલવેરથી બચવા માટે નીચે આપેલી ટિપ્સનું પાલન કરો.
આ રહી રહો સુરક્ષિત
- અનનોન સેન્ડર્સે મોકલેલા મેઈલમાં રહેલા અટેચમેન્ટ ડાઉનલોડ કરવાથી બચો.
- મોટા ભાગના વેબ બ્રાઉઝર ઈન્ટરનલ સિક્યોરિટી ફીચર્સ ધરાવે છે, તમે આ ફીચર્સને એક્ટિવ કરીને તમારી સિસ્ટમને સેફ કરી શકો છો.
- પોતાના કમ્પ્યુટર પર ટ્રસ્ટેડ એન્ટીવાઈરસ સોફટ્વેર ઈન્સ્ટોલ રાખો. જે તમને વાઈરસના એટેકથી બચાવશે.
- તમારા કમ્પ્યુટરની ઓપટિંગ સિસ્ટમને હંમેશા અપડેટેડ રાખો. કારણ કે નવા વર્ઝનમાં જૂના વર્ઝનમાં રહેલા બગ દૂર કરવામાં આવે છે, જેનાથી સિક્યોરિટી લેયર વધી જાય છે.
- કોઈ પણ PDF ફાઈલ ડાઉનલોડ કરવ જરૂરી હોય, તો તેને કોઈ થર્ડ પાર્ટી ડિવાઈસથી ડાઉનલોડ કરો.
- ઈ મેઈલમાં આવેલા અટેચમેન્ટને ડાઉનલોડ કરતા પહેલા તેના સોર્સને જરૂરથી ચેક કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications