પેટીએમ મની ની અંદર નવું વોઇસ આધારિત ફીચર આપવા માં આવ્યું

By Gizbot Bureau
|

પેટીએમ મની એ ઓનલાઇન પેમેન્ટ સોલ્યુશન પ્રોવાઇડર ની સબ્સિડરી છે અને હવે તેમના દ્વારા તેમના પ્લાટફોર્મ પર વોઇસ આધારિત નવી ટ્રેડિંગ ફન્ક્શનાલીટી ને લોન્ચ કરવા માં આવેલ છે. આ નવા ફીચર ની મદદ થી યુઝર્સ હવે માત્ર એક જ વોઇસ કમાન્ડ ની સાથે ટ્રેડ ને પ્લેસ કરી શકશે અથવા કોઈ પણ સ્ટોક્સ વિષે ની માહિતી પણ મેળવી શકશે.

પેટીએમ મની ની અંદર નવું વોઇસ આધારિત ફીચર આપવા માં આવ્યું

વોઇસ ટ્રેડિંગ ફીચર ની અંદર સિંગલ વોઇસ કમાન્ડ આપવા માં આવે છે. અને તુરંત પ્રોસેસિંગ માટે આ ફીચર ની અંદર નેચરલ નેટવર્ક્સ અને નેચરલ લેન્ગવેજ પ્રોસેસિંગ નો ઉપીયોગ કરવા માં આવે છે.

કંપની દ્વારા પોતાના સ્ટેટમેન્ટ ની અંદર જણાવવા માં આવ્યું હતું કે, વૉઇસ ટ્રેડિંગ સુવિધા વપરાશકર્તાઓને સરળ વૉઇસ આદેશો સાથે ગતિશીલ વાતાવરણમાં ટ્રેડિંગની સામાન્ય 5 થી 6 પગલાંની પ્રક્રિયાને છોડવા માટે સક્ષમ બનાવે છે. અમારું માનવું છે કે આ સમય જતાં વપરાશકર્તાના અનુભવમાં સુધારો કરશે અને ટેક-સેવી રોકાણકારો માટે વધુ સુવિધા લાવશે.

આ નવા વોઇસ ટ્રેડિંગ ના ફીચર ને અત્યારે અમુક બીટા યુઝર્સ માટે લોન્ચ કરવા માં આવી રહ્યું છે અને આવનારા અમુક અઠવાડિયાઓ ની અંદર આ ફીચર બધા જ યુઝર્સ માટે લોન્ચ કરી દેવા માં આવશે.

રિટેલ ઇન્વેસ્ટર્સ માટે ક્યુરેટેડ એડવાઇઝરી સેવાઓ અને ઉત્પાદનો પ્રદાન કરવા માટે તાજેતરમાં પેટીએમ મનીએ તેના પ્લેટફોર્મ પર એસેટ અને ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી માર્કેટ શરૂ કર્યું છે.

પેટીએમ મની દ્વારા વેલ્થ ડેસ્ક નામ ના સ્ટાર્ટ અપ ની સાથે ભાગીદારી પણ કરવા માં આવેલ છે અને તેની સાથે કંપની દ્વારા ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલીઓસ વેલ્થ બાસ્કેટ ના નામ થી ઓફર કરવા માં આવશે, જેથી તેઓ એડવાઈઝરી ઈકોસીસ્ટમ ના પ્રથમ પગથિયાં ને પાર કરી શકે.

વેલ્થ બાસ્કેટ એ એક કસ્ટમ પોર્ટફોલિયો છે જેની નાદર સ્ટોક્સ અને એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ્સ નો સમાવેશ કરવા માં આવે છે, અને જેને સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબી ની સાથે રજીસ્ટર્ડ હોઈ તેવા ઇન્વેસ્ટમેન્ટ પ્રોફેશનલ્સ દ્વારા બનવવા માં આવેલ છે. અને યુઝર્સ અલગ અલગ વેલ્થ બાસ્કેટ ની અંદર ફ્રી સ્ટાર્ટર પેક ની સાથે રોકી શકશે અને તેઓ તેમના પ્રીમિયમ મન્થલી પેક્સ નું સબ્સ્ક્રિપશન પણ મેળવી શકે છે, તેવું કંપની દ્વારા તેમના સ્ટેટમેન્ટ ની અંદર જણાવવા માં આવું હતું.

Best Mobiles in India

Read more about:
English summary
Paytm Money Gets Voice Trading Functionality: How To Use?

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X