Paytmમાં હવે પાસવર્ડ વગર પણ થઈ શક્શે પેમેન્ટ, આવ્યું નવું ફીચર

By Gizbot Bureau
|

Paytm પેમેન્ટ બેન્ક દ્વારા પોતાની એપ ઉપર એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે, જેના કારણે યુઝર્સ હવે નાના નાણાકીય ટ્રાન્ઝેક્શન સરળતાથી અને ઝડપથી કરી શક્શે. કંપનીએ તાજેતરમાં જ પોતાના પ્લેટફોર્મ પર NPCI એટલે કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના UPI Lite ફંક્શનને શરૂ કરવાની જાહેરાત કરી છે.

Paytmમાં હવે પાસવર્ડ વગર પણ થઈ શક્શે પેમેન્ટ, આવ્યું નવું ફીચર

Paytm પર UPI Lite ફંક્શનાલિટી અવેલેબલ થવાને કારણે પેટીએમ યુઝર્સ હવે 200 રૂપિયા સુધીના નાણકીય ટ્રાન્ઝેક્શન સરળતાથી કરી શક્શે. આ માટે યુઝર્સે PIN એન્ટર કરવાની અને પરમિશન આપવાની જરૂર રહેશે નહીં. UPI Lite દ્વારા પેટીએમ યુઝર્સ દિવસમાં બે વાર પોતના UPI Lite વોલેટમાં 2000 રૂપિયા એડ કરી શક્શે. એટલે કે એક જ દિવસમાં 4000 રૂપિયા પેટીએમના યુપીઆઈ લાઈટ વોલેટમાં એડ કરીને યુઝ કરી શકાશે.

આ મામલે NPCIના COO પ્રવીણા રાયનું કહેવું છે કે,’ Paytm પેમેન્ટ્સ બેંક પર UPI Lite લોન્ચ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. UPI Liteને કારણે યુઝર્સ ઝડપી, સુરક્ષિત અને અમર્યાદિત નાના નાણાકીય ટ્રાન્ઝેક્શનકરી શક્શે. UPI દ્વારા થતા નાણાકીય વ્યવહારોમાં 50 ટકા જેટલા વ્યવહારો રૂપિયા 200થી ઓછી રકમના હોય છે, એવામાં UPI Lite આવી નાની રકમના ટ્રાન્ઝેક્શનને વધું સરળ બનાવી રહ્યું છે, જેથી પેટીએમ યુઝર્સને કોર બેન્કિંગ અનુભવનો સામનો નહીં કરવો પડે, અને તેમનું કામ સરળ બનશે.’

હાલ પુરતુ UPI Lite પેટીએમ એપના એન્ડ્રોઈડ યુઝર્સના બીટા વર્ઝન માટે ઉપલબ્ધ થશે. ત્યાર બાદ પેટીએમની આઈઓએસ એપ પર પણ આ ફીચર ઉપલબ્ધ કરવામાં આવશે. પેટીએમનો લાંબા ગાળાનો પ્લાન યુપીઆઈ લાઈટ ફીચર પોતાના બધા જ યુઝર્સ માટે રોલ આઉટ કરવાનો છે.

શું છે UPI lite?

નાના નાણાંકીય વ્યવહારોને સરળ અને ઝડપી બનાવવા માટે NPCIએ ગયા વર્ષે UPI લાઇટ રોલઆઉટ કર્યું હતું. તે યુઝર્સને PIN નો ઉપયોગ કર્યા વિના ઑન-ડિવાઈસ વૉલેટ વડે 200 રૂપિયા સુધીના નાના નાણાકીય વ્યવહારો કરવા સક્ષમ બનાવે છે. UPI Liteને કારણે યુઝર્સ એક-ક્લિક સિંગલ ફેક્ટર પોતાના નાણાકીય વ્યવહાર કરી શકે છે, સાથે જ બેંકનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઓછું વપરાય છે, અ UPI વ્યવહારોનો વધુ સફળતાપૂર્વક વધુ પ્રમાણમાં કરી શકાય છે. સાથે જ આવા નાણાકીય વ્યવહારની પાસબુકમાં નોંધ પણ રાખવામાં આવે છે.

જ્યારે NPCIએ આ ફીચ લોન્ચ કર્યું ત્યારે, UPI Lite માત્ર NPCIની BHIM એપમાં જ ઉપલબ્ધ હતું. ધીર ધીરે કેનેરા બેંક, એચડીએફસી બેંક, ઇન્ડિયન બેંક, કોટક મહિન્દ્રા બેંક, પંજાબ નેશનલ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અને ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક સહિત અન્ય બેંકોએ પોતાના ગ્રાહકો માટે આ સુવિધા અપનાવી છે. હવે, Paytm પેમેન્ટ્સ બેંક તેના વપરાશકર્તાઓ માટે કાર્યક્ષમતા રજૂ કરવા માટે નવીનતમ બેંક છે. જેને કારણે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે પેટીએમનો ઉપયોગ કરતા યુઝર્સ વધુ સરળતાથી અને ઝડપી પેમેન્ટ કરી શક્શે.

Best Mobiles in India

English summary
Paytm Launched UPI Lite With NPCI Will Allow Payment Without PIN

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X