મોબાઈલ વોલેટ એપ પેટીએમ ઘ્વારા હાલમાં જાહેરાત કરવામાં આવી છે કે તેમને 200 મિલિયન વોલેટ યુઝરનો આંકડો પાર કરી નાખ્યો છે. તેમને આ આંકડો એપ લોન્ચ કર્યા ને ત્રણ વર્ષમાં જ પાર કર્યો છે. ભારતમાં નોટબંધી થયા પછી પેટીએમ વોલેટ યુઝર અને તેમના ટ્રાન્જેક્શનમાં ખુબ જ મોટો વધારો આવ્યો છે.

વર્ષ 2020 સુધી તેમનો 500 મિલિયન યુઝરનો આંકડો રાખવામાં આવ્યો છે. વિજય શેખર શર્મા ઘ્વારા ટવિટ કરવામાં આવી છે કે એપ સાથે દિવસમાં 7 લાખ નવા યુઝર જોડાય છે તેમને માહિતી આપી છે કે પેટીએમ વોલેટમાં હાલમાં કુલ બેલેન્સ લગભગ 899 કરોડ રૂપિયા છે.
કંપની ઘ્વારા તેમની રિલીઝમાં માહિતી આપવામાં આવી છે કે પેટીએમ પેમેન્ટ કરવા માટે બેસ્ટ ઓપશન સાથે બહાર આવી રહ્યું છે. પેટીએમ તમને રિચાર્જ, બિલ પેમેન્ટ અને બીજા ઘણા ઓનલાઇન પેમેન્ટ કરવાની સુવિધા આપે છે. કંપની ઘ્વારા તેમનું મજબૂત ઇન્ટરફેસ બનાવવામાં આવ્યું છે જે યુઝર અને મર્ચન્ટ બંનેને ઉપયોગ કરવામાં ખુબ જ સરળ રહે છે.
તમારું પીસી ધીમું થવાનું કારણ અને તેનો ઉકેલ જાણો અહીં
દીપક અબોટ જેઓ પેટીએમ કંપનીમાં સિનિયર વાઇસ પ્રેસિડન્ટ છે તેમને જણાવ્યું કે પેટીએમ ઘ્વારા તેમનો ઉદેશ યુઝર અને મર્ચન્ટ વચ્ચે કોઈ પણ પ્રકારનો વધારાનો ખર્ચો કર્યા વિના ટ્રાન્જેક્શન થઇ શકે તેવો છે. તેમને આગળ જણાવ્યું કે 200 મિલિયન યુઝર જણાવે છે કે દેશ આજે ડિજિટલ પેમેન્ટ માટે પેટીએમ પર ભરોષો રાખી રહ્યું છે. કેશલેસ ઈકોનોમી તરફ આગળ વધવામાં તેઓ લોકોને ખુબ જ સારી રીતે મદદ કરી શકે છે.
પેટીએમ ઘ્વારા હાલમાં જ જાહેરાત કરવામાં આવી છે કે તેઓ ક્યુઆર કોડ બેઝ પેમેન્ટ સોલ્યૂશન ધરાવતી ડિજિટલ પેમેન્ટ માટે લગભગ 600 કરોડ વધારે રોકાણ કરશે.
પેટીએમ ની ક્યુઆર કોડ બેઝ પેમેન્ટ સિસ્ટમ લગભગ 5 મિલિયન કરતા પણ વધારે મર્ચન્ટ ઉપયોગ કરી રહ્યા છે. જેનો લાભ યુઝર કિરાના, જમવાનું બિલ, હોસ્પિટલ અને રિટેલ સ્ટોર પર પેમેન્ટ કરવા માટે ઉપયોગ કરે છે.
નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો
Gizbot - Get breaking news alerts. Subscribe to Gujarati Gizbot.