હવે તમે ગૂગલ ઘ્વારા ઝડપી પેમેન્ટ કરી શકશો

Posted By: anuj prajapati

ગૂગલ ઘ્વારા 'પે વિથ ગૂગલ' ફીચર શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સુવિધા ઇ-વોલેટ જેવી જ કામ કરે છે અને ઝડપી ચેકઆઉટની સુવિધા આપે છે. આ સુવિધા તમને ખરીદી અને સેવાઓ માટે ચૂકવણી કરવા માટે તમારું પ્રી-સેટ ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ પસંદ કરવા દે છે.

હવે તમે ગૂગલ ઘ્વારા ઝડપી પેમેન્ટ કરી શકશો

જયારે તમને ફૂડ, કપડાં, મૂવી ટિકિટ અથવા ઇલેક્ટ્રોનિક રૂપે મની ટ્રાન્સફર માટે ચૂકવણી કરવાની જરૂર હોય ત્યારે, તમારે તમારા કાર્ડની વિગતોને દાખલ કરીને ફોર્મ ભરવાનું રહેશે. આ તે છે જ્યાં 'પે વિથ ગૂગલ' સુવિધા મદદરૂપ થશે. તે તમારી ખરીદી માટે દર વખતે તમને ચૂકવણી કરવાની જરૂર પડે ત્યારે કાર્ડ વિગતો ભરવા માટેની આવશ્યકતાને દૂર કરશે.

સત્તાવાર બ્લોગમાં, પાલી ભટ, પ્રોડક્ટ મેનેજમેન્ટના વીપી, જણાવે છે કે આ સુવિધા લોકોને એપમાં અથવા ઓનલાઇન ચકાસણી કરતું ડેબિટ કે ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવવા દેશે જે તેમણે ગૂગલ પ્લે, યુટ્યુબ, અને ક્રોમમાં તેમનું એકાઉન્ટ સેવ કરવા દેશે.

હવે તમે ગૂગલ ઘ્વારા ઝડપી પેમેન્ટ કરી શકશો

'પે વિથ ગૂગલ' મારફતે ચૂકવણી કરવા માટે, તમારે કાર્ડ્સની પહેલાથી જ સાચવેલ સૂચિમાંથી પ્રિફર્ડ કાર્ડ પસંદ કરવું પડશે અને ચુકવણીને પ્રમાણિત કરવા માટે સીવીવી અથવા સુરક્ષા કોડ દાખલ કરવો પડશે.

મે મહિનામાં ગૂગલ I / O 2017 ઇવેન્ટ દરમિયાન ગૂગલ ચુકવણી API શરૂઆતમાં ડેવલપર્સને શરૂ કરવામાં આવી હતી. ગૂગલ ઘ્વારા એવી જાહેરાત કરી હતી કે આ સુવિધાના ઉપયોગ કરતા વપરાશકર્તાઓ માટે કોઈ ટ્રાન્ઝેક્શન ફી ચાર્જ કરતી નથી.

એરટેલ લાવા સાથે જોડાઈને 1699 રૂપિયામાં 4જી સ્માર્ટફોન લોન્ચ કરશે

'પે વિથ ગૂગલ' સુવિધા ગૂગલ સહાયક સાથે કામ કરી શકે છે જેથી વપરાશકર્તાઓ તેમના અવાજનો ઉપયોગ કરીને આદેશો સુચના આપી શકે. આ રીતે તે તમને પ્રમાણીકરણ માટે પણ પૂછશે. ચુકવણી પ્રમાણિત થાય તેટલી જલદી, ચોક્કસ રકમ તરત જ ટ્રાન્સફર કરવામાં આવશે.

જો આ સુવિધા ભારતમાં ક્યારે શરૂ થશે તેના વિશે કોઈ પણ માહિતી મળી નથી. તાજેતરમાં, કંપનીએ દેશના ડિજિટલ ચૂકવણીને વેગ આપવા માટે ગૂગલ એપ દ્વારા ટીઝ લોન્ચ કર્યો હતો. એપ્લિકેશન UPI ચૂકવણી પર આધારિત છે અને તે કેશ મોડ સુવિધા સાથે આવે છે જે ચુકવણીના કિસ્સામાં નજીકના મોડ જેવા કાર્ય કરે છે.

Read more about:
English summary
Google has announced the launch of the Pay with Google feature that will let users enable faster checkouts.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot