Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Passport માટે આ રીતે કરો ઓનલાઈન અપોઈન્ટમેન્ટ બૂક, જાણો સ્ટેપ્સ
પાસપોર્ટની જરૂરત દેશમાં રહેવા માટે અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે નથી પડતી. પાસપોર્ટ ભારતની બહાર બીજા દેશોની મુલાકાત લેવા માટે ફરજિયાત છે. જે ભારતીય નાગરિકો વિદેશ જવા ઈચ્છે છે, તેમની પાસે પાસપોર્ટ હોવો અનિવાર્ય છે. આ પાસપોર્ટ ભારત સરકાર દ્વારા આપવામાં આવી છે. પાસપોર્ટ અધિનિયમ 1967 મુજબ ભારત સરકાર જુદી જુદી પ્રકારના પાસપોર્ટ આપે છે.

પાસપોર્ટ મેળવવા માટે જરૂરી છે અપોઈન્ટમેન્ટ
ડિજિટલ યુગમાં દરેક કામ ઈન્ટરનેટ દ્વારા ફોન અથવા તો લેપટોપમાં થઈ જાય છે. એટલે જો તમે પાસપોર્ટ મેળવવા ઈચ્છો છો, તો તેનું કામ પણ ઘરે બેઠા થઈ શકે છે. સૌથી પહેલા પાસપોર્ટ મેળવવા માટે તમારે અરજી કરવી પડે છે, જેના માટે પાસપોર્ટ કેન્દ્રની અપોઈન્ટમેન્ટ લેવી જરૂરી છે. આ અપોઈન્ટમેન્ટ લેવા માટે તમે ઓનલાઈન ફોર્મ સબમિટ કરી શકો છો. આ ફોર્મ કેવી રીતે અને ક્યાં સબમિટ કરશો, તે અમે તમને આ આર્ટિકલમાં જણાવી રહ્યા છીએ.
પાસપોર્ટ માટે ઓનલાઈન ફોર્મ સબમિશન દ્વારા કરો અપ્લાય
સ્ટેપ 1: સૌથી પહેલા તમારે પાસપોર્ટ સેવા પોર્ટલ પર જવાનું છે.
સ્ટેપ 2: અહીં તમારે પાસપોર્ટ અપ્લાય કરવા માટે પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવાનું છે.
સ્ટેપ 3: રજિસ્ટ્રેશન બાદ પોર્ટલ પર લોગ ઈન કરવાનું ચે.
સ્ટેપ 4: હવે Apply for Fresh Passport અથવા Reissue of Passport લિંક પર ક્લિક કરવાનું છે.
સ્ટેપ 5: આ ફોર્મમાં માગવામાં આવેલી બધી જ માહિતી ભરીને ફોર્મ સબમિટ કરી દો.
સ્ટેપ 6: હવે Pay and Schedule Appointment પર ક્લિક કરો.
સ્ટેપ 7: હવે તમારા નજીકના પાસપોર્ટ સેવા કેન્દ્રને સિલેક્ટ કરો.
સ્ટેપ 8: એકવાર તમારી અપોઈન્ટમેન્ટ બુક થઈ જાય એટલે જરૂરી ફી આપવાની છે.
સ્ટેપ 9: હવે તમે આ એપ્લીકેશનને પ્રિન્ટ કરી શકો છો. આ એપ્લિકેશનમાં તમારો એપ્લીકેશન રેફરન્સ નંબર અથવા તો અપોઈન્ટમેન્ટ નંબર હશે.
અપોઈન્ટમેન્ટ બૂક કર્યા બાદ આગળ શું કરવાનું છે?
સ્ટેપ 1: પાસપોર્ટ માટે તમારે હવે નક્કી કરેલી અપોઈન્ટમેન્ટ મુજબ પાસપોર્ટ સેવા કેન્દ્રની મુલાકાત લેવાની છે.
સ્ટેપ 2: અપોઈન્ટમેન્ટની ડેટના દિવસે જ તમારે પાસપોર્ટ કેન્દ્રમાં જવાનું છે.
સ્ટેપ 3: આ મુલાકાત દરમિયાન તમારે બર્થ સર્ટિફિકેટ, આઈડી પ્રૂફ, ફોટોગ્રાફ, એડ્રેસ પ્રૂફ, આધાર કાર્ડ જેવા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ પણ જોડે રાખવાના છે.
સ્ટેપ 4: પાસપોર્ટ કેન્દ્રમાં તમારા પાસપોર્ટ અંગેની બધી જ માહિતી ચેક કરવામાં આવશે. વેરિફિકેશન થયા બાદ તમારી પ્રોસેસ પૂરી થઈ જશે, અને પોસ્ટ દ્વારા પાસપોર્ટ ઘરે આવી જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications