Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Parental Control apps, તમારા બાળકોને સુરક્ષિત રાખવામાં કરશે મદદ
ટેક્નોલોજીનો પ્રભાવ વધવાની સાથે સાથે ઈન્ટરનેટ હવે ખૂણે ખૂણે સુધી પહોંચી ચૂક્યુ છે. જેને લીધે બાળકો પણ હવે સરળતાથી ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે. પરંતુ ઈન્ટરનેટ પર સાચી ખોટી, સારી ખરાબ માહિતીનો ખજાનો છે, આવી સ્થિતિમાં બાળકો જ્યારે ડિજિટલી એક્ટિવ થાય છે, ત્યારે તેમના પર ધ્યાન રાખવું, તેમની સુરક્ષાનું ધ્યાન રાખવું પેરેન્ટ્સ માટે અગત્યનું બની જાય છે.

આવી સ્થિતિમાં પેરેન્ટલ કંટ્રોલ એપ્સ તમને બાળકોની ડિજિટલ દુનિયામાં સુરક્ષા માટે મદદગાર સાબિત થઈ શકે છે. આ એપ્સનો ઉપયોગ કરીને તમે બાળકો પોતાના ડિવાઈસમાં શું શું કરી રહ્યા છે, તે જોઈ શકો છો, તેમની એક્ટિવિટીઝ નિયંત્રિત પણ કરી શકો છો. આ રીતે તમે તમારા બાળકોને હાનિકારક કન્ટેન્ટથી બચાવી શકો છો, તેમનો સ્ક્રીન ટાઈમ મેનેજ કરવાથી લઈને હેલ્ધી ડિજિટલ આદત પાડવામાં મદદ કરી શકો છો.
mSpy
mSpy આ એપ દ્વારા પેરેટન્સ આજના ડિજિટલ વાતાવરણમાં બાળકોને સુરક્ષિત રાખી શકે છે. આમાં તમે ટેક્સ્ટ મેસેજ મોનિટર કરવાની સાથે સાથે તમારા કંટ્રોલ પેનલમાંથી બાળકોએ ડિલીટ કરેલા મેસેજ પણ વાંચી શકો છો. આ એપ દ્વારા તમે સોશિયલ મીડિયા ટ્રેકિંગ પણ કરી શકો છો, જેના દ્વારા તમારા બાળકો ફેસબુક, સ્નેપચેટ, વ્હોટ્સ એપમાં શું કરે છે, તે જાણી શકો છો. આ ઉપરાંત mSpy એપ વેબ ફિલ્ટરિંગ ફીચર પણ ધરાવે છે, જેનાથી તમે તમારા બાળકોના ડિવાઈસમાં કેટલીક સાઈટ્સ બ્લોક કરી શકો છો.
SpyBubble
SpyBubble એક પેરેન્ટલ કંટ્રોલ એપ છે, જે માતા પિતાને બાળકોના મોબાઈલના ઉપયોગ પર નજર રાખવામાં અને મેનેજ કરવામાં મદદ માટે તૈયાર કરાઈ છે. આ એપમાં રિમોટ એક્સેસ ક્ષમતાની સાથે ડિવાઈસના સુરક્ષિત ઓનલાઈન ડેશબોર્ડનો ઉપયોગ કરીને રિયલ ટાઈમમાં બાળકોના ડિવાઈસ પર નજર રાખી શકો છો. આ એપ દ્વારા તમે બાળકોના મેસેજ વાંચી શકો છો, ડિલીટ કરેલા મેસેજ, તેમના કોલ લોગજ શકો છો અને સોશિયલ મીડિયા એક્ટિવિટીઝ પણ ટ્રેક કરી શકો છો. આ ઉપરાંત તમે બાળકોની બ્રાઉઝિંગ હિસ્ટ્રી પણ ચેક કરી શકો છો.
uMobix
આ એપ દ્વારા તમે બાળકોના ડિવાઈસના વપરાશ પર નજર રાખી શકો છો, અને મેનેજ કરવામાં મદદ કરી શકો છો. આ એપમાં રિમોટ જીપીએસ ટ્રેકિંગ સહિતની ઘણી ઉપયોગી સુવિધાઓ મળે છે. જીપીએસ ટ્રેકિંગ દ્વારા તમે બાળકોને રિયલટાઈમ લોકેશન ટ્રેક કરી શકો છો, તેમનો હિસ્ટ્રી ડેટા પણ ચેક કરી શકો છો. આ ઉપરાંત બાળકોનો સ્ક્રીન ટાઈમ પણ તમે આ એપની મદદથી કંટ્રોલ કરી શકો છો. સાથે જ તમે બાળકોના ફોનમાંથી કેટલીક ખાસ એપ્સ, વેબસાઈટ્સ પણ બ્લોક કરી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications