PAN કાર્ડ ડિએક્ટિવેટ તો નથી થઈ ગયું ને, આ રીતે ફ્રીમાં કરો ચેક

By Gizbot Bureau
|

PAN કાર્ડ એટલે કે પર્મેનેન્ટ અકાઉન્ટ નંબર એક ખૂબ જ જરૂરી ફાઈનાન્શિયલ ડોક્યુમેન્ટ છે. જેની જરૂર આઈટી રિટર્ન ફાઈલ કરવાથી લઈને, બેન્ક અકાઉન્ટ ખોલવા સુધી, પૈસાની લેવડદેવડ કરવા માટે અને અન્ય જરૂરિયાતો પૂરી કરવા માટે થાય છે. જો કે એ જાણવું જરૂરી છે કે તમારું પાન કાર્ડ એક્ટિવ છે કે નહીં. કારણ કે જો પાન કાર્ડ ડિએક્ટિવેટ થઈ ગયુ છે, તો તમે કોઈ પણ કામ નહીં કરી શકો છો.

PAN કાર્ડ ડિએક્ટિવેટ તો નથી થઈ ગયું ને, આ રીતે ફ્રીમાં કરો ચેક

આ કારણોથી પાન કાર્ડ થઈ શકે છે ડિએક્ટિવેટ

તમારું પાન કાર્ડ જુદા જુદા કારણોસર ડિએક્ટિવેટ થઈ શકે છે. જેમાં નીચે જણાવેલા ટાસ્ક સામેલ છે.

આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક ન હોવા

31 માર્ચ 2023 સુધીમાં બધા જ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા ફરજિયાત બનાવી દેવાયા હતા. જો તમે આવું નથી કર્યું, તો તમારું પાન કાર્ડ ડિએક્ટિવેટ થઈ ગયું હશે.

પાન કાર્ડનું વેરિફિકેશન ન થવું

આવકવેરા વિભાગ સમયાંતરે પાન કાર્ડ ધારકોની ઓળખ વેરિફાય કરે છે. જો વેરિફિકેશનની પ્રક્રિયા ફેઈલ થઈ જાય, તો તમારું પાન કાર્ડ ડિએક્ટિવેટ થઈ શકે છે.

પાન કાર્ડનો ઉપયોગ ન કરવો

જો તમે છેલ્લા પાંચ વર્ષોમાં પાન કાર્ડનો ઉપયોગ ક્યારેય નથી કર્યો, તો પણ તે ડિએક્ટિવેટ થઈ શકે છે.

આ ઉપરાંત અન્ય કેટલાક કારણો છે, જેના લીધે પાન કાર્ડ ડિએક્ટિવેટ થઈ શકે છે, જેમ કે ખોટી માહિતી દ્વારા બનાવેલું પાન કાર્ડ કે પાનકાર્ડના દુરુપયોગને લીધે તે ડિએક્ટિવેટ થઈ જાય છે.

પાન કાર્ડ એક્ટિવ છે કે નહીં તે ચેક કરવા માટેની રીત

તમે નીચે આપેલી જુદી જુદી રીતો પ્રમાણે પાન કાર્ડની સ્થિતિ ફ્રીમાં ઓનલાઈન ચેક કરી શકો છો.

આવકવેરા વિભાગની વેબસાઈટ પર જઈને

સ્ટેપ 1: સૌથી પહેલા આવકવેરા વિભાગની વેબસાઈટ https://www.incometax.gov.in/foportal/ પર જાવ.

સ્ટેપ 2: હવે ક્વિક લિંક્સ મેન્યુમાં Know Your PAN Status પર ક્લિક કરો.

સ્ટેપ 3: હવે તમારો પાન નેંબર, જન્મતારીખ અને પાન કાર્ડ સાથે જોડાયેલુ નામ અહીં લખો.

સ્ટેપ 4: બાદમાં સબમીટ બટન પર ક્લિક કરો.

સ્ટેપ 5: તમારી સ્ક્રીન પર પાન કાર્ડનું સ્ટેટસ દર્શાવવામાં આવશે.

NSDLની વેબસાઈટ પર જઈને ચેક કરો

સ્ટેપ 1: NSDLની વેબસાઈટ https://eservices.nsdl.com/ પર જાવ.

સ્ટેપ 2: PAN status Enquiry ટેબ પર ક્લિક કરો.

સ્ટેપ 3: હવે તમારો પાન નંબર અને જન્મ તારીખ એન્ટર કરો.

સ્ટેપ 4: પછી સબમિટ બટન પર ક્લિક કરો.

સ્ટેપ 5: હવે સ્ક્રીન પર તમારા પાન કાર્ડનું સ્ટેટસ દેખાશે.

UTI PAN સેવા કેન્દ્ર પર જઈને

આના માટે તમારે નજીકના UTI PAN સેવા કેન્દ્ર પર જવું પડશે. ત્યાં જઈને તમારે પાન કાર્ડ અને આઈડી કાર્ડ આપવું પડશે. હવે સેવા કેન્દ્રના કર્મચારી તમારા પાન કાર્ડનું સ્ટેટસ તમને કહેશે.

SMS દ્વારા ચેક કરો

તમારા પાન કાર્ડનું સ્ટેટસ તમે મેસેજ દ્વારા પણ ચેક કરી શકો છો. આના માટે તમારે પાન કાર્ડ સાથે જે નંબર લિંક છે, તેનાથી જ 567678 પર PAN મેસેજ કરવાનો છે. હવે તમને એક મેસેજ આવશે, જેમાં તમારા પાનનું સ્ટેટસ લખેલું હશે.

Best Mobiles in India

English summary
PAN card status check online know different steps

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X