Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
OTT સબસ્ક્રીપ્શન લેતા સમયે આટલું રાખો ધ્યાન, દર વર્ષે બચશે હજારો રૂપિયા
દરેક ભારતીયોને એક આદત હોય છે કે આપણે જ્યારે પણ કોઈ નાની મોટી ખરીદી કરીએ ત્યારે દરેક સમયે પૈસા કેટલા બચ્યા એ જ વિચાકરીએ છીએ. પણ વાત જ્યારે ઓટીટી પ્લેટફોર્મના સબસ્ક્રીપ્શનની આવે, ત્યારે આપણે આવું નથી વિચારતા. ઓટીટી પ્લેટફોર્મે એન્ટરટેઈનમેન્ટને એક નવા લેવલ પર પહોંચાડી દીધું છે. બ્લોકબસ્ટર મૂવિઝથી લઈને બિન્જ વર્થ શો અને લાઈવ સ્પોર્ટ્સ સુધી, ઓટીટી પર કન્ટેન્ટનો ખજાનો છે, જે તમને ટોપ ક્લાસ એક્સપીરિયન્સ આપે છે.
ભાગ્યે જ એવું કોઈ હશે, જેની પાસે ઓટીટી સબસ્ક્રીપ્શન નહીં હોય. પરંતુ દરેક પ્લેટફોર્મનું ઓટીટી સબસ્ક્રીપ્શન લેવું મોંઘુ પડી શકે છે. એક સાથે એક જ પરિવારના લોકોએ જુદા જુદા પ્લેટફોર્મના સબ્ક્રીપ્શન લીધા હોય છે, જેને કારણે માસિક ખર્ચ વધી જાય છે. સારી વાત એ છે કે જો તમે વ્યવસ્થિત રીતે મેનેજ કરો, તો સબસ્ક્રીપ્શનના પૈસા બચાવી શકો છો.

ધ્યાનથી સિલેક્ટ કરો ઓટીટી સબસ્ક્રીપ્શન?
હઆપણી પાસે એટલો ટાઈમ નથી હોતો, કે આપણે દરેક ઓટીટી પ્લેટફોર્મ જોઈ શકીએ. તમારે એ વાત ચેક કરી લેવી જોઈએ કે કયું પ્લેટફોર્મ તમારા માટે વધારે કામનું છે. આ પ્રમાણે તમને જેટલા યોગ્ય લાગે તેટલા પ્લેટફોર્મનું લિસ્ટ બનાવો અને આ માટે નીચેની બાબતોનું ધ્યાન રાખો.
- તમારે એ ધ્યાન રાખવાનું છે કે આ પ્લેટફોર્મનો તમે દિવસમાં કે અઠવાડિયામાં કેટલીવાર ઉપયોગ કરો છો.
- સાથે જ એ વાત પણ નોટિસ કરો કે કોઈ એવું પ્લેટફોર્મ તમે સબસ્ક્રાઈબ ન કરી લો, જેનું કન્ટેન્ટ તમારા કામનું ન હોય.
- તમારી વ્યુઈંગ હેબિટ પ્રમાણે પ્લેટફોર્મનું સિલેક્શન કરો જેથી તમારા પૈસા બરબાદ ન થાય.
- તમારી વ્યુઇંગ પેટર્નનું વિશ્લેષણ કરીને તમે કેન્સલેશન કરીને કે પછી ડાઉનગ્રેડ કરીને સબસ્ક્રીપ્શન પ્લાન સિલેક્ટ કરી શકો છો.
ફ્રી સબસ્ક્રીપ્શનનો લાભ
- જો તમે મોબાઈલ પ્લાન લો છો, તો તમને એ પણ ખબર હશે કે ઘણી નેટવર્ક કંપની એવા પ્લાન આપે છે, જે ઓટીટી સબસ્ક્રીપ્શન ફ્રીમાં આપે છે. આવા પ્લાન સિલેક્ટ કરીને તમે પૈસા બચાવી શકો છો.
- જિયો, એરટેલ અને વોડાફોન આઈડિયા જેવી કંપનીઝ પોતાના કસ્ટમર્સ માટે ઓટીટી પ્લાન્સ લાવી છે. જેમાં Netflix, Hotstar, Prime જેવી એપ્સનું સબસ્ક્રીપ્શન ફ્રી મળે છે. આ પ્લાન 1 મહિના, 3 મહિના કે પછી વર્ષના હોય છે.
બંડલ પ્લાન લો
- ઘણી સ્ટ્રીમિંગ એપ્સ બંડલ પ્લાન પણ આપે છે, જેમાં ડિસ્કાઉન્ટ મળે છે. એટલે અલગ અલગ પ્લાન લેવાને બદલે તમે એક જ પ્લાનમાં ઘણા બધા ઓટીટીનો લાભ લઈ શકો છો. સાથે જ કેટલાક પ્લાનમાં એક સબસ્ક્રીપ્શનમાં વધારે પ્રોફાઈલ યુઝ કરી શકી શકાય છે.
વીડિયો ક્વોલિટી પણ કરે છે કિંમતને અસર
- ઘણા પ્લેટફોર્મ એવા હોય છે, જે તમારા પ્લાનની સાથે અલગ અલગ વીડિયો ક્વોલિટીનો ઓપ્શન આપે છે. આમ તો વીડિયો ક્વોલિટી જેટલી સારી એટલા પૈસા વધારે હોય છે. એટલે તમે સ્ટાન્ડર્ડ ક્વોલિટી સિલેક્ટ કરીને દર મહિને ઘણા પૈસા બચાવી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications