Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Jio, Airtel, VI, BSNL માટે બદલાશે નિયમ, આ દિવસથી નહીં આવે OTP
1 ડિસેમ્બરથી ટેલિકોમ અંગેના ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે. TRAI એ આ નવા નિયમો કડકાઈથી લાગુ કરવા માટે ટેલિકોમ ઓપરેટર્સને સૂચના આપી છે. પહેલા તો આ નિયમો 1 નવેમ્બરથી લાગુ થવાના હતા, પરંતુ પછી તેમાં એક મહિનાની રાહત આપવામાં આવી હતી. હવે આ નવા નિયમો 1 ડિસેમ્બરથી લાગુ તશે.
આ નિયમોથી જીયો, એરટેલ, વોડાફોન આઈડિયા, BSNL સહિત બધા જ યુઝર્સને અસર પડશે. સ્પામ કોલ્સ અને મેસેજ અટકાવવા માટે ટ્રાઈએ આ નિયમો લાગુ કરવાની જરૂર પડી છે.

Telecom regulatory authority of Indiaએ યુઝર્સને ઓનલાઈન સ્કેમથી બચાવવા માટે ઘણા નવા નિયમો લાગુ કર્યા છે. ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓને મેસેજ ટ્રેસેબિલિટી લાગુ કરવા સૂચના આપી છે. આ નિર્ણયની જાહેરાત તો છેક ઓગસ્ટ મહિનામાં જ કરી દેવાઈ હતી, જેમાં કમર્શિયલ મેસેજ અ ઓટીપી પર ફોકસ હતું. આ નિયમ ઘણા મહિના પહેલા લાગુ થવાનો હતો, પરંતુ પાછળથી તેની ટાઈમલાઈન વધારવામાં આવી.
કેમ વધારવામાં આવી ટાઈમલાઈન?
શરૂઆતમાં ટેલિકોમ કંપનીઓને ટ્રેસેબિલિટી નિયમો લાગુ કરવા માટે 31 ઓક્ટોબરની સમય મર્યાદા આપવામાં આવી હતી, પરંતુ જીયો, એરટેલ, વોડાફોન આઈડિયા અને બીએસએનએલ જેવી કંપનીઓની અપીલ બાદ આ સમય મર્યાદા વધારીને 30 નવેમ્બર કરી દેવાઈ હતી. એટલે કે હવે આ નિયમો લાગુ કરવાનો સમય આવી ચૂક્યો છે.
એક ડિસેમ્બરથી બધી જ કંપનીઓએ કમર્શિયલ અને ઓટીપી મેસેજ ટ્રેક કરવા માટે TRAIના નિયમોનું પાલન કરવું પડશે. અહીં ધ્યાન રાખવાની વાત એ છે કે જો Jio, Airtel, BSNL, Vi 1 ડિસેમ્બરથી આ ટ્રેસેબિલિટી નિયમો લાગુ કરે છે, તો યુઝર્સને ઘણી બધી રાહત થઈ જશે.
આ નિયમો પણ ચર્ચામાં
1 જાન્યુઆરી 2025થી પણ એક નવો નિયમ લાગુ કરવામાં આવશે, જેની પણ જીયો, એરટેલ, બીએસએનએલ અને વોડાફોન આઈડિયાના ગ્રાહકોને અસર પડશે. આ નિયમનો ઉદ્દેશ્ય દેશભરમાં 5જી ના પાયાના નેટવર્કને વિસ્તારવાનો છે. સરકારે તાજેતરમાં જ ટેલિકોમ એક્ટ અંતર્ગત કહ્યું હતું કે હવે કંપનીઓએ નવા ટાવર લગાવવા માટે વધારે ઝંઝટમાં નહીં પડવું પડે. રાઈટ ઓફ વે લાગુ થવાથી આ પ્રક્રિયા પહેલા કરતા સરળ બની જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications