Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Oppo Reno 8Tનું ટીઝર આવ્યું સામે, આ કારણે ખાસ છે સ્માર્ટફોન
મોબાઈલ ટેક કંપની ઓપ્પો પોતાનાના સ્માર્ટ ફોનની Reno 8 સિરીઝમાં એક નવો સ્માર્ટફોન Oppo Reno 8T લોન્ચ કરવા જઈ રહી છે. Oppo Reno 8T ટૂંક સમયમાં જ ભારતમાં લોન્ચ થઈ શકે છે. જો કે, લોન્ચ પહેલા આ સ્માર્ટફોન અંગે ઘણા લીક્સ અને અફવાઓ સામે આવી રહી છે. તાજેતરમાં જ એક ટિપસ્ટર Oppo Reno 8Tને લઈને કેટલીક માહિતી લીક કરી છે, જેમાં સ્માર્ટફોનના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સનો સમાવેશ થાય છે. આ માહિતી મુજબ Oppo Reno 8Tમાં 6.43 ઈંચની AMOLED ડિસ્પ્લે મળશે, જેને Full HD+ રિઝોલ્યુશન અને 90Hz રિફ્રેશ રેટ સપોર્ટ કરશે. સાથે જ આ સ્માર્ટફોનમાં એક અન્ડર ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે.

108 મેગાપિક્સલનો કેમેરા
ટિપસ્ટર સ્નૂપીટેકે Oppo Reno 8T સ્માર્ટફોનના મુખ્ય સ્પેસિફિકેશન્સની માહિતી આપતા એક શીટ શૅર કરી છે. જે મુજબ Oppo Reno 8Tમાં 108 મેગાપિક્સલના પ્રાઈમરી કેમેરાની સાથે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ હશે, જેની સાથે 2 મેગાપિક્સલનો માઈક્રો કેમેરા અને 2 મેગાપિક્સલનો બ્લેક-એન્ડ-વ્હાઈટ મોનો લેન્સ હશે. આ ફોનમાં વીડિયો કોલિંગ માટે ફ્રંટ સાઈડ 32 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા મળશે.
આ ફીચર્સથી સજ્જ છે સ્માર્ટફોન
Oppo Reno 8Tમાં 6.43 ઈંચની ડિસ્પ્લે મળવાની છે. જેને Full HD+ રિઝોલ્યુશન અને 90Hz રિફ્રેશ રેટ સપોર્ટ કરશે. સાથે જ આ સ્માર્ટફોનમાં એક અન્ડર ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં કંપની વિઝ્યુઅલ પ્રોટેક્શન ફીચર પણ આપી રહી છે. કંપની લોંગ લાસ્ટિંગ બેટરી લાઈફ માટે 5,000 mAhની બેટરી આપવા જઈ રહી છે, જેને 33 વોલ્ટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરશે. જ્યારે સેફ્ટી માટે વોટર રેઝિસ્ટન્સ માટે IPX54 રેટિંગ મળશે. અત્યાર સુધી સામે આવેલી માહિતી પ્રમાણે Oppo Reno 8T એન્ડ્રોઈડ 13 પર આધારિત ColorOS 13 પર કામ કરશે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ Oppo Reno 8T અંગે કેટલાક લીક્સ સામે આવ્યા હતા.
આટલી હોઈ શકે છે કિંમત
કેટલાક દિવસો પહેલા ભારતીય ટિપસ્ટર મુકુલ શર્માએ Oppo Reno 8Tની કિંમત અને લોન્ચ ડેટ અંગે ખુલાસો કર્યો હતો. ઓપ્પોનો આ અપકમિંગ સ્માર્ટફોન ફેબ્રુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં ભારતમાં લોન્ચ થયા તેવી પૂરેપુરી શક્યતા છે. ટિપસ્ટર મુકુલ શર્માના કેહવા પ્રમાણે કંપની આ સ્માર્ટફોનની કિંમત 32,000 રૂપિયા રાખી શકે છે. આ ઉપરાંત સ્માર્ટફોનમાં 8 જીબી રેમ મળશે, સાથે જ 256 જીબી સ્ટોરેજ કેપેસિટી હશે. Oppo Reno 8T સ્નેપડ્રેગન 695 SoC પર કામ કરશે. આ ઉપરાંત Oppo Reno 8T 4Gના વેરિયંટના લીક થયેલી ડિઝાઈન અંગે રેન્ડર્સ પરથી માહિતી સામે આવી છે. જે મુજબ આ ફોન કર્વ્ડ સ્ક્રીન, મોટ ચીન અને ટોપ લેફ્ટ કોર્નરમાં હોલ પંચ સ્લોટ ધરાવે છે. 4જી વેરિયંટમાં કંપની ફોક્સ લેધર બેક આપી શકે છે. જેના કારણે આ સ્માર્ટફોનને એકદમ પ્રીમિયમ લૂક મળશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications