Just In
- 492 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 493 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 494 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 495 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Oppo Reno 11 આ તારીખે થશે લોન્ચ, જાણો ફોનના ફીચર્સ
સ્માર્ટફોન બનાવતી કંપનીએ ઓપ્પોએ તાજેતરમાં જ Oppo Reno 11 સિરીઝ ચાઈનીઝ માર્કેટમાં લોન્ચ કર્યો છે. હવે આ ફોન ગ્લોબલી પણ લોન્ચ થવાનો છે. તાજેતરમાં જ કંપનીએ Oppo Reno 11ને ભારતમાં લોન્ચ કરવાની જાહેરાત કરી છે. જે મુજબ આ સ્માર્ટફોન 11 જાન્યુઆરીના રોજ મલેશિયાની સાથે સાથે ભારતમાં લોન્ચ થઈ શકે છે. પરંતુ આ ફોન કેમ ખાસ છે, તે માટે તેના ફીચર્સ જાણા પડશે.

Oppo Reno 11 સિરીઝ સ્માર્ટફોન
હાલ તો કંપની આ ફોનને મલેશિયામાં લોન્ચ કરવા જઈ રહી છે. જેને લઈને ટ્વિટર પર સત્તાવાર રીતે 11 જાન્યુઆરીના રોજ યોજાનાર ઈવેન્ટની માહિતી શૅર કરવામાં આવી છે. Oppo Reno 11ની સાથે સાથે કંપની ગ્લોબલ માર્કેટ માટે ColorOS14 પણ લોન્ચ કરશે. લોન્ચિંગ ડેટ કન્ફર્મ થવાની સાથે જ ઓપ્પો મલેશિયાની સાઈટ પર આ સિરીઝના સ્માર્ટફોનના સ્પેસિફિકેશન્સ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. એક રિપોર્ટ મુજબ આ સિરીઝ ગ્લોબલ માર્કેટમાં જુદા જુદા સ્પેસિફિકેશન્સ સાથે લોન્ચ થવાની છે.
Oppo Reno 11ના સ્પેસિફિકેશન્સ
ઓપ્પો મલેશિયાની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે વેનિલા રેનો 11 ચીનમાં રજૂ થયેલા હેન્ડસેટ કરતા જુદી ડિઝાઈનનો હોઈ શકે છે. સાથે જ અહીં 11 પ્રો મોડેલ પણ લોન્ચ થઈ શકે છે. વેબસાઈટ મુજબ આ બંને સ્માર્ટફોન્સમાં 32 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા મળશે. આ સ્માર્ટફોન ColorOs 14 પર કામ કરશે. Oppo Reno 11 સ્માર્ટફોનમાં 67 Wના ફાસ્ટ ચાર્જિગનો સપોર્ટ હશે, જ્યારે રેનો 11 પ્રો મોડેલમાં 80 Wનો ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે.
ચીનમાં લોન્ચ થયેલા Oppo Reno 11 સિરીઝના સ્પેસિફિકેશન્સ
Oppo Reno 11માં 6.7 ઈંચના OLED ડિસ્પ્લે મળી રહી છે. જે 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ ધરાવે છે. પ્રોસેસરની વાત કરીએ તો આ ફોનમાં મીડિયાટેક ડાયમેન્શન 8200 SoC ચિપ આપવામાં આવી છે. ફોટોગ્રાફી માટે Sony LYT600 સેન્સરની સાથે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જે 50 મેગાપિક્સલના પ્રાઈમરી કેમેરાથી સજ્જ છે. જ્યારે આ ફોનમાં 4,800 mAhની બેટરી આપવામાં આવી છે.
તો Oppo Reno 11 પ્રો મોડેલમાં 6.74 ઈંચની ડિસ્પ્લે મળી રહી છે. જે 120 હર્ટ્ઝના રિફ્રેશ રેટ પર કામ કરે છે. જ્યારે આ ફોનમાં તમને સ્નેપડ્રેગન 8 પ્લસ જેન 1 SoC ચીપ મળી રહી છે. ફોટોગ્રાફી માટે આ ફોનમાં Sony IMX890 50 મેગાપિક્સલનો પ્રાઈમરી સેન્સર અને ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળે છે. આ ફોનમાં 4,700 mAhની બેટરી આપવામાં આવી છએ.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications