Oppo Reno 8 Series ફોનની સાથે લોન્ચ કરશે પોતાનું પહેલું ટેબ્લેટ, જાણો સ્પેસિફિકેશન

By Gizbot Bureau
|

Oppo ભારતમાં તેના Reno8 સિરીઝના ફોન લોન્ચ કરી રહ્યું છે, જેમાં Reno8, Reno8 Pro સામેલ છે. સાથે જ કંપનીએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે, તેઓ પોતાનું પહેલું ટેબ્લેટ પણ લોન્ચ કરવા જઈ રહ્યા છે. જેનું નામ Oppo Pad Air છે. આ ઉપરાંત કંપની આ જ ઈવેન્ટમાં Enco X2 TWS ઈયરબડ્ઝ પણ લોન્ચ કરશે. ચાઈનીઝ ટેક કંપની પોતાની બીજી બે પ્રોડક્ટ Oppo Pencil અને Smart Magnetic Keyoboard પણ ભારતમાં લોન્ચ કરવા જઈ રહી છે. જેમાંથી Oppo Enco X2 ઈન એર ડિઝાઈન અને સિલીકોન ઈયર ટિપ્સ સાથે લોન્ચ થવાના છે. આ TWS ઈયરબડ્ઝ એક્ટિવ નોઈઝ કેન્સલેશન માટે શ્રેષ્ઠ હોવાનો કંપનીનો દાવો છે.

Oppo Reno 8 Series ફોનની સાથે લોન્ચ કરશે પોતાનું પહેલું ટેબ્લેટ

Oppo Pad Airની કિંમત

કંપનીએ Oppo Pad Air ચીનમાં 1,299 CNYની કિંમતે લોન્ચ કર્યું છે. જેને રૂપિયામાં કન્વર્ટ કરીએ તો તેના 64 જીબી વેરિયંટની કિંમત રૂપિયા 15,100 જેટલી થવા જાય છે. જો કે ભારતમાં કંપની માત્ર બજેટ વેરિયન્ટ એટલે કે અફોર્ડેબલ વેરિયન્ટ જ લોન્ચ કરે તેવી શક્યતા છે.

Oppo Pad Airના સ્પેસિફિકેશન

Oppo Pad Air sportsમાં 10.36 ઈંચની 2k ડિસ્પ્લે હશે, જે 2000*1200 પિક્સલના રિઝોલ્યુશનને સપોર્ટ કરશે. તો હાર્ડવેરની વાત કરીએ તો તેમાં ક્વાલકોમ સ્નેપડ્રેગનનું 680 ચીપસેટનું પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે 6જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ સાથે કામ કરે છે. આ ટેબ્લેટને ચલાવવા માટે તેમાં 7,100 mAhની બેટરી છે, જે 18W ચાર્જિંગને સપોર્ટ કરે છે.

જો ટેબ્લેટના કેમેરા પર નજર કરીએ તો Oppo Pad Airમાં માત્ર એક જ કેમેરો છે. ટેબ્લેટની પાછળના ભાગે 8MP અને આગળની બાજુ 5MPનો કેમેરો મૂકવામાં આવ્યો છે. Oppo Pad Air ColorOS12 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. જ્યારે તેમાં Dolby Atmosને સપોર્ટ કરતા Quad Speaker આપવામાં આવ્યા છે.

Oppo Enco X2ના સ્પેસિફિકેશન

Oppo Enco X2 ANC સપોર્ટ અને Dobly Atmos Binaural Recording ફીચર્સ ધરાવતા હોવાની ખાતરી કંપનીએ સત્તાવાર રીતે આપી છે. જેનાથી યુઝર્સ ઓડિયો રેકોર્ડ પણ કરી શક્શે અને તેને પ્લેબેક પણ કરી શક્શે. કંપનીના કેહવા પ્રમાણે,’Enco X2 45dB ડેપ્થ અને 4000Hz Width Active Noise Cancelation ધરાવે છે. TWS ઈયરબડ્ઝમાં Hi-Res Audio Wireless Certification અને બ્રાંડ ન્યૂ લૉ લેટન્સી હાઈ ડેફિનિશન ઓડિયો કોડેક 4.0 પણ આપવામાં આવ્યા છે.’

સરવાળે વાત કરીએ તો ઓપ્પો દ્વારા લોન્ચ કરાઈ રહેલા બંને નવા ડિવાઈસ પોત પોતાના સેગમેન્ટમાં ખાસ છે. સ્પેસિફિકેશનની દ્રષ્ટિએ તો Oppo Enco X2 અને Oppo Pad Air બંને પોતપોતાના સેગમેન્ટમાં અન્ય ગેજેટ્સને હરિફાઈ પૂરી પાડે તેવા લાગી રહ્યા છે. જોવાનું એ રહેશે કે કંપની જે રીતે દાવો કરી રહી છે, તે મુજબની ક્વોલિટી મળે છે કે નહીં. અને ખાસ તો આ બંને ડિવાઈઝ ભારતમાં કંપની કેટલી કિંમતે લોન્ચ કરે છે, તેના પર બધાની નજર છે.

Best Mobiles in India

Read more about:
English summary
Oppo Pad Air, Reno8 Series Launching Today In India; Expected Price, Specifications

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X