Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 498 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
OPPO, OnePlus, Xiaomiના સ્માર્ટફોન કરે છે યુઝર્સની જાસૂસી

Xiaomi, OnePlus, Oppo, Realme જેવી ચાઈનીઝ કંપનીઓ પોતાના સ્માર્ટફોનમાં સ્પાયવેર એટલે કે જાસૂસી કરનારી એપ્સ રાખે છે. યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ અને ટ્રિનિટી કોલેજ ડબલિનના એક રિસર્ચ રિપોર્ટમાં આ ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ રિપોર્ટ મુજબ ઘણી ચાઈનીઝ એન્ડ્રોઈડ સ્માર્ટફોન કંપનીઓ પોતાના સ્માર્ટફોનમાં સ્પાયવેર પહેલાથી જ ઈન્સ્ટોલ કરીને રાખે છે. આ બંને કોલેજના અભ્યાસ દરમિયાન ચાઈનીઝ સ્માર્ટફોન કંપનીઓ OnePlus, Xiaomi, Oppo, Realmeના નામ સામે આવ્યા છે. આ બ્રાંડ્ઝ સ્માર્ટફોન યુઝર્સની અંગત માહિતી યુઝર્સને પૂછ્યા વગર ભેગી કરે છે, અને સરક્યુલેટ કરે છે.
ખાનગી ડેટા કરે છે ચોરી
ચીન હાલ વિશ્વનું સૌથી મોટું સ્માર્ટફોન માર્કેટ છે, જ્યાં 70 ટકા સ્માર્ટફોન યુઝર્સ એન્ડ્રોઈડ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. લેટેસ્ટ રિસર્ચ સ્ટડી મુજબ આ બ્રાંડ્ઝના સ્માર્ટફોનમાં ઘણી સિસ્ટમ અને વેન્ડર એપ્સ બાયડિફોલ્ટ ઈન્સ્ટોલ થયેલા હોય છે, જે ડિવાઈસને જુદી જુદી ઘણી પરવાનગી આપીને રાખે છે. આ એપ્સ યુઝર્સે સ્માર્ટફોન પર કરેલી દરેક પ્રવૃત્તિની માહિતી ભેગી કરે છે, જેમાં ડિવાઈસ ઈન્ફોર્મેશનની સાથે સાથે લોકેશન, યુઝર પ્રોફાઈલ અને સોશિયલ રિલેશનશિપ જેવી અગત્યની માહિતી સામેલ છે.
આ રિસર્ચમાં સામે આવેલી માહિતી મુજબ ચાઈનીઝ સ્માર્ટફોન કંપનીઓ પોતાના સ્માર્ટફોનમાં જે સ્પાયવેર એપ્સ પ્રિ ઈન્સ્ટોલ કરીને રાખે છે, તે યુઝર્સની જાણ બહાર તેમનો ખાનગી ડેટા ચોરી કરે છે. જે યુઝર્સને પ્રાઈવસી કન્સર્ન હોય છે, તેઓ એનાલિટિક્સ અને ક્લાઉડ સ્ટોરેજને પરવાનગી નથી આપતા. સાથે જ કોઈ થર્ડ પાર્ટી સર્વિસનો ઉપયોગ પણ નથી કરતા અને તેમના સ્માર્ટફોનમાંથી પણ પ્રિ ઈન્સ્ટોલ એપ્સ ડિવાઈસ આઈડેન્ટિટી, જીપીએસ કો ઓર્ડિનેટ્સ, એપ યુઝેજ પેટર્ન, કૉલ અને મેસેજ હિસ્ટ્રી તેમજ કોન્ટેક્ટ નંબર ચોરી કરે છે. યુઝર્સ પાસે આવી એપ્સને ઓપ્ટ આઉટ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી હોતો. આ ચોરી થેયલા ડેટાનો ઉપયોગ યુઝરને ટ્રેક કરવા માટે થાય છે.
ચીનમાં સ્માર્ટ ફોન ખરીદવો છે ખતરનાક
આ રિસર્ચમાં જે ડિવાઈસનો ઉપયોગ થયો છે, તે મુખ્યત્વે ચીનમાં વેચવામાં આવે છે અને આ સ્માર્ટફોન લોકલ એન્ડ્રોઈડ ડિસ્ટ્રીબ્યુશન પર કામ કરે છે. એવામાં અન્ય દેશોમાં એન્ડ્રોઈડ સ્માર્ટફોન યુઝર્સ આવી ચોરીથી સુરક્ષિત હોય છે. જો કે, જે યુઝર્સ, વિદ્યાર્થીઓ, બિઝનેસ ટ્રાવેલર્સ ચીનમાં જઈને કોઈ એન્ડ્રોઈડ સ્માર્ટફોન ખરીદે છે, તેમની માહિતી ચોરી થવાનો ખતરો છે. જો કોઈ યુઝર્સ ચીનમાંથી એન્ડ્રોઈડ સ્માર્ટફોન ખરીદે છે, તો તેમની કોઈ પણ અંગત માહિતી ખાનગી રહેતી નથી. આવા સ્માર્ટફોનનો ઉપયોગ કરનાર યુઝર્સની બધી જ પ્રકારે જાસૂસી થઈ શકે છે.
સામાન્ય રીતે અન્ય માર્કેટમાં વેચાતા ચાઈનીઝ કંપનીઓના સ્માર્ટફોનમાં વધારે પડતી પ્રિ ઈન્સ્ટોલ્ડ એપ હોય છે. ચીનમાં તો આ પ્રિ ઈન્સ્ટોલ્ડ એપ્સની સંખ્યા ખૂબ જ વધારે છે. જો કે યુરોપ અથવા અન્ય વિસ્તારોમાં ઈન્ટરનેશનલ રેગ્યુલેશન અને પોલિસીને કારણે યુઝર્સ પરમિશન મેનેજ કરી શકે છે, પરંતુ ચીનમાંથી ખરીદનારા ડિવાઈસ બિલકુલ સેફ નથી.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications