Just In
Oppo Enco Buds 2 ભારતમાં થયા લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
Oppo Enco Buds 2 ભારતમાં લોન્ચ કરવામાં આવ્યા છે. ચાઈનીઝ સ્માર્ટફોન કંપનીના આ ઈયરબડ્ઝ 10 mm ડ્રાઈવર્સ સાથે આવે છે. કંપની આ ઈયરબડ્ઝને બજેટ ફ્રેન્ડ્લી ટ્રુ વાયરલેસ સ્ટીરિયો ઈયરબડ્ઝ ગણાવે છે. ચાલો જાણીએ નવા લોન્ચ થયેલા આ ઈયરબડ્ઝની ભારતીય માર્કેટમાં કિંમત કેટલી છે અને તેની ખાસિયતો શું છે!

Oppo એ Oppo Enco Buds 2ને ભારતમાં બજેટ ફ્રેન્ડ્લી ટ્રૂ વાયરલેસ સ્ટીરિયો ઈયરબડ્ઝ તરીકે લોન્ચ કર્યા છે. આ ઈયરબડ્ઝની ખાસિયતોની વાત કરીએ તો તાજા જ લોન્ચ થયેલા આ ઈયરબડ્ઝમાં 10 mm ડ્રાઈવર્સ છે, સાથે જ તેમાં AI બેઝ્ડ નોઈઝ કેન્સલેશન ફીચર પણ છે. આ ઉપરાંત આ બડ્ઝ ચાર્જિંગ કેસની સાથે સિંગલ ચાર્જ પર 28 કલાક સુધી કામ કરે છે.
Oppo Enco Buds 2ની ભારતમાં કિંમત
કિંમતની વાત કરીએ તો ભારતીય માર્કેટમાં Oppo Enco Buds 2ની કિંમત રૂપિયા 1,799 રાખવામાં આવી છે. આ બડ્ઝ 31 ઓગસ્ટથી Oppo Indiaની વેબસાઈટ અને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકે છે.
Oppo Enco Buds 2ના સ્પેસિફિકેશન્સ
10 mm ડ્રાઈવર્સની સાથે સાથે Oppo Enco Buds 2ની ખાસિયત એ છે કે તે IPX 4 રેટિંગ સાથે આવે છે. આ ઉપરાંત તેની બેટરી લાઈફ 28 કલાકની છે. તેમાં બ્લૂટુથ 5.2 કનેક્ટિવિટી આપવામાં આવી છે. આ ઈયરબડ્ઝના 10 mm ડ્રાઈવર્સ શાનદાર બેઝ ધરાવે છે. જે ડોલ્બી એટમોઝની સાથે સાથે લાઈવ સ્ટીરિયો સાઉન્ડને પણ સપોર્ટ કરે છે.
ત્રણ જુદા જુદા સેટિંગ્સ સાથે કામ કરે છે ઈયરબડ્ઝ
અહીં તમને 3 પ્રકારના જુદા જુદા સેટિંગ્સ મળે છે. જેમાં પહેલો છે ઓરિજિનલ સાઉન્ડ, બીજો બેઝ બૂટ્સ અને ત્રીજો ક્લિયર વોકલ્સ. તો ઈયરબડ્ઝ વોટર રેઝિસ્ટન્ટ પણ છે. આ પ્રોડક્ટને IPX4 રેટિંગ આપવામાં આવ્યું છે એટલે કે વર્કઆઉટ દરમિયાન પરસેવાથઈ પણ આ બડ્ઝને નુક્સાન નહીં થાય.
એક વખત ચાર્જ, કલાકોનો આનંદ
Oppo Enco Buds 2માં 40 mAhની બેટરી આપવામાં આવી છે. ફૂલ ચાર્જ કરશો તો 7 કલાક સુધી સતત આ ઈયરબડ્ઝ કામ કરી શકે છે. જ્યારે ચાર્જિંગ કેસની બેટરી 460 mAh છે. જેની સાથે ઈયરબડ્ઝનો યુસેજ 28 કલાક સુધી વધી જાય છે. એટલું જ નહીં આ ઈયરબડ્ઝ ફાસ્ટ ચાર્જિંગ સ્પીડ સાથે આવે છે. એટલે કે માત્ર 10 મિનિટ ચાર્જ કરવા પર પણ આ ઈયરબડ્ઝ કલાકો સુધી મ્યુઝિક પ્લેબેક આપે છે.
આ ઈરબડ્ઝમાં 5.2 બ્લૂટુથનો મતલબ છે કે તમે તમારી ડિવાઈસથી 10 મીટર દૂર પણ રહેશો તો પણ તે કનેક્ટેડ રહેશે. આ ઉપરાંત અહીં સ્માર્ટ કનેક્ટ ફંક્શન પણ અવેલેબલ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470