Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ChatGPTનું પેઈડ સબસ્ક્રીપ્શન નહીં લઈ શકાય, આ છે કારણ
વિશ્વભરમાં ચકચાર જગાવનાર ChatGPTનું સબસ્ક્રીપ્શન હવે કોઈ પણ નવા યુઝર નહીં લઈ શકે. OpenAIએ ChatGPTનું ટેમ્પરરી રીતે હોલ્ડ પર મૂકી દીધું છે. જ્યારથી કંપનીએ પોતાની લેટેસ્ટ ડેવલપર કોન્ફરન્સમાં પેઈડ યુઝર્સ માટે નવા ફીચર્સ અને સુવિધાઓની જાહેરાત કરી છે, ત્યારથી પેઈડ યુઝર્સની સંખ્યા વધી ગઈ છે, પરિણામે કંપનીએ પોતાનું પેઈડ સબસ્ક્રીપ્શન હાલ પૂરતું હોલ્ડ પર કરવાનો નિર્ણય કર્યો છે.

OpenAIના સીઈઓ સેમ ઓલ્ટમેનને એ વાતનો સ્વીકાર કર્યો છે કે ડેવલપર કોન્ફરન્સ બાદ જ પેઈડ યુઝર્સની સંખ્યામાં વધારો થયો છે, જેને કારણે પ્લેટફોર્મની પેઈડ યુઝર્સ કેપેસિટી પૂરી થઈ ચૂકી છે. ઓસ્ટમેને ટ્વિટર પર કરેલી જાહેરાત મુજબ અચાનક પેઈડ યુઝર્સની સંખ્યા વધી જવાને કારણે ChatGPT Plusની સાઈન અપ પ્રોસેસને થોડોક સમય માટે અટકાવી દેવામાં આવી છે, જેથી પહેલાથી પેઈડ સબસ્ક્રીપ્શન લઈ ચૂકેલા યુઝર્સ સરળતાથી પોતાની સર્વિસને યુઝ કરી શકે.
યુઝરમાં વધારો અને સાઈબર સિક્યોરિટીનો પડકાર
ડેવલપર ડે દરમિયાન ઓલ્ટમેને એ વાતની પણ જાહેરાત કરી છે કે હાલ ChatGPTએ સાપ્તાહિક 100 મિલિયન સક્રિય યુઝર્સનો માઈલસ્ટોન પાર કર્યો છે. પ્લેટફોર્મ પર યુઝર્સ સાઈન અપમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ફોર્ચ્યુન 500 કંપનીમાંથી 92 ટકા કરતા વધારે કંપનીઓ હવે ચેટજીપીટનો ઉપયોગ કરે છે. જે ઓગસ્ટ મહિનામાં 82 ટકાનો વધારો છે.
જો કે, એક તરફ ચેટજીપીટીની માગ વધી રહી છે, ત્યારે તેના પર થતા સાઈબર એટેકમાં પણ વધારો થયો છે. ડેવલપર કોન્ફરન્સ બાદ જ પ્લેટફોર્મ થોડો સમય માટે કામ કરતું અટકી ગયું હતું. અને અચાનક ટ્રાફિક વધી જવાને સિક્યોરિટીને લગતા પ્રશ્નો ઉભા થયા છે.
એન્ટરપ્રાઈઝ લેવલ સબસ્ક્રીપ્શન વેઈટ લિસ્ટ
ચેટજીપીટીની માગમાં વધારો થવાને કારણે વ્યક્તિગત યુઝર્સની સાથે સાથે એન્ટરપ્રાઈઝ યુઝર્સને પણ રાહ જોવી પડી રહી છે. ઈર્રરિલેવન્ટ લેબ્સ જેવી કંપનીઓએ જે એન્ટરપ્રાઈઝ લેવલનું સબસ્ક્રીપ્શન લેવા ઈચ્છે છે, તેને પણ મહિનાઓ સુધી વેઈટ લિસ્ટમાં રાખવામાં આવ્યા છે. આ સબસ્ક્રીપ્શનમાં પ્રાઈવસી અને સિક્યોરિટી ફીચર્સ આપવામાં આવે છે.
ChatGPT પ્લસ ફીચર્સ હોલ્ડ પર રખાયા
ChatGPT પ્લસને યુઝર્સ મહિને 20 ડૉલરની ફી સાથે યુઝ કરી શકે છે, જેમાં યુઝર્સ GPT 4નો પણ ઉપયોગ કરી શકે છે. GPT 4 વધુ એક્યુરેટ છે અને જૂના વર્ઝન કરતા વધુ ઝડપથી રિસ્પોન્સ આપે છે. આ સબસ્ક્રીપ્શનમાં યુઝર્સ વોઈસ અને ઈમેજ ફીચરનો પણ ઉપયોગ કરી શકે છે. પરંતુ કંપનીના લેટેસ્ટ નિર્ણય મુજબ હાલ ચેટજીપીટી પ્લસના બધા જ ફીચર્સની સાથે સાથે GPT 4 Turbo અને કસ્ટમ જીપીટી પણ હોલ્ડ કરાયા છે.
GPT 5ની તૈયારીઓ
જો કે, આ બધા જ પડકારો છતાંય OpenAI પોતાનું કામ આગળ ધપાવી રહી છે. ઓલ્ટમેને ડેવલપર કોન્ફરન્સમાં GPT 5ના ડેવલપમેન્ટને લઈને પોતાનું આયોજન રજૂ કર્યું હતું. જે મુજબ આ નવા વર્ઝનની ટ્રેનિંગ પ્રોસેસ માટે ડેટા વોલ્યુમમાં મોટો વધારો કરવો પડશે. OpenAI આ નવો ડેટા ઈન્ટરનેટ પર રહેલા જાહેર ડેટાબેઝ અને ખાનગી કંપનીઓના એક્સક્લુઝિવ ડેટાબેઝમાંથી મેળવવા ઈચ્છી રહી છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications