ગુજરાતમાં સૌથી ઝડપી અપલોડ સ્પીડના મામલે IDEA આગળ

By Gizbot Bureau
|

ઝડપી વિકસિત થતા આ જમાનામાં સૌકોઈને સૌથી ઝડપી ઈન્ટરનેટ સ્પીડ જોઈતી હોય છે. હાલમાં જ ગુજરાતમાં આઈડિયાને બ્રોડબેન્ડ ટેસ્ટિંગ અને વેબ આધારિત નેટવર્ક ડાયગ્નોસ્ટિક્સ એપ્લિકેશન્સમાં વૈશ્વિક આગેવાન Ookla દ્વારા ગુજરાતમાં સૌથી ઝડપી 4જી અપલોડ સ્પીડ નેટવર્ક તરીકે આઈડિયાને વેરિફાઈ કર્યું છે. આઈડિયા 4જી પર સરેરાશ અપલોડ સ્પીડ જાન્યુઆરીથી માર્ચ 2019ના ક્વાર્ટરમાં ગુજરાતમાં સ્પર્ધા કરતાં વધુ રહી છે.

ગુજરાતમાં સૌથી ઝડપી અપલોડ સ્પીડના મામલે IDEA આગળ

વોડાફોન આઈડિયા લિ.ના ચીફ ટેક્નોલોજી ઑફિસર શ્રી વિશાંત વોરાએ જણાવ્યું હતું કે અમે ભારતમાં વોડાફોન આઈડિયા લિ. દ્વારા હાથમાં લેવામાં આવેલી દુનિયાના સૌથી વિશાળ ઈન્ટીગ્રેશન કવાયતના ભાગરૂપે નવી ટેક્નોલોજીનો અમ અને સ્પેક્ટ્રમના એકીકરણ થકી નટવર્કનું આધુનિકરણ કરી રહ્યા છીએ. આનાથી અમને અમારા ગ્રાહકો માટે ઉત્તમ નેટવર્ક અને ઝડપી 4જી સ્પીડ્સ ક્ષમતાઓ હાંસલ કરવામાં મદદ મળશે. Ookla વેરિફિકેશન અમારા ગ્રાહકોના શ્રેષ્ઠ નેટવર્ક અનુભવ પૂરો પાડવાના અમારા એકધાર્યા પ્રયાસોના માનમાં છે.

ઉલ્લેખનીય છે કે આઈડિયા લિ. ગુજરાતની લગભગ 11765 સાઈટ્સના વિશાળ નેટવર્ક થકી 3.16 કરોડ ગ્રાહકોને 4જી, 3જી, 2જી સેવાઓ આપે છે. વિશાળ સ્પેક્ટ્રમ પોર્ટફોલિયો સાથે ઓપરેટર તેનું નેટવર્ક આધુનિક બનાવી રહ્યા છે, જે પ્રદેશોમાં તેના ગ્રાહકો માટે શ્રેષ્ઠ 4જી અનુભવ આપશે.

વોડાફોન આઈડિયા લિ.ના ગુજરાતના બિઝનેસ હેડ અભિજીત કિશોરે કહ્યું કે, 'Ookla વેરિફિકેશન અમારા ગ્રાહકો માટે શ્રેષ્ઠ નેટવર્ક અનુભવ આપવા અમારી પ્રતિબદ્ધતાની ઓળખ છે. ઝડપી 4જી અપલોડ સ્પીડ સાથે આઈડિયા 4જી ગ્રાહકો ડિજિટલ કન્ટેન્ટના વિશાળ પોર્ટફોલિયોને એક્સેસ કરતી વખતે વીડિયો શેર કરી શકે છે. અમને વિશ્વાસ છે કે ગ્રાહકોનો અનુભવ શ્રેષ્ઠ બનાવવા માટે અમારી એકધારી ઝુંબેશ ગુજરાતમાં અમારું સ્થાન વધુ મજબૂત બનાવવાાં અમને મદદરૂપ થશે.'

Best Mobiles in India

Read more about:
English summary
Ookla : Idea the fastest 4G upload network in Gujarat

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X