ઓનલાઈન ફ્રોડથી બચવા માટે અપનાવો આ 7 રીત, અહીં જાણો

By Gizbot Bureau
|

પૈસાની લેવડદેવડ સહિત બેન્કના કામ કરવા માટે લાંબી લાઈનમાં ઉભા રહેવાના દિવસો હવે ભૂતકાળ બની ચૂક્યા છે. ટેક્નોલોજીને કારણે હવે આપણે વિશ્વને કોઈ પણ ખૂણે બેઠા બેઠા બેન્કને લગતું કોઈ પણ કામ સરળતાથી કરી શકીએ છીએ. ઓનલાઈન શોપિંગથી લઈને પૈસાની ચૂકવણી કરવા સુધીની દરેક સુવિધા ડિજિટલ બેન્કિંગને કારણે સરળ બની છે. પણ જેમ દરેક સિક્કાની બે બાજુ હોય છે, એમ આ સુવિધાની સામે છેતરપિંડીનું જોખમ પણ વધ્યું છે. એટલે આજના સમયમાં ઓનલાઈન ફ્રોડથી કેવી રીતે બચી શકાય તે જાણવું જરૂરી છે.

ઓનલાઈન ફ્રોડથી બચવા માટે અપનાવો આ 7 રીત, અહીં જાણો

આ સાત રીતે તમે પોતાની જાતને ઓનલાઈન ફ્રોડથી બચાવી શકો છો.

1. સમયાંતરે પાસવર્ડ બદલતા રહો

હેકર્સથી બચવા માટે દર 2-3 મહિને તમારા ડિજિટલ અકાઉન્ટ્સના પાસવર્ડ બદલવા જરૂરી છે. સાથે જ, જ્યારે પણ તમે પાસવર્ડ બદલો ત્યારે પાસવર્ડ એકદમ સ્ટ્રોંગ રાખો. તમારો પાસવર્ડ ઓછામાં ઓછો 8 અક્ષર લાંબો હોવો જોઈએ સાથે જ તેમાં કેપિટલ અને સ્મોલ કેરેક્ટર્સની સાથે નંબર્સ અને સ્પેશિયલ કેરેક્ટર્સ પણ હોવા જોઈએ. આવા પાસવર્ડ ડિજિટલ વર્લ્ડમાં સૌથી સ્ટ્રોંગ ગણાય છે. અને સૌથી મહત્વની વાત, તમારો પાસવર્ડ કોઈ પણ વ્યક્તિ સાથે શૅર ન કરો.

2. નેટ બેન્કિંગ માટે ક્યારેય જાહેર કમ્પ્યુટરનો ઉપયોગ ન કરો.

ભલે ગમે તેટલી જરૂરિયાત હોય કે ઉતાવળ હોય નેટબેન્કિંગ માટે ક્યારેય જાહેર કમ્પ્યુટર જેવા કે સાઈબર કેફેની સિસ્ટમ વાપરવાની ભૂલ ન કરો. આ રીતે નેટબેન્કિંગ કરવાથી તમારી ખાનગી માહિતી જેમ કે પાસવર્ડ હેકર્સ સુધી પહોંચવાની શક્યતા વધી જાય છે. હેકર્સ પાસે જો આ માહિતી પહોંચી જશે, તો તમે તમારી મહેતનની કમાણી ગુમાવી શકો છો. જીવનમાં નિયમ બનાવો કે ક્યારેય નેટબેન્કિંગ માટે જાહેર સ્થળોએ ઉપલબ્ધ કમ્પ્યુટરનો ઉપયોગ નહીં કરો.

3. ઓનલાઈન બેન્કિંગ માટે વેરિફાઈડ એપ્સ અને વેબસાઈટનો જ ઉપયોગ કરો

ઓનલાઈન નાણાકીય લેવડ દેવડ કરવા માટે હંમેશા વેરિફાઈડ અને સિક્યોર એપ્લિકેશન તેમજ વેબસાઈટનો જ ઉપયોગ કરવો હિતાવહ છે. કોઈ પણ અનઓથોરાઈઝ્ડ વેબસાઈટ કે એપ્લિકેશનનો ઉપયોગ કરવાથી તમે સહેલાઈથી ઓનલાઈન ફ્રોડનો શિકાર બની શકો છો. આ મામલે એરટેલ પેમેન્ટ બેન્ક એક વિશ્વાસપાત્ર બેન્કિંગ પ્લેટફોર્મ છે, જે તમારા દરેક ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની સિક્યોરિટીનું ધ્યાન રાખે છે. તેમાં 2 ફેક્ટર ઓથેન્ટિકેશનની સાથે એરટેલ સેફ પે જેવી થર્ડ લેયર સિક્યોરિટી પણ છે. જે ધ્યાન રાખે છે કે તમારી પરવાનગી વગર ક્યારેય તમારા અકાઉન્ટમાંથી કોઈ ટ્રાન્ઝેક્શન ન થાય.

4. માત્ર સિક્યોર ઈન્ટરનેટ કનેક્શનનો જ ઉપયોગ કરો

આપણે જ્યારે ફ્રી ઈન્ટરનેટ મળે છે, તો આપણે ઉત્સાહથી તેનો લાભ લઈએ છીએ. પરંતુ ડિજિટલ બેન્કિંગ દરમિયાન જેમ પબ્લિક કમ્પ્યુટરનો ઉપયોગ ટાળવાનો છે, તેમ ફ્રી ઈન્ટરનેટ કે પબ્લિક વાઈ ફાઈનો ઉપયોગ પણ ટાળવાનો છે. તમે જે ફ્રી ઈન્ટરનેટનો ઉપયોગ કરો છો, કે જોખમી હોઈ શકે છે. એટલે જ્યારે પણ તમારે ઓનલાઈન પેમેન્ટ કરવું છે, તો સિક્યોર ઈન્ટરનેટ કનેક્શનનો જ ઉપયોગ કરો. સાથે જ તમારા ઘરના વાઈફાઈનો પાસવર્ડ પણ સ્ટ્રોંગ સેટ કરો.

5. કોઈ પણ પ્રકારની લોભામણી જાહેરાત જોઈ ભરમાશો નહીં

તમે એવા ઘણા ઈ મેઈલ્સ, ફોન કે મેસેજ આવતા હશે, જેમાં તમને લલચામણી ઓફર આપવામાં

આવી હોય, અને તેનો લાભ લેવા તમારે તમારી બેન્કિંગ ડિટેઈલ્સ આપવાની હોય. હેકર્સ બેન્ક એમ્પ્લોઈ બનીને પણ ક્યારેક તમારી બેન્ક ડિટેઈલ્સ અથવા ઓટીપી માગે છે. એકવાર તેમને આ માહિતી મળી જાય, તો તે તમારું બેન્ક અકાઉન્ટ એક્સેસ કરી શકે છે, અને તમને જાણ પણ નહીં થાય. એટલે આવી શંકાસ્પદ લિંક કે ઓફરથી ભરમાશો નહીં. કોઈ પણ અજાણ્યા વ્યક્તિને તમારી સંવેદનશીલ બેન્ક ડિટેઈલ્સ ક્યારેય ન આપો.

6. તમારા કમ્પ્યુટરને સુરક્ષિત રાખો

આજના સમયે જ્યારે સાઈબર એટેક્સ વધી રહ્યા છે, ત્યારે તમારા પર્સનલ કમ્પ્યુટરમાં એન્ટી વાઈરસ સોફ્ટવેર હોવું જરૂરી છે. એન્ટી વાઈરસ સોફ્ટવેરને માત્ર ઈન્સ્ટોલ કરીને મૂકી ન રાખો, સમયાંતરે તેને અપડેટ કરવાનું પણ રાખો અને તેને ઓન પણ કરો. જો તમારી સિસ્ટમ પર કોઈ હેકર્સ અટેક કરે છે, તો આ એન્ટી વાઈરસ જ તમને શંકાસ્પદ ગતિવિધિઓથી બચાવી શકે છે.

7. ડેબિટ-ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે ખાસ ધ્યાન રાખો

ટ્રાવેલ બેનિફિટ કે પેકેજ ડિલિવર કે ડિસ્કાઉન્ટના નામે કાર્ડ ફ્રોડના કેસિસની સંખ્યા પણ વધી રહી

છે. જો તમારું ડેબિટ કે ક્રેડિટ કાર્ડ ખોવાઈ જાય, તો ફરિયાદ કરો અને તેને તાત્કાલિક બ્લોક કરાવો. સૌથી અગત્યની વાત એ છે કે ક્યારેય તમારા ક્રેડિટ-ડેબિટ કાર્ડની ડિટેઈલ્સ કોઈ પણ વ્યક્તિ સાથે શૅર ન કરો. આ ઉપરાંત માત્ર જેન્યુઈન POS મશીન પર જ તમારા કાર્ડનો ઉપયોગ કરો.

Best Mobiles in India

Read more about:
English summary
Online Banking Frauds Rising: Steps To Stay Safe From Such Frauds

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X