OnePlus 12ની લોન્ચ ડેટ કન્ફર્મ, જાણો બધી જ ડિટેઈલ્સ

By Gizbot Bureau
|

સ્માર્ટ ફોન માર્કેટમાં રોજેરોજ નવા ફોન મોડેલ્સ લોન્ચ થઈ રહ્યા છે. દરેક કંપની દર મહિને એક નવું મોડેલ લોન્ચ કરીને યુઝર્સને આકર્ષવા તૈયાર જ બેઠી છે. ત્યારે પ્રીમિયમ સ્માર્ટ ફોન બનાવતી કંપની વન પ્લસે પોતાની નવી સિરીઝના ફોન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ વખતે કંપની OnePlus 12 સ્માર્ટ ફોનની સિરીઝ લોન્ચ કરવા જઈ રહી છે. કંપની આ સ્માર્ટ પોનને આગામી મહિને 5 તારીખે લોન્ચ કરસે. જો કે આ ફોન પહેલા ચીનમાં લોન્ચ થશે. લોન્ચિંગ પહેલા કંપનીએ આ ફોનનું ટીઝર પણ જાહેર કર્યું છે. જેના પરથી આપણને આગામી ફ્લેગશિ ફોન વિશે ઘણી માહિતી મળી રહી છે. આ ઉપરાંત કંપનીએ ફોનને ગ્લોબલ માર્કેટમાં રજૂ કરવા માટે વનપ્લસની સત્તાવાર વેબસાઈટ પર OnePlus 12 નામનું એક આખુ પેજ પણ લોન્ચ કર્યું છે.

OnePlus 12ની લોન્ચ ડેટ કન્ફર્મ, જાણો બધી જ ડિટેઈલ્સ

OnePlus 12ની ગ્લોબલ લેવલે થશે એન્ટ્રી

કંપની OnePlus 12 સ્માર્ટ ફોનને આખા વિશ્વમાં એક સાથે લોન્ચ કરવા જઈ રહી છે. જો કે માઈક્રોસાઈટ પર હજી સુધી આ ફોનના ગ્લોબલ લોન્ચિંગ વિશે ખાસ માહિતી આપવામાં નથી આવી. પરંતુ એક ટિપસ્ટર્ના દ્વા મુજબ OnePlus 12 જાન્યુઆરી 2024 સુધીમાં ગ્લોબલ માર્કેટમાં ઉપલબ્ધ થઈ જશે. ઉલ્લેખનીય છે કે કંપનીએ OnePlus 11 હજી આ વર્ષે ફેબ્રુઆરી મહિનામા જ ગ્લોબલ માર્કેટમાં લોચ કર્યો હતો. હવે OnePlus 12 માર્બલ જેવી પેટર્ન ડિઝાઈન સાથે લોન્ચ થશે. જેમાં યુઝર્સને કેમેરા મોડ્યુલમાં એક પેરિસ્કોપ લેન્સ અને ત્રણ કેમેરા મળશે.

OnePlus 12ના સ્પેસિફિકેશન્સ

OnePlus 12માં 6.82 ઈંચની 2K ડિસ્પ્લે મળશે. આ ડિસ્પ્લે BOE X1 OLED ડિસ્પ્લે હશે. જે 120 હર્ટ્ઝના રિફ્રેશ રેટ પર કામ કરે છે. આ ફોન લેટેસ્ટ Qualcomm Snapdragon 8 gen 3 ચિપસેટથી સજ્જ હશે. કંપનીએ ચાઈનીઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વીબો પર આપેલી માહિતી મુજબ OnePlus 12માં 24 જીબીની રેમ હશે, સાથે જ 1 ટીબીનું સ્ટોરેજ મળશે.

જાણો કેમેરા ડિપાર્ટમેન્ટ વિશે

આ ફોનમાં પ્રાઈમરી કેમેરા 64 મગાપિક્સલનો હશે, જે પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ હશે. આ લેન્સથી 3 ગણું ઝૂમ કરી શકાશે. સાથે જ બીજો કેમેરા 48 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ લેન્સ હોઈ શકે છે. સેલ્ફી અને વીડિયો કોલ માટે કંપની ફ્રંટ સાઈડ 32 મેગાપિક્સલનો કેમેરા આપી રહી છે. આ ઉપરાંત આ પોનમાં 5,400 mAhની મોટી બેટરી છે. જે 100 Wના સુપરફાસ્ટ વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે, સાથે જ 50 W ના વાયરલેસ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે.

કિંમત કેટલી?

OnePlus 12 પહેલા ચીનમાં લોન્ચ થશે, તેના એક મહિના બાદ આ ફોન ગ્લોબલ માર્કેટમાં લોન્ચ થશે. હજી સુધી આ ફોનની કિંમત અંગે કોઈ અંદાજ બાંધી શકાયો નથી. પરંતુ ફીચર્સને ધ્યાનમા રાખતા આ ફોનની કિંમત મિડ રેન્જ કરતા બહાર હોઈ શકે છે.

Best Mobiles in India

English summary
OnePlus will launch OnePlus 12 in December know details

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X