વન પ્લસ ટીવી ભારતની અંદર એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ માં લોન્ચ કરવામાં આવશે

By Gizbot Bureau
|

ઘણા દિવસથી વન પ્લસ દ્વારા તેમના નવા લોન્ચ થવા જઈ રહેલા વન પ્લસ ટીવી વિશે ઘણું બધું આવી રહ્યું છે. અને કંપનીના સીઈઓ દ્વારા તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર આવીને લઈ અને ઘણી બધી વસ્તુ સાથે ટીસ કરવામાં પણ આવી રહ્યું છે. જ્યારે આ ટીવી વિશે ઘણી બધી વસ્તુઓને શેર કરવામાં આવી રહી છે ત્યારે તેની અંદર એક વાત પણ રિલીઝ થઈ ચૂકી છે કે વન પ્લસ ટીવી ને ભારતની અંદર એમેઝોન ઇન્ડિયાની વેબસાઇટ દ્વારા લોન્ચ કરવામાં આવશે જોકે તેની તારીખ હજુ સુધી નક્કી કરવામાં આવી નથી.

વન પ્લસ ટીવી ભારતની અંદર એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ માં લોન્ચ

જોકે જ્યારે હવે એ નક્કી થઈ ચૂકી છે કે આ ટીવી એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ ના ન્યુ લોન્ચ લિસ્ટીંગની અંદર આવી ગયું છે ત્યારે તેના માટે એક અલગથી માઈક્રો સાઈટ પણ બનાવવામાં આવી છે જેની અંદર એવું જાણવા મળી રહ્યું છે કે તેને આ સેલ દરમિયાન લોન્ચ કરવામાં આવી શકે છે.

જોકે એમેઝોન દ્વારા પણ હજુ સુધી તેમના ગ્રેટ ઈન્ડિન ફેસ્ટિવલ સેલ ની તારીખો જાહેર કરવામાં આવી નથી કે જે સામાન્ય રીતે ચાર થી પાંચ દિવસ ચાલે છે. જ્યારે બીજી તરફ ફ્લિપકાર્ટ દ્વારા તેમના બિગ બિલિયન ડેઝ ની તારીખ પહેલાથી જાહેર કરી દેવામાં આવી છે કે જે 29 ઓક્ટોબર છે. અને આ તારીખની આસપાસ માં જ એમેઝોન દ્વારા પણ તેમના ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ રાખવામાં આવી શકે છે.

એમેઝોનના વન પ્લસ ટીવી ના લિસ્ટિંગ દ્વારા જાણવા મળે છે કે તે 55 ઇંચની સ્ક્રીન સાઇઝ ની સાથે ફોર કે ક્યુ સોલ્યુશન સાથે આવશે. જો કે એવું માનવામાં આવી રહ્યું છે કે તેની અંદર બીજી સ્ક્રીન સાઇઝ ના વેરિએન્ટ પણ આપવામાં આવી શકે છે જેની અંદર 43 ઇંચ 65 ઇંચ અને 75 inch નો સમાવેશ થાય છે.

વનપ્લસ ટીવીએ ગૂગલના એન્ડ્રોઇડ ટીવી પ્લેટફોર્મ પર ચાલશે અને કંપની દ્વારા એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ટીવી ની અંદર એન્ડ્રોઇડ ટીવી ના ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધીના અપડેટ આપવામાં આવશે.

આ ટીવી ના સ્પેસિફિકેશન વિષય કંપનીના સીઈઓ દ્વારા ટ્વીટર પર જણાવવામાં આવ્યું હતું કે તેની અંદર 8 સ્પીકર 50 વોટના પાવર અને ડોલ્બી એટમોસ ના સપોર્ટ સાથે આપવામાં આવશે અને તેની અંદર એક ડેડીકેટેડ પિક્ચર પ્રોસેસર ગામા કલર મેજિક પ્રોસેસર પણ આપવામાં આવશે જે ખૂબ જ વાઈડર કલર ગેમટ આપશે.

Best Mobiles in India

Read more about:
English summary
OnePlus TV To Launch Around The Amazon Great Indian Festival

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X