વનપ્લસ ટીવી ના ગ્રાહકો ને હવે 3 મહિના નું ફ્રી જીઓ સાવન સબ્સ્ક્રિપશન આપવા માં આવી રહ્યું છે

By Gizbot Bureau
|

ગઈ કાલે વનપ્લસ દ્વારા ભારત ની અંદર તેમના સ્માર્ટ ટીવી માટે ફર્મવેર અપડેટ આપવા માં આવ્યું હતું. અને આ અપડેટ ની અંદર વનપ્લસ દ્વારા નવા કન્ટેન્ટ પાર્ટનર ને પણ જોડવા માં આવ્યા હતા કે જેની અંદર રિલાયન્સ જીઓ ના જીઓ સેવન નો પણ સમાવેશ કરવા માં આવ્યો હતો. અને હવે વનપ્લસ દ્વારા એવું નક્કી કરવા માં આવ્યું છે કે દરેક વનપ્લસ ટીવી યુઝર્સ ને 3 મહિના માટે જીઓ સાવન પ્રો નું સબ્સ્ક્રિપશન ફ્રી માં આપવા માં આવશે.

વનપ્લસ ટીવી ના ગ્રાહકો ને હવે 3 મહિના નું ફ્રી જીઓ સાવન સબ્સ્ક્રિપશન

વનપ્લસ ઇન્ડિયા દ્વારા વનપ્લસ ની આ જીઓ સાવન વળી આ ઓફર વિષે ટ્વીટર દ્વારા જાહેરાત કરવા માં આવી હતી. તેની અંદર જણાવવા માં આવ્યું હતું કે હવે મોટા સ્ક્રીન મ્યુઝિક ના અનુભવ ને જીઓ સેવન પ્રો દ્વારા વધુ સારો તમારા વનપ્લસ ટીવી સાથે બનાવો.

કંપની દ્વારા સ્માર્ટ ટીવી સેગ્મેન્ટ ની અંદર ગયા વર્ષે ઓક્ટોબર મહિના ની અંદર એન્ટ્રી લેવા માં આવી હતી. અને ત્યાર પછી કંપની દ્વારા તેમના બધા જ વનપલ્સ ટીવી રેન્જ ની અંદર રેગ્યુલર અપડેટ આપવા માં આવી રહ્યું છે. પરંતુ આ અપડેટ વધુ ખાસ છે કેમ કે તેની અંદર ઓક્સિજેન ઓએસ ની અંદર કન્ટેન્ટ પાર્ટનર ની અંદર વધારો કરવા માં આવ્યો છે. અને સ્ટાન્ડર્ડ એન્ડ્રોઇડ ટીવી હોવા ની સાથે સાથે વનપ્લસ ટીવી ની અંદર ઓક્સિજેન પ્લે એડ ઓન પણ આપવા માં આવે છે. તેની અંદર અલગ અલગ એપ્સ માંથી કન્ટેન્ટ ને એક જગ્યા પર લઇ આવવા માં આવે છે.

જયારે વનપ્લસ દ્વારા ભારત ની અંદર તેમના પ્રથમ ટેલિવિઝન ને લોન્ચ કરવા માં આવ્યા હતા ત્યારે તેમના ઓક્સિજેન ઓએસ ની અંદર માત્ર ત્રણ જ પાર્ટનર હતા જેની અંદર ઝી5, હનગમા પ્લે, અને ઇરોઝ નાવ નો સમાવેશ કરવા માં આવતો હતો. અને હવે આ અપડેટ ની સાથે તેની અંદર બીજા ઘણા બધા પાર્ટનર ને જોડવા માં આવ્યા છે, જેની અંદર એમએક્સ પ્લેયર, વુટ, શેમારુંમી, અલ્ટ બાલાજી, જીઓ સાવન અને સપોટીફાય નો સમાવેશ કરવા માં આવ્યો છે.

ગયા મહિને કંપની દ્વારા એક અપડેટ આપવા માં આવ્યું હતું જેની અંદર નેટફ્લિક્સ એપ માટે સપોર્ટ આપવા માં આવ્યો હતો. અને આ અપડેટ ની અંદર બીજી પણ ઘણી બહી વસ્તુઓ નો સમાવેશ કરવા માં આવ્યો છે જેની અંદર ઓપ્ટિમાઇઝડ વોલ્યુમ એડજસ્ટમેન્ટ, ઇનપુટ સોર્સ સેટિંગ્સ ફીચર, અને સાથે સાથે પીક્યુ પિંકીશ વિડિઓ ને પણ ફિક્સ કરવા માં આવ્યું છે. અને બીજા પણ ઘણા બધા સુધારા આ લેટેસ્ટ અપડેટ ની અંદર આપવા માં આવ્યા હતા. અને સૌથી વધુ મોટો બદલાવ એ હતો કે, રિમોટ પર પ્રાઈમ બટન નો ઉપીયોગ કરી શકવો પાવર ઓન અને ઓફ કરવા માટે.

Best Mobiles in India

Read more about:
English summary
OnePlus TV Offers Free Jio Saavn Subscription For Three Months

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X