OnePlus TV 55 Y1S Pro ભારતમાં લોન્ચ, જાણો કિંમત

|

OnePlus કંપનીએ પોતાના બજેટ સ્માર્ટ ટીવી પોર્ટફોલિયોમાં એક નવું મોડેલ લોન્ચ કર્યું છે. આ OnePlus TV 55 Y1S Pro OnePlus TV Y1S Pro સિરીઝનું લેટેસ્ટ મોડેલ છે. આ પહેલા આ સિરીઝમાં કંપની OnePlus TV 43 Y1S Pro અને OnePlus TV 50 Y1S Pro મોડેલ્સ લોન્ચ કરી ચૂકી છે. આ લેટેસ્ટ મોડેલની સ્ક્રીન સાઈઝ 55 ઈંચની છે. 55 ઈંચના આ ટીવીની કિંમત કંપનીએ માત્ર 40,000 રૂપિયા રાખી છે. જેમાં 4કે ડિસ્પ્લે પેનલસની સાથે વ્યૂઈંગ એક્સપિરીયન્સને વધુ શાનદાર બનાવવા માટે કેટલાક સ્માર્ટ ફીચર્સ ઉમેદવારમાં આવ્યા છે.

OnePlus TV 55 Y1S Pro ભારતમાં લોન્ચ, જાણો કિંમત

આટલી છે કિંમત

OnePlus TV 55 Y1S Proની કિંમત કંપનીએ ભારતીય માર્કેટમાં 39,999 રૂપિયા રાખી છે. આ ટીવી તમે Oneplus.in, Amazon.in અને Flipkart સહિતની બધી જ ઓફિશિયલ રિટેઈલ ચેનલ્સ દ્વારા ખરીદી શકો છો. જો કે આ ટીવી હજી વેચાણ માટે 13 ડિસેમ્બરના બપોરે 12 વાગ્યાથી મૂકવામાં આવશે.

બેન્ક ઓફરથી મળશે ડિસ્કાઉન્ટ

OnePlus TV 55 Y1S Pro વેચાણમાં મૂકવામાં આવે તે પહેલા કંપનીએ આ ટીવીની ખરીદી પર મળતી ઓફર્સની માહિતી પણ જાહેર કરી છે. જો તમે ICICI બેન્કના ક્રેડિટ કાર્ડ દ્વારા આ ટીવી ખરીદશો, તો તમને 3000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે, જે બાદ 55 ઈંચનું આ 4કે ટીવી તમને માત્ર 36,999 રૂપિયામાં પડશે. જો કે આ ઓફર માત્ર 25 ડિસેમ્બર સુધી જ છે. 25 ડિસેમ્બર બાદ તમારે આ ટીવી માટે પૂરી 39,999 રૂપિયા ચૂકવવા પડશે.

OnePlus TV 55 Y1S Proના ફીચર્સ

સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો OnePlus TV 55 Y1S Proમાં આપ સૌ જાણો છો તેમ 55 ઈંચની ડિસ્પ્લે છે. આ ડિસ્પ્લેમાં 4K UHD પેનલ આપવામાં આવી છે. ટીવીની ફ્રેમની કિનારો પર બેઝલ લેસ ડિઝાઈન આપવામાં આવી છે. સાથે જ આ ટીવીમાં Gamma Engine પણ છે. દર્શકો વધારે સારી રીતે વિઝ્યુઅલ્સ માણી શકે એ માટે આ ડિસ્પ્લેમાં HDR10+, HDR10 અને HFL કમ્પેટિબ્લિટી મળે છે. સાથે જ આ ટીવી એન્ડ્રોઈડ ટીવી 10.0 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ ટીવીમાં OnePlus Connect 2.0 એપની સાથે Kids Mode ફીચર પણ આપવામાં આવ્યું છે.

તમે OnePlus TV 55 Y1S Pro ટીવીને OnePlus Buds સાથે પણ કનેક્ટ કરી શકો છો. સૌથી સારી વાત એ છે જેવા તમે આ ઈયરબડ્ઝ કાનમાંથી કાઢશો કે ટીવી પરના વિઝ્યુઅલ્સ ઓટોમેટિક પોઝ થઈ જશે. આ ઉપરાંત ટીવીમાં OnePlus Connect Software (2.0) આપવામાં આવ્યું છએ, જેના દ્વારા તમે પોતાના સ્માર્ટફોનનો રિમોટની જેમ ઉપયોગ કરી શક્શો.

OnePlus TV 55 Y1S Pro ટીવીમાં સાઉન્ડ ક્વોલિટી માટે ડોલ્બી ઓડિયો સપોર્ટ આપવામાં આવ્યો છે. ટીવીમાં 24 વોલ્ટના સ્પીકર્સને કારણે ઓડિયો ક્વોલિટી વધારે સારી છે. આ સ્પીકર્સ ફૂલ રેન્જ ઓડિયો ક્વોલિટી આપે છે. OnePlus TV 55 Y1S Pro એન્ડ્રોઈડ ટીવી બેઝ્ડ OxygenPlay 2.0 પર કામ કરે છે.

Best Mobiles in India

Read more about:
English summary
OnePlus TV 55 Y1S Pro Launched in India, Know Price and Features

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X