Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
OnePlus Nord 3, iQooo Neo 7 Pro સહિત આ ફોન્સ આ વીકમાં થશે લોન્ચ
જો તમે નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો જુલાઈ મહિનાનું પહેલું વીક તમારા માટે ખાસ બનવાનું છે. જુલાઈના પહેલા વીકમાં ઘણી મોટી બ્રાન્ડ્ઝ પોતાના સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. આ લિસ્ટમાં OnePlus, iQoo, Realme, Samsung, Honor જેવી સ્માર્ટફોન કંપનીઝ સામેલ છે. તો ચાલો જાણી લઈએ કે આ અઠવાડિયે કયા કયા સ્માર્ટફોન લોન્ચ થઈ રહ્યા છે, તેમના ફીચર્સ, સ્પેસિફિકેશન્સ અને કિંમત શું છે.

OnePlus Nord 3
સૌથી પહેલા વાત કરીએ OnePlus Nord 3, Nord 3 CE 5Gની જે 5 જુલાઈના રોજ લોન્ચ થવાનો છે. Nord 3માં યુઝર્સને 6.74 ઈંચની AMOLED ડિસ્પ્લે, 120 Hz રિફ્રેશ રેટ, કલર વેરિયંટ્સ, એલર્ટ સ્લાઈડર જેવા ફીચર્સ મળશે. આ ફીચર્સ કંપની પહેલા જ કન્ફર્મ કરી ચૂકી છે. તો ફોટોગ્રાફી માટે આ ફોનમાં સોનીનો IMX890 સેન્સર મળશે. સાથે જ સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફ્રંટ સાઈડ 16 મેગાપિક્સલનો કેમેરા મળી શકે છે. બેટરીની વાત કરીએ તો આ ફોનમાં કંપની 5000 mAhની બેટરી આપી રહી છે, જે 80W Super VOOC ચાર્જિંગથી ચાર્જ થશે.
OnePlus Nord 3 CE 5G
જ્યારે OnePlus Nord CE 3 5Gમાં યુઝર્સને 6.7 ઈંચની સુપર અમોલ્ડ ડિસ્પ્લે મળી શકે છે, જે 120 Hzના રિફ્રેશ રેટ અને 950 નીટ્સની બ્રાઈટનેસ ધરાવતી હશે. આ ફોનમાં સ્નેપડ્રેગન 782 ચિપસેટ મળશે, જેમાં 12 જીબી સુધીની LPDDR4X ફિઝિકલ રેમ અને 16 જીબી સુધીની વર્ચ્યુઅલ રેમનો સપોર્ટ મળશે.
iQoo Neo 7 Pro
આ સ્માર્ટફોન 4 જુલાઈના રોજ ભારતમાં લોન્ચ થઈ રહ્યો છે. લોન્ચ પહેલા આ ફોનના સ્પેસિફિકેશન્સ અંગે ખુલાસો થયો છે. અત્યાર સુધી સામે આવેલા રિપોર્ટ્સ મુજબ આ હેન્ડસેટ Snapdragon 8 Plus Gen 1 ચિપસેટ પર બેઝ્ડ હશે. સાથે જ તેમાં 50 મેગાપિક્સલનો રિયર પ્રાઈમરી કેમેરા મળી શકે છે. Qoo Neo 7 Pro 5000 mAhની બેટરી હોઈ શકે છે. આ સ્માર્ટપોનમાં 12 જીબી સુધીની રેમ હોવાની પણ શક્યતા છે. કંપની આ ફોનને 33,999 રૂપિયામાં લોન્ચ કરે તેવી શક્યતા છે.
Realme Narzo 60
Realme Narzo 60 સિરીઝ 6 જુલાઈએ લોન્ચ થવાની છે. આ સિરીઝ અંતર્ગત કંપની Realme Narzo 60
અને Realme Narzo 60 Pro એમ બે ફોન લોન્ચ કરશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ સિરીઝ Realme 11 Proની જ રિબ્રાન્ડેડ વર્ઝન છે. આ સિરીઝની કિંમત 17,999 રૂપિયાથી શરૂ થઈ શકે છે.
Honor X50
Honor X50 આ ફોન 5 જુલાઈના રોજ ચીનમાં લોન્ચ થવાનો છે. આ અપકમિંગ હેન્ડસેટ ક્વાલકોમ સ્નેપડ્રેગન 6 જેન 1 SoC સાથે લોન્ચ થશે. જેને પાવર આપવા માટે ફોનમાં 5,800 mAhની બેટરી હોઈ શકે છે. આ ફોનમાં 35 W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ મળશે. આ ફોન 1.5K કર્વ્ડ ડિસ્પ્લે સાથે લોન્ચ થઈ શકે છે. જમાં ફોટોગ્રાફી માટે યુઝર્સને 100 MPનો પ્રાઈમરી કેમેરા મળી શકે છે.
હવે વાત કરીએ Red Magic 8S Proની, જે 5 જુલાઈના રોજ ચીનમાં લોન્ચ થવાનો છે. ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 પ્લસ જેન 2 ચિપ જોવા મળી શકે છે. આ ફોનને લઈને દાવો કરાઈ રહ્યો છે કે આ ફોન 24 જીબી રેમ સાથેનો દુનિયાનો પહેલો સ્માર્ટફોન હોઈ શકે છે. જેમાં 6000 mAhની બેટરી હશે. આ ઉપરાંત આ ફોન 165 W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications