Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
OnePlus આગામી વર્ષે લોન્ચ કરશે ટેબ્લેટ, આટલી હશે કિંમત
સ્માર્ટફોન માર્કેટમાં પોતાનું સ્થાન જમાવી લીધા બાદ હવે OnePlus ટૂંક સમયમાં જ પોતાનું પહેલું એન્ડ્રોઈડ ટેબ્લેટ લોન્ચ કરવા જઈ રહી છે. અત્યાર સુધી સામે આવેલી માહિતી મુજબ કંપની આગામી વર્ષે પોતાનું પહેલું એન્ડ્રોઈડ ટેબ્લેટ લોન્ચ કરી શકે છે. સાથે OnePlus પોતાના અપકમિંગ સ્માર્ટફોન OnePlus 11 સિરીઝ પર પણ કામ કરી રહી છે. આ લાઈનઅપમાં OnePlus 11 અને OnePlus 11 Pro એવા બે સ્માર્ટફોન મળી શકે છે.

2023માં લોન્ચ થઈ શકે છે OnePlus ટેબ્લેટ
ટિપસ્ટર મેક્સ જંબોરે કરેલા ખુલાસા પ્રમાણે OnePlus પોતાના પહેલા એન્ડ્રોઈડ ટેબ્લેટ પર કામ કરી રહ્યું છે. જે 2023માં લોન્ચ થઈ શકે છે. જો કે, OnePlusના ટેબ્લેટ અંગે ચર્ચા પહેલીવાર શરૂ નથી થઈ. આ પહેલા પણ કંપની ટેબ્લેટ લોન્ચ કરી રહી છે, તેવા સમાચાર ચર્ચાઈ ચૂક્યા છે.
OnePlus Pad ક્યારે થશે લોન્ચ?
તાજેતરમાં જ આવેલા રિપોર્ટ મુજબ OnePlusનું ટેબ્લેટ આગામી વર્ષે લોન્ચ થઈ શકે છે. જો કે, આ મામલે હજી સુધી કંપની તરફથી કોઈ ટાઈમલાઈન જાહેર કરવામં નથી આવી, અને ન તો કંપનીએ ટેબ્લેટ વિશે કોઈ માહિતી શૅર કરી છે. જો કે હાલ જે માહિતી સામે આવી રહી છે તે મુજબ કંપની પોતાનું પહેલું ટેબ્લેટ 2023માં લોન્ચ કરી શકે છે.
આટલી હોઈ શકે છે ટેબ્લેટની કિંમત
નિષ્ણાતોનું માનવું છે કે કંપની પોતાના આ ટેબ્લેટ દ્વારા તાજેતરમાં જ લોન્ચ થયેલા Redmi Pad, Xiaomi Pad અને માર્કેટમાં હાલ ઉપલબ્ધ બજેટ એન્ડ્રોઈડ ટેબ્લેટને ટાર્ગેટ કરી રહી છે. જો મીડિયા રિપોર્ટ્સને સાચા માનીએ તો OnePlusના ટેબ્લેટની કિંમત 20,000 કરતા ઓછી હોઈ શકે છે.
કંપનીએ ભલે સત્તાવાર રીતે પોતાના પહેલા ટેબ્લેટના કોઈ સ્પેસિફિકેશન્સ જાહેર નથી કર્યા, પરંતુ લીક્સ દ્વારા કેટલાક સ્પેસિફિકેશન્સ વિશે માહિતી સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે ટેબ્લેટ 12.4ની ફૂલ એચડી પ્લસ ઓલેડ ડિસ્પ્લે ધરાવતું હશે અને તેની ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઈડ 12 આઉટઓફ ધી બોક્સ હોઈ શકે છે.
OnePlus ટેબ્લેટનો કેમેરા અને બેટરી
OnePlusનું આ ટેબ્લેટ ઓક્ટા-કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 865 ચીપસેટ અને 6 જીબી રેમ સાથે આવશે. જેમાં 45 વોલ્ટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરતી 10,090 mAhની બેટરી મળશે. કહેવાઈ રહ્યું છે કે આ ટેબ્લેટમાં 13 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને 5 મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરા એમ ડ્યુઅલ કેમેરા સિસ્ટમ હશે. જ્યારે સામેની બાજુ સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 8 મેગાપિક્સલ કેમેરા મળી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications