Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ભારતમાં નહીં મળે OnePlus અને Realmeના ટીવી, આ છે કારણ
OnePlus અને Realmeના સ્માર્ટ ટીવી હવે ભારતીય માર્કેટમાં મળવાના નથી. એટલે કે ટૂંક સમયમાં જ આ બંને ટેક કંપનીઓ ભારતમાં સ્માર્ટ ટીવીનું પ્રોડક્શન અને વેચાણ બંધ કરવા જઈ રહી છે. એક તરફ ભારતીય માર્કેટમાં સ્માર્ટ ટીવીનું ચલણ અને માગ વધી રહી છે, ત્યારે બીજી તરફ આ ટોચની બે કંપનીઓ તરફથી ચોંકાવનારી માહિતી સામે આવી છે. પરંતુ સવાલ એ છે કે શા માટે ટીવીની વધતી માંગ વચ્ચે પણ OnePlus અને Realme એ ભારતીય માર્કેટમાં સ્માર્ટ ટીવી નહીં વેચવાનો નિર્ણય કર્યો છે?

ટૂંક સમયમાં જ બંધ થશે સ્માર્ટ ટીવીનું વેચાણ
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ પોતાના અહેવાલમાં ટેક ઈન્ડસ્ટ્રીના સૂત્રોના હવાલાથી આપેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે OnePlus અને Realmeએ જાતે જ સ્માર્ટ ટીવી કેટેગરીમાંથી હટી જવાનો નિર્ણય લીધો છે. બંને કંપનીઓ છેલ્લા કેટલાક વર્ષોથી ટેલિવિઝન સેગમેન્ટમાં પોતાની પકડ મજબૂત બનાવવા માટે સેલ ચેનલ અને બ્રાન્ડની ઓળખ બનાવવા ઘણા પ્રયાસ કરી ચૂકી છે. આ દરમિયાન બંને કંપનીના સ્માર્ટ ટીવીના વેચાણમાં નોંધપાત્ર વધારો પણ જોવા મળ્યો છે.
પરંતુ મનાઈ રહ્યું છે કે ચીની કંપનીઓ કોમ્પિટિશનમાં આગળ વધવા માટે સસ્તા સ્માર્ટ ટીવી લોન્ચ કરતી રહે છે. જેને કારણે તેમને ખૂબ જ નુક્સાન થાય છે. આ જ નુક્સાનથી બચવા માટે OnePlus અને Realmeએ ટેલિવિઝન માર્કેટમાંથી હટવાનો નિર્ણય કર્યો છે. પરંતુ, હજી સુધી બંનેમાંથી એક પણ કંપનીએ આ અંગે સત્તાવાર જાહેરાત નથી કરી.
સ્માર્ટફોન પર ફોકસ કરશે ટેક કંપનીઓ
અત્યાર સુધી મળતી માહિતી પ્રમાણે OnePlus અને Realme બંને કંપનીઓ હવે માત્ર સ્માર્ટફોન કેટેગરી પર ફોકસ કરવા ઈચ્છી રહી છે. આ બંને કંપનીઓ ભારતમાં સ્માર્ટ ફોનનું નિર્માણ કરવાનું ચાલુ રાખશે. તમને એ પણ જણાવી દઈએ કે વન પ્લસે 2019માં પોતાનું સૌથી પહેલું સ્માર્ટ ટીવી ભારતમાં લોન્ચ કર્યું હતું. જે બાદ રિયલમીએ તેના પછીના જ વર્ષે એટલે કે 2020માં પોતાનું પહેલું સ્માર્ટ ટીવી માર્કેટમાં ઉતાર્યું હતું. છેલ્લા 3-4 વર્ષમાં બંને બ્રાંડના ટીવીના વેચાણમાં વધારો જોવા મળ્યો છે. પરંતુ આ વધારો એટલો મોટો નથી કે ટેલિવિઝન ક્ષેત્રે આ બંન કંપનીઓ પોતાની ઓળખ બનાવી શકે. હજીય ટેલિવિઝન સેગમેન્ટમાં સેમસંગ, એલજી જેવી માંધા કંપનીઓની બોલબાલા છે.
તાજેતરમાં જ આવેલા કાઉન્ટર પોઈન્ટના રિપોર્ટ મુજબ વન પ્લસ ભારતની ચોથી સૌથી મોટી ટીવી બ્રાંડ છે, જેનો માર્કેટ શૅર 8 ટકા છે.
તાજેતરમાં જ લોન્ચ કર્યું છે ટેબલેટ
વન પ્લસ હવે ટીવી છોડીને બાકીની ટેક પ્રોડક્ટ્સ પર ફોકસ કરશે. કંપનીએ હજી ઓક્ટોબર મહિનામાં જ OnePlus PAD Go ટેબલેટ ભારતમાં લોન્ચ કર્યું છે. આ ટેબની કિંમત 19,999 રૂપિયાથી શરૂ થાય છે. જે 11 ઈંચની ડિસ્પ્લે ધરાવે છે. આ ટેબની ડિસ્પ્લે 144 Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. જેમાં ડૉલ્બી એટમોસ ધરાવતા સ્પીકર્સ છે, અને Helio G99 ઓક્ટા કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ટેબલેટ 256 જીબી સ્ટોરેજ ધરાવે છે.
આ ટેબલેટમાં 8 મેગાપિક્સલનો રિયર વ્યુ કેમેરા આપવામાં આવ્યો છે, સાથે જ તે 8000 mAhની બેટરીથી સજ્જ છે. આ બેટરી 33 Wનું ફાસ્ટ ચાર્જિંગ ધરાવે છે. કનેક્ટિવિટી માટે તેમાં વાઈ ફાઈ, જીપીએસ, બ્લૂટૂથ અને યુએસબી ટાઈપ સી પોર્ટ જેવા ફીચર આપવામાં આવ્યા છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications