OnePlus Pad Go આ તારીખે ભારતમાં થશે લોન્ચ, જાણો ફીચર્સ, સ્પેસિફિકેશન્સ

By Gizbot Bureau
|

OnePlus ભારતમાં અફોર્ડેબલ પ્રાઈઝમાં OnePlus Pad Go નામનું ટેબલેટ રજૂ કરવાની તૈયારીમાં છે. અત્યાર સુધી સામે આવેલી માહિતી મુજબ OnePlus ટૂંક સમયમાં જ પોતાનું OnePlus Pad Go ભારતમાં લોન્ચ કરી શકે છે. હાલ ઈ કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર OnePlus Pad Goની માઈક્રોસાઈટ લોન્ચ થઈ ચૂકી છે. જેમાં આ અપકમિંગ ટેબ્લેટના સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ દર્શાવવામાં આવ્યા છે.

OnePlus Pad Go આ તારીખે ભારતમાં થશે લોન્ચ, જાણો ફીચર્સ, સ્પેસિફિકેશન્સ

OnePlus Pad Goની ભારતમાં લોન્ચ ડેટ

OnePlus Pad Goની ફ્લિપકાર્ટ પરની માઈક્રોસાઈટ પરથી કહી શકાય છે કે આ ટેબલેટ ફ્લિપકાર્ટ પરથી જ ખરીદી શકાશે. સાથે જ કંપનીએ સત્તાવાર રીતે 6 ઓક્ટોબર 2023ના રોજ આ ટેબ્લેટ લોન્ચ કરવાની પણ જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી કંપની માત્ર OnePlus Pad Goના જુદા જુદા ટીઝર જાહેર કરી ચૂકી છે. આ પહેલા કંપનીએ ભારતમાં આ ટેબ્લેટ 2024ની શરૂઆતમાં લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ હવે આ વર્ષે જ કંપની આ ટેબલેટ લોન્ચ કરી રહી છે.

OnePlus Pad Goની આકર્ષક ડિઝાઈન

OnePlus Pad Goની માઈક્રોસાઈટ પરથી ખ્યાલ આવે છે કે આ ટેબ્લેટ ગ્રીન કલરમાં લોન્ચ થશે. આ ટેબ્લેડના ડિઝાઈન રેન્ડરમાં સ્ક્રીનની ચારે બાજુ નોંધપાત્ર બેઝલ્સ દેખાઈ રહ્યા છે. OnePlus Pad Goની રિયર પેનલમાં બે જુદા જુદા કલરનો અપીયિરન્સ અને સર્કલ કેમેરા મોડ્યુલ મળશે. આ ટેબ્લેટમાં એક રિયર કેમેરા અને ચાર સ્પીકર હશે. જો કે કંપની આ ટેબ્લેટમાં ફ્લેશ નથી આપી રહી.

OnePlus Pad Goના સ્પેસિફિકેશન્સ

એક અન્ય રિપોર્ટ મુજબ વનપ્લસના સીઈઓ કિન્ડર લિયુએ તાજેતરમાં જ OnePlus Pad Go ટેબલેટ વિશે વાત કરતા કહ્યું હતું કે કંપની OnePlus Pad Go ટેબલેટમાં 2.4 K રિઝોલ્યુશન ધરાવતી સ્ક્રીન આપશે. લિયુએ એમ પણ ઉમેર્યું હતું કે આ ટેબલેટ એન્ડ્રોઈડ 13 પર આધારિત ઓક્સિજન ઓએસ 13 પર કામ કરશે. પરંતુ કંપનીનું આયોજન આગામી સમયમાં આ ટેબલેટને એન્ડ્રોઈડ 14 પર અપડેટ કરવાનું છે.

OnePlusનો ઈરાદો આ ટેબલેટમાં કન્ટેન્ટ સિંક નામનું ફીચર આપવાનો છે, જેનો ઉપયોગ કરીને યુઝર કોઈ પણ વન પ્લસ ડિવાઈસને એકબીજા સાથે કનેક્ટ કરીને ફાઈલ્સની આપ લે કરી શક્શે. એટલે કે જો તમારી પાસે એક કરતા વધારે વનપ્લસ ડિવાઈસ છે, જો તમે તેને કનેક્ટ કરીને ફાઈલને એક ડિવાઈસમાંથી બીજા ડિવાઈસમાં સરળતાથી લઈ શક્શો.

આ ઉપરાંત જો યુઝર પાસે OnePlus સ્માર્ટફોન છે, તો વાઈફાઈ કનેક્શનનો ઉપયોગ કર્યા વિના જ યુઝર્સ ટેબલેટમાં પોતાની સ્ક્રીન શ2ર કરી શક્શે. કંપની એક એવા ફીચર પર પણ કામ કરી રહી છે, જેના દ્વારા યુઝર્સ OnePlus ફોનના કોલ OnePlus Pad Go ટેબલેટ પરથી રિસીવ કરી શક્શે.

આ સિવાય હજી કંપનીએ સત્તાવાર રીતે OnePlus Pad Goના ફીચર્સ અને સ્પેસિફિકેશન અંગે કોઈ ખુલાસો નથી કર્યો. પરંતુ અત્યાર સુધી જે પ્રકારના રિપોર્ટ આવી રહ્યા છે, તે મુજબ આ ટેબલેટ બજેટ રેન્જમાં અફોર્ડેબલ કિંમતમાં લોન્ચ થશે. તેના બે વર્ઝન હશે, જેમાં એક માત્ર વાઈફાઈ અને બીજું વાઈ ફાઈ તેમજ સેલ્યુલર કનેક્ટિવિટી ઓપ્શન સાથે હશે.

Best Mobiles in India

English summary
OnePlus Pad Go launch date in India know features and specifications

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X