Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
OnePlus Openની લોન્ચ ડેટ અને કિંમત જાહેર, આ દિવસે થશે એન્ટ્રી
સ્માર્ટફોન બ્રાડ વન પ્લસ ટૂંક સમયમાં જ પોતાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. આ સ્માર્ટફોનનું ટીઝર પણ કંપનીએ લોન્ચ કર્યું છે. જેના પરથી અપકમિંગ ફોલ્ડેબલ સ્માર્ટફોનની ડિઝાઈન, ફીચર્સ સહિત કિંમત અંગે પણ ખુલાસો થઈ ચૂક્યો છે. પરંતુ હવે વનપ્લસના આ પહેલા ફોલ્ડેબલ સ્માર્ટફોનને લઈને નવી માહિતી સામે આવી છે. આ નવી માહિતીમાં વનપ્લસના ફોલ્ડેબલ સ્માર્ટફોનની લોન્ચ ડેટનો ખુલાસો થયો છે. તો ચાલો આ આર્ટિકલમાં જાણીએ કે વન પ્લસના આ પહેલા ફોલ્ડેબલ સ્માર્ટફોનની ખાસિયતથી લઈને કિંમત સુધીની માહિતી જાણી લઈએ.

OnePlus Openની લોન્ચ ડેટ અને કિંમત
ટેક વર્લ્ડના જાણીતા ટિપસ્ટર મેક્સ જમ્બોરના કહેવા પ્રમાણે કંપની પોતાના આ પહેલા ફોલ્ડેબલ સ્માર્ટફોન OnePlus Openને આગામી મહિને 19 ઓક્ટોબરના રોજ લોન્ચ કરશે. આ ફોન આ તારીખે ભારતીય માર્કેટમાં પણ લોન્ચ થશે. આ ઉપરાંત ટિપસ્ટર આ ફોનની સંભવિત કિંમતનો પણ ખુલાસો કર્યો છે. જે મુજબ કંપની આ ફોનની કિંમત 1.2 લાખથી લઈને 1.5 લાખની વચ્ચે રાખી શકે છે. OnePlus Open એટલે કે વનપ્લસના આ ફોલ્ડેબલ સ્માર્ટફોનની હરિફાઈ માર્કેટમાં પહેલાથી રહેલા સેમસંગના ફોલ્ડેબલ સ્માર્ટફોન સાથે થશે.
OnePlus Openના સ્પેસિફિકેશન્સ
OnePlus Openની સૌથી મોટી ખાસિયત એ છે કે આ ફોન ફોલ્ડેબલ સ્માર્ટફોન હશે. જે ખુલવા પર 7.8 ઈંચની 2K AMOLED અને 6.3 ઈંચની AMOLED કવર ડિસ્પ્લે મળશે. આ ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 120 Hz હોઈ શકે છે. આ ફોનમા કંપની Snapdragon 8 Gen 2 પ્રોસેસર આપી શકે છે. OnePlus Openમાં એન્ડ્રોઈડ 14 ઓપરેટિંગ સિસ્ટમ મળશે. કેમેરા ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો 48 મેગાપિક્સલ પ્રાઈમરી કેમેરા, 48 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ અને 64 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ મળશે. સાથે જ વીડિયો કોલિંગ અને સેલ્ફી માટે ફ્રંટમાં 32 મેગાપિક્સલ અને 20 મેગાપિક્સલનો કેમેરા મળશે. આ ડિવાઈસમાં પાવર માટે કંપની 4800 mAhની બેટરી આપી શકે છે, જે 100 Wના ફાસ્ટ ચાર્જિંગન સપોર્ટ કરશે.
OnePlus Pad Goની પણ ટૂંક સમયમાં થશે એટ્રી
OnePlus Open સ્માર્ટફોનની સાથે સાથે કંપની નવું ટેબલેટ પણ લોન્ચ કરવા જઈ રહી છે. OnePlus Pad Go 6 ઓક્ટોબરના રોજ ભારતમાં લોન્ચ થશે. OnePlus Pad Goમાં 11.35 ઈંચની એલસીડી ડિસ્પ્લે મળશે. જેમાં 2.4 K રિઝોલ્યુશન ધરાવતી સ્ક્રીન પર યુઝર્સ કામ કરી શક્શે. આ સ્ક્રીનનો એસ્પેક્ટ રેશિયો 7:5 હશે. ટિપ્સ્ટર મુકુલના કહેવા પ્રમાણે કંપની આટેબમાં મીડિયાટેક પ્રોસેસર સામેલ કરશે. જેમાં 4G LTE ક્નેક્ટિવિટી સપોર્ટ પણ મળવાનો છે. ઓડિયો માટે કંપની આ ટેબલેટમાં Dolby Atmos પાવર્ડ ક્વાડ સ્પીકરનો સેટઅપ આપી શકે છે. તમને જમાવી દીએ કે OnePlus Padની સરખામણીએ આ અપગ્રેડેડ ટેબ્લેટમાં વધુ મોટી સ્ક્રીન મળશે. આ ઉપરાંત OnePlus Pad Go ટેબલેટમાં 8જીબી રેમ અને 256 જીબી ઈનબિલ્ટ સ્ટોરેજ મળી શકે છે. યુઝર્સ માઈક્રોએસડી કાર્ડની મદદથી આ સ્ટોરેજને વધારી પણ શકે છે. આ ટેબલેટ એન્ડ્રોઈડ 13 પર આધારિત Color OS 13.2 પર કામ કરશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications