Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
OnePlus 9 5G પર મળી રહ્યું છે 14,000 સુધીનું ડિસ્કાઉન્ટ
OnePlus આ નામ સાંભળતા જ એકવાર તો તમને પણ આ કંપનીના સ્માર્ટપોન ખરીદવાની ઈચ્છા થઈ જશે. પરંતુ આ પ્રીમિયમ કંપનીના સ્માર્ટફોનની કિંમત જોતા જ ખિસ્સાનો ભાર હળવો થઈ જવાનો ડર લાગે છે. પરંતુ OnePlusના સ્માર્ટફોન ખરીદવા ઈચ્છતા યુઝર્સ માટે સારા સમાચાર આવ્યા છે. જો તમારે પણ OnePlus નો સ્માર્ટફોન ખરીદવો છે, તો હાલ તમારા માટે સારી તક છે. હાલ કંપની પોતાના સ્માર્ટફો પર જબરજસ્ત ડિસ્કાઉન્ટ આપી રહી છે. ગત સપ્તાહે કંપનીએ ભારતમાં OnePlus Nord CE 3 lite લોન્ચ કર્યો છે, જે બાદ તેની કિંમતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ સ્થિતિ જોતા કંપનીએ OnePlus 9 5G ખરીદવા ઈચ્છતા ગ્રાહકોને જબરજસ્ત 12,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ ઓફર કર્યું છે.

OnePlus 9 5Gની કિંમત
OnePlus 9 5Gની સત્તાવાર માર્કેટ પ્રાઈઝ તો 54,999 રૂપિયા છે. પરંતુ આ સ્માર્ટફોન પર કંપની 22 ટકાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. જે બાદ ફોનની કિંમત 12,000 રૂપિયા ઘટીને માત્ર 42,999 રૂપિયા થઈ ગઈ છે.
બેન્ક ઓફરનો પણ મળી શકે છે લાભ
આ મસમોટા ડિસ્કાઉન્ટનો લાભ લીધા બાદ પણ OnePlus 9 5Gની કિંમત ઘટી શકે છે. જો તમારી પાસે મોબિક્વિકનું વોલેટ છે તો તમને આ સ્માર્ટફોન પર બીજું 2,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. એટલે કે તમને કુલ 14,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. મોબિક્વિક વોલેટના ડિસ્કાઉન્ટ બાદ OnePlus 9 5G સ્માર્ટફોનની કિંમત ઘટીને 40,000 રૂપિયા થઈ જાય છે. આ ઉપરાંત OnePlus 9 5G ખરીદનાર ગ્રાહકોને કંપની તરફથી છ મહિનાનું ફ્રી સ્પોટિફાઈ એક્સેસ પણ મળી રહ્યું છે.
OnePlus 9 5Gના ફીચર્સ
OnePlus 9 5G ઘણી બીધી રીતે ખાસ છે. આ સ્માર્ટફોનમાં કંપનીએ 6.55 ઈંચની ફૂલ એચડી ડિસ્પ્લે આપી છે તે Ultra HD (4K) રિઝોલ્યુશનને સપોર્ટ કરે છે, જેનો રિફ્રેશ રેટ 120Hz હર્ટ્ઝ છે. આ ઉપરાંત આ સ્માર્ટફોનમાં કંપની ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપી રહી છે. જેમાં પ્રાઈમરી કેમેરા 48 મેગાપિક્સલનો છે જે EISને સપોર્ટ કરે છે. આ ઉપરાંત 50 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ મેરા અને 2 મેગાપિક્સલનો મોનોક્રોમ કેમેરા પણ મળી રહ્યો છે. આ સ્માર્ટફોનમાં સેલ્ફી લવર્સનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ફ્રંટ સાઈડ કંપનીએ 16 મેગાપિક્સલનો કેમેરા આપ્યો છે, જે પણ EISને સપોર્ટ કરે છે.
કંપનીએ OnePlus 9 5G 4,500 mAhની બેટરી આપી છે, જે 65 Wના રેપિડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. એટલે માત્ર ગણતરીની મિનિટોમાં તમારો સ્માર્ટફોન ફૂલ ચાર્જ થઈ જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications