Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
OnePlus Nord CE4 Lite 5G ભારતમાં આ તારીખે થશે લોન્ચ, જાણો ડિટેઈલ્સ
OnePlus Nord CE4 Lite 5G સ્માર્ટફોનની ભારતમાં લોન્ચ ડેટ કન્ફર્મ થઈ ચૂકી છે. કંપનીનો આ અપકમિંગ સ્માર્ટફોન એક નવો બજેટ રેન્જ ફોન હશે. નામ પરથી જ સમજી શકાય છે કે આ ફોન OnePlus Nord CE4 Lite 5Gનું અપગ્રેડેડ વર્ઝન હશે. કંપનીએ પોતાની સાઈટ પર આ ફોનનો ફર્સ્ટ લૂક પણ જાહેર કરી દીધો છે. આ પહેલા કંપનીએ જાહેરાત કરી હતી કે તેઓ 18 જૂને સાંજે 7 વાગે આ ફોન લોન્ચ કરશે. પરંતુ હવે કંપનીએ જાહેરાત કરી છે કે OnePlus Nord CE4 Lite 5G ટૂંક સમયમાં જ ભારતમાં લોન્ચ થવાનો છે. કઈ છે તેની તારીખ ચાલો જાણીએ.

OnePlus ઈન્ડિયાએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા OnePlus Nord CE4 Lite 5Gની લોન્ચ ડેટ કન્ફર્મ કરી છે. આ ફોન 24 જૂને સાંજે 7 વાગે લોન્ચ થશે. વન પ્લસ દ્વારા કરવામાં આવેલી પોસ્ટમાં આ ફોન બ્લૂ કલર ઓપ્શનમાં જોવા મળી રહ્યો છે.
ડિઝાઈનની વાત કરીએ તો આ ફોનમાં બેક સાઈડ પર કેપ્સ્યુલ કેમેરા મોડ્યુલ જોવા મળી રહ્યું છે, જેમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે. રિયર કેમેરાની નીચે LED ફલેશ લાઈટ આપવામાં આવી છે. આગળ જણાવ્યું તે પ્રમાણે કંપનીએ હજી કેટલાક દિવસ પહેલા જ જાહેરાત કરી હતી કે આ ફોન 18 જૂને સાંજે 7 વાગે લોન્ચ થવાનો હતો. પરંતુ હવે યુઝર્સે આ નવા ફોન માટે રાહ જોવી પડશે. કારણ કે કંપનીએ લોન્ચિંગ ડેટ ઓફિશિયલ 24 જૂન કન્ફર્મ કરી છે.
OnePlus Nord CE4 Lite 5Gના ફીચર્સ
OnePlus Nord CE4 Lite 5Gના ફીચર્સ વિશે કંપનીએ સત્તાવાર જાહેરાત નથી કરી. પરંતુ અત્યાર સુધી સામે આવેલી માહિતી પ્રમાણે આ ફોનમાં 6.67 ઈંચની ડિસ્પ્લે હોઈ શકે છે, આ ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ હશે. આ ઉપરાંત આ ફોનમાં Qualcomm’s Snapdragon 6 Gen 1 પ્રોસેસર હશે.
ફોટોગ્રાફી માટે આ ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ મળી શકે છે. જેમાં પ્રાઈમરી કેમેરા 50 મેગાપિક્સલનો હશે, જ્યારે 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર મળશે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 16 મેગાપિક્સનો ફ્રંટ કેમેરા મળી શકે છે. આ ફોનની બેટરી 5,500 mAhની હોઈ શકે છે. જો કે આ ફોનની કિંમત કેટલી હશે, તે તો લોન્ચના દિવસે જ ખબર પડશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications