OnePlus Nord CE 3 આવો હશે મિડ રેન્જ સ્માર્ટફોન, જાણો ડિટેઈલ્સ

By Gizbot Bureau
|

આખા વિશ્વમાં અત્યારે મંદીનો વાયરો ચાલી રહ્યો છે, ત્યારે બીજી તરફ ટેક કંપનીઓ એક બાદ એક ગેજેટ્સ લોન્ચ કરી રહી છે. રોજેરોજ નવા નવા સ્માર્ટફોન માર્કેટમાં ઠલવાઈ રહ્યા છે, ત્યારે OnePlus પણ આ રેસમાં પાછળ નથી. છેલ્લા ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી છે કે OnePlus પોતાનો નવો સ્માર્ટફોન OnePlus Nord CE 3 લોન્ચ કરવાની છે, પરંતુ કંપનીએ આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી. આ અપકમિંગ સ્માર્ટફોનના નામ પરથી જાણી શકાય છે કે તે OnePlus Nord CE 2નો અનુગામી હશે.

OnePlus Nord CE 3 આવો હશે મિડ રેન્જ સ્માર્ટફોન, જાણો ડિટેઈલ્સ

OnePlus Nord CE 3ના ફીચર્સ

OnePlus Nord CE 3 લોન્ચ થવાની અફવાઓ વચ્ચે આ ફોન અંગેની કેટલીક માહિતી ઈન્ટરનેટ પર લીક થઈ છે. જે મુજબ કંપની OnePlus Nord CE 3માં 120Hz રિફ્રેશ રેટ ધરાવતી Full HD+ રિઝોલ્યુશનની IPS LCD ડિસ્પ્લે આપશે. સાથે જ આ સ્માર્ટફોનમાં 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ હશે, જે સ્નેપડ્રેગન 695 ચીપસેટ પર કામ કરશે. જો કે, ટેક માર્કેટમાં ચર્ચા એવી પણ છે કે OnePlus આ વર્ષે 256 જીબી સ્ટોરેજવાળા સ્માર્ટફોન પણ લોન્ચ કરી શકે છે.

OnePlus Nord CE 3નો કેમેરા હશે પાવરફૂલ

OnePlus પોતાના આ અપકમિંગ સ્માર્ટફોનના કેમેરા ડિપાર્ટમેન્ટમાં મોટું પરિવર્તન કરી શકે છે. OnePlus Nord CE 3માં કંપની 108 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને બીજા 2 મેગાપિક્સલના કેમેરા આપી શકે છે. સાથે જ આ સ્માર્ટફોનમાં યુઝર્સને અલ્ટ્રાવાઈડ એન્ડલ લેન્સ પણ મળી શકે છે. તમને જણાવી દઈએ કે 2022ના ફેબ્રુઆરી મહિનામાં એટલે કે લગભગ એક વર્ષ પહેલા લોન્ચ થયેલા OnePlus Nord CE 2માં 64 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા છે, જ્યારે 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ કેમેરા અને 2 મેગાપિક્સલનો સ્નેપર આપવામાં આવ્યો છે. OnePlus Nord CE 2માં ફ્રંટ સાઈડ 16 મેગાપિક્સલનો શૂટર કેમેરા મળે છે, જ્યારે કે OnePlus Nord CE 3માં કંપની 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવા જઈ રહી છે.

OnePlus Nord CE 3ની કિંમત અંગેની શક્યતાઓ

OnePlusના સ્માર્ટ ફોન પોતાના ફાસ્ટ ચાર્જિંગ ફીચર માટે જાણીતા છે. એવામાં OnePlus Nord CE 3 હજી પણ કેટલીક અપડેટ આવે તેવી શક્યતા છે. અત્યાર સુધી સામે આવેલા રિપોર્ટ મુજબ આગામી OnePlus Nord CE 3માં કંપની 5000 mAhની બેટરી આપશે, જે 67 વોલ્ટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરી શકે છે. સાથે જ કંપની આ સ્માર્ટફોનમાં 5G સપોર્ટ, ફિંગરપ્રિન્ટ સ્કેનર, NFC આપશે. OnePlus Nord CE 3 એન્ડ્રોઈડ 13 આઉટ ઓફ ધી બોક્સ પર કામ કરશે.

હવે છેલ્લે વાત કરીએ કિંમતની તો હજી સુધી ન તો કંપનીએ આ સ્માર્ટફોન અંગે કોઈ જાહેરાત કરી છે, ન તો આ સ્માર્ટફોનની અંદાજિત કિંમત લીખ થઈ છે. પરંતુ એક વાત નક્કી છે કે OnePlus Nord CE 3ની કિંમત 25 હજાર કે તેના કરતા વધારે હોઈ શકે છે.

Best Mobiles in India

English summary
OnePlus Nord CE 3 Features Specifications Details Leaked

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X