OnePlus Nord Buds 2R ભારતમાં થશે લોન્ચ, આટલી હશે કિંમત

By Gizbot Bureau
|

સ્માર્ટફોન બ્રાન્ડ વન પ્લસ ટૂંક સમયમાં જ પોતાના નવા ઈયરબડ્ઝ OnePlus Nord Buds 2R દમદાર ફીચર સાથે લોન્ચ કરવા જઈ રહી છે. આ OnePlus Nord Buds 2R એમેઝોન પર લિસ્ટ થઈ ચૂક્યા છે. કંપની OnePlus Nord Buds 2R બડ્ઝને 200થી લઈને 3000 રૂપિયાની કિંમતમાં લોન્ચ કરી શકે છે. ચાલો જાણીએ અપકમિંગ OnePlus Nord Buds 2Rના સ્પેસિફિકેશન્સ સહિતની માહિતી ડિટેઈલમાં જાણીએ.

OnePlus Nord Buds 2R ભારતમાં થશે લોન્ચ, આટલી હશે કિંમત

OnePlus Nord Buds 2Rના સ્પેસિફિકેશન્સ

OnePlus Nord Buds 2Rના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો આ બડ્ઝ બાઝવેવ અલ્ગોરિધમથી લેસ હોઈ શકે છે, જેની મદદથી યુઝર્સને ઓડિયો ક્વોલિટી અને બેઝ વધુ ક્લિયર મળશે. OnePlus Nord Buds 2Rમાં 12.4 મિમી ડ્રાઈવર યુનિટ છે. કંપની આ નવા ઈયરબડ્ઝને 25db એક્ટિવ નોઈઝ કેન્સલેશન સાથે લોન્ચ કરવાની છે. જેની મદદથી બેકગ્રાઉન્ડ નોઈઝ ખૂબ જ ઓછો થઈ જશે. આ ઈયરબડ્ઝ શાનદાર બાઝ એન્હાન્સમેન્ટ ફીચરની સાથે લોન્ચ કરવામાં આવી શખે છે, જે નબળું બાઝ પીચ ધરાવતા સાઉન્ડને એડજસ્ટ કરવામાં મદદ કરે છે.

તમને જણાવી દઈએ કે OnePlus Nord Buds 2R ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીને પણ સપોર્ટ કરે છે. જે 10 મિનિટના ચાર્જિંગમાં 5 કલાક સુધીની બેટરી બેકઅપ આપી શકે છે. પોતાના આ અપકમિંગ બડ્ઝને લઈને વન પ્લસનો દાવો છે કે OnePlus Nord Buds 2R AC અને ANC એક્ટિવ હશે, તેવી સ્થિતિમાં 27 કલાકનો પ્લે બેક સમય ધરાવે છે. આ ફીચર્સ બંધ કરવા પર બડ્ઝ 36 કલાકની બેટરી લાઈફ ધરાવે છે, તેવો કંપનીનો દાવો છે. આ ઉપરાંત OnePlus Nord Buds 2Rને IP55 વૉટર અને ડસ્ટ રેઝિસ્ટન્સ રેટિંગ તેમજ ટચ કંટ્રોલ સાથે લોન્ચ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

OnePlus Nord Buds 2Rની કિંમત

OnePlus Nord Buds 2Rની કિંમતની વાત કરીએ તો કંપની આ બડ્ઝને ભારતીય માર્કેટમાં 2000થી લઈને 3000ની વચ્ચેની કોઈ કિંમતમાં લોન્ચ કરી શકે છે. જો કે, આ માત્ર ફીચર્સ પરથી નિષ્ણાતોએ અંદાજેલી કિંમત છે. હજી સુધી કંપનીએ OnePlus Nord Buds 2Rની કિંમત અંગે કોઈ સત્તાવાર માહિતી નથી આપી.

ઉલ્લેખનીય છે કે OnePlus ટૂંક સમયમાં જ પોતાના નવા સ્માર્ટફોન પણ લોન્ચ કરી શકે છે. હજી એપ્રિલ મહિનામાં જ કંપનીએ OnePlus Nord CE 3 Lite સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. હવે કંપનીએ આ જ સિરીઝ અંતર્ગત વધુ એક હેન્ડસેટ OnePlus Nord 3 લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

સ્માર્ટફોન કંપની OnePlus Nord 3ની સાથે સાથે OnePlus Nord CE 3 પણ લોન્ચ કરે તેવી શક્યતા છે. કંપનીની વેબસાઈટ પર લોન્ચ થયેલી માઈક્રોસાઈટ પરથી અંદાજ મળે છે કે કંપની બે સ્માર્ટફોન લોન્ચ કરવાની છે. આ બંને સ્માર્ટફોન 5 જુલાઈએ લોન્ચ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

Best Mobiles in India

English summary
OnePlus is soon going to launch new earbuds Nord Buds 2R

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X