OnePlusના યુઝર્સને ગ્રીન લાઈન ઈસ્યુ માટે મળશે લાઈફ ટાઈમ સ્ક્રીન વોરંટી

By Gizbot Bureau
|

OnePlus પોતાના સ્માર્ટફોન્સ પર લાઈફ ટાઈમ ફ્રી વોરંટી આપી રહી છે. આ ઓફર એ સ્માર્ટફોન્સ પર છે, જેની સ્ક્રીનમાં ઈસ્યુ આવી રહ્યા છે. કંપનીનું કહેવું છે કે આ વોરંટી વન પ્લસના ભારતીય યુઝર્સને બધા જ મોડેલ્સ પર મળશે. આ લિસ્ટમાં OnePlus 8 Pro, OnePlus 8T, OnePlus 9 અને OnePlus 9R જેવા મોડેલ્સ પણ સામેલ છે. આ વોરંટીમાં યુઝર્સને લાઈફ ટાઈમ ફ્રી સ્ક્રીન રિપ્લેસમેન્ટ મળશે. જે ડિવાઈસમાં યુઝર્સને ગ્રીન લાઈનનો ઈસ્યુ આવશે, તે યુઝર્સ ફ્રીમાં સ્ક્રીન રિપ્લેસ કરાવી શક્શે.

OnePlusના યુઝર્સને ગ્રીન લાઈન ઈસ્યુ માટે મળશે લાઈફ ટાઈમ સ્ક્રીન વોરંટી

આ ઉપરાંત કંપની 30 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ વાઉચર પણ ઓફર કરી રહી છે. આ ડિસ્કાઉન્ટ ઓફર જૂના ફોન્સને અપગ્રેડ કરવા પર મળી રહ્યું છે. એટલે કે યુઝર્સ માત્ર 5 હજારથી 10 રૂપિયા વધુ ખર્ચીને નવા વન પ્લસ સ્માર્ટફોન્સ ખરીદી શક્શે.

ભારતીય યુઝર્સને મળશે ફાયદો

OnePlus પોતાના સ્માર્ટફોન પર આ ડિસ્કાઉન્ટ ગ્રીન સ્ક્રીન ઈસ્યુ પર આપી રહ્યું છે. એન્ડ્રોઈડ ઓથોરિટીના રિપોર્ટ મુજબ આ એક્સટેન્ડેડ વોરંટીનો ફાયદો માત્ર ભારતીય યુઝર્સને જ મળશે. આ રિપોર્ટમાં OnePlusના પ્રવક્તાના હવાલાથી આ માહિતી આપવામાં આવી છે. એક યુઝરે વન પ્લસ સર્વિસ સેન્ટરની સામે લાગેલી આવી નોટિસનો ફોટો પણ શૅર કર્યો છે.

એક્સચેન્જ ઓફર પણ છે આકર્ષક

આ નોટ મુજબ OnePlus 8 Pro પર 25,500 રૂપિયાનું વાઈચર મળશે. તો OnePlu 8T માટે યુઝર્સને 20,000 રૂપિયાનું વાઉચર મળશે. જ્યારે OnePlus 9 અને OnePlus 9T પર યુઝર્સને અનુક્રમે 23,500 રૂપિયા અને 19,000 રૂપિયાનું વાઉચર મળશે. આ સિવાય જો કોઈ યુઝર OnePlus 10R પર અપગ્રેડ કરે છે, તો કંપની તેને 4,500 રૂપિયાની બીજી ઓફરનો પણ લાભ આપશે.

કયા કયા યુઝર્સને મળશે ફાયદો

તમને જણાવી દઈએ કે OnePlus 10Rની કિંમત 34,999 રૂપિયાથી શરૂ થાય છે, અને 39,999 રૂપિયા તેના હાઈએસ્ટ વેરિયંટની કિંમત છે. પરંતુ છેલ્લા કટેલાક સમયથી વન પ્લસ યુઝ્સ ગ્રીન સ્ક્રીનની સમસ્યાનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. જેમાં તેમના ફોનની સ્ક્રીન અચાનક જ ગ્રીન થઈ રહી છે. વનપ્લસના ભારતીય અને ગ્લોબલ માર્કેટના યુઝર્સને આ મુશ્કેલી આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી OnePlus 8 અને OnePlus 9 સિરીઝના સ્માર્ટફોન્સ યુઝર્સ લાંબા સમયથી રેડિટ્ટ, ટ્વિટર અને વનપ્લસ કમ્યુનિટી ફોરમ્સ જેવા ઓલાઈન પ્લેટફોર્મસ પર ગ્રીન લાઈન્સનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. યુઝર્સે જ્યારથી પોતાનો ફોન Oxygen OS 13.1ની અપડેટ ઈન્સ્ટોલ કરી છે, ત્યાર બાદ ગ્રીન લાઈન ઈસ્યુ આવી રહ્યો છે. યુઝર્સને ફોન રિસ્ટાર્ટ કરવા પર પણ આ ઈસ્યુ સોલ્વ નથી થઈ રહ્યો.

જો કે આ ગ્રીન લાઈન્સ છતાંય ફોન કામ તો કરી રહ્યા છે, પંરતુ યુઝર્સના ઓવરઓલ યુઝિંગ એક્સપીરિયન્સને આ ગ્રીન લાઈન્સથી અસર પડી રહી છે. OnePlusના AMOLED ડિસ્પ્લે ધરાવતા ફોન્સમાં આ મુશ્કેલી જોવા મળી રહી છે.

Best Mobiles in India

English summary
OnePlus announces free lifetime screen warranty for green line issue

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X