Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
16 GB રેમ સાથે OnePlus Ace 3V આગામી સપ્તાહે થશે લોન્ચ, જાણો ડિટેઈલ્સ
દરરોજ ટેક કંપનીઓ નવા નવા સ્માર્ટફોન લોન્ચ કરતી રહે છે. કોઈ વધારે બેટરી સાથે, કોઈ વધારે સારા કેમેરા સાથે, તો કોઈ વધારે સારા પ્રોસેસર સાથે નવો ફોનના મોડેલ્સ લોન્ચ કરે છે. વનપ્લસ પણ આગામી સપ્તાહે પોતાનો વધુ એક સ્માર્ટફોન OnePlus Ace 3V લોન્ચ કરવા જઈ રહી છે. જો તમે વનપ્લસના ફોન ખરીદવા ઈચ્છો છો, તો તમારે આ ફોનની ડિટેઈલ્સ જાણવી જોઈએ.

કંપનીએ પોતાના આ નવા ફોનની લોન્ચ ટાઈમલાઈન જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે OnePlus Ace 3V સોશિયલ મીડિયા પર પણ ઘણા સમયથી ટ્રેન્ડિંગ છે. પરંતુ આ બધી જ ચર્ચાઓ વચ્ચે કંપનીએ સત્તાવાર રીતે આ ફોનની લોન્ચિંગ ડેટ અંગે જાહેરાત કરી છે. તો ચાલો જાણીએ કે OnePlus Ace 3V કઈ કઈ બાબતોમાં ખાસ છે.
વનપ્લસ કંપની દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવેલી જાહેરાત મુજબ એસ સિરીઝનો આ અપકમિંગ સ્માર્ટફોન આગામી અઠવાડિયે ચાઈનીઝ માર્કેટમાં લોન્ચ થવાનો છે. જો કે હજી સુધી કંપનીએ તેની એક્ઝેટ લોન્ચિંગ ડેટ અનાઉન્સ નથી કરી.
જો કે, કંપનીએ આ સ્માર્ટફોન માટે પ્રિ રિઝર્વેશન એક્સેપ્ટ કરવાની સરૂઆત કરી દીધી છે. ચાઈનીઝ યુઝર્સ માત્ર 1 RMB એટલે કે 12 રૂપિયામાં આ ફોન પ્રિ રિઝર્વ કરી શકે છે. જે યુઝર્સ OnePlus Ace 3Vને પ્રિ રિઝર્વ કારવે છે, કંપની તેમાંથી કેટલાક ગ્રાહકોને ગિફ્ટ પણ આપી શકે છે.
OnePlus Ace 3Vના સ્પેસિફિકેશન્સ
લોન્ચિંગ ટાઈમલાઈન જાહેર કરવાની સાથે સાથે કંપનીએ OnePlus Ace 3Vના કેટલાક સ્પેસિફિકેશન્સ પણ અનાઉન્સ કર્યા છે. કંપનીના દાવારા પ્રમાણે OnePlus Ace 3V ફોન વિશ્વનો પહેલો ક્વાલકોમ સ્નેપડ્રેગન 7 પ્લસ જેન 3 SoC ચિપસેટ ધરાવતો સ્માર્ટફોન હશે. આ ચિપસેટ સ્નેપડ્રેગન 8 જેન સિરીઝ જેટલો જ પાવરફૂલ છે. આ ચિપસેટમાં 4 nm પ્રોસેસ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો ચે, જેનો ઉપયોગ નવા સ્નેપડ્રેગન 9 જેન સિરીઝ ચિપસેટમાં પણ થાય છે. વનપ્લસનો દાવો છે કે આ ફોન યુઝ કરનાર ગ્રાહકોને સ્નેપડ્રેગન 8 જેન સિરીઝ ચિપસેટ જેવો જ અનુભવ થશે.
આ ઉપરાંત કંપનીએ જાહેર કરેલા ટીઝરમાં ફોનની ડિઝાઈનનો પણ ખુલાસો થયો છે. જેમાં દેખાઈ રહ્યું છે કે ફોનની જમણી બાજુમાં પાવર બટન અને વોલ્યુમ બટન્સ હશે. સાથે જ તાજેતરમાં આ ફોનની ફ્રંટ ડિઝાઈન પણ લીક થઈ હતી, જેના પરથી ખ્યાલ આવે છે આ ફોનમાં સેન્ટર્ડ પંચ હોલ કટઆઉટ ધરાવતી ડિસ્પ્લે હશે.
અન્ય ફીચર્સની વાત કરીએ તો તેમાં 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ અને 1.5 K ડિસ્પ્લે મળશે. કેમેરા સેટઅપની વાત કરીએ તો આ ફોનમાં 50 MP OIS રિયર કેમેરા મળી શકે છે. આ ઉપરાંત 100 W ફાસ્ટ ચાર્જિંગની સાથે 5,500 mAhની બેટરી પણ મળવાની શક્યતા છે. OnePlus Ace 3Vમાં કેટલાક એઆઈ ફીચર્સનો પણ સપોર્ટ મળી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications