Just In
OnePlusનો આ ફોન 100W ફાસ્ટ ચાર્જિંગ સાથે થશે લોન્ચ, જાણો ફીચર્સ
OnePlus ગ્લોબલ માર્કેટમાં પોતાના પ્રતિસ્પર્ધી Xiaomi અને Realme જેવી બ્રાન્ડ્ઝને ટક્કર આપવા માટે ટૂંક સમયમાં જ નવો સ્માર્ટ ફોન લોન્ચ કરવા જઈ રહી છે. આ સ્માર્ટફોનનું નામ OnePlus Ace 2 હોઈ શકે છે. તાજેતરમાં જ આ ડિવાઈસ વિશે જુદા જુદા રિપોર્ટ સામે આવી ચૂક્યા છે, જેમાં સ્માર્ટફોનના લોન્ચ અંગે માહિતી આપવામાં આવી છે. હવે ટેક ટિપસ્ટર Yogesh Brarએ આ અપકમિંગ સ્માર્ટફોનમાં કેટલાક મહત્વના સ્પેસિફિકેશન્સ વિશે માહિતી આપી છે. જેમાં સૌથી આકર્ષક ફીચર છે કે સ્માર્ટ ફોન 100 વોલ્ટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ચાલો જાણીએ વનપ્લસના અપકમિંગ સ્માર્ટફોનના આવા બધા જ ફીચર્સ.

આટલી હશે બેટરી કેપેસિટી
OnePlus Ace 2 કથિત રીતે 6.7 ઈંચના 1.5K Fluid AMOLED ડિસ્પ્લે સાથે લોન્ચ થશે, જેનો રિફ્રેશ રેટ 120Hz હશે. આ સ્માર્ટફોનમાં પાવર માટે Snapdragon 8+ Gen 1 ચિપસેટ અને Android 13 OSનો સપોર્ટ મળશે. આ ઉપરાંત આ હેન્ડસેટમાં 100W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ ધરાવતી 5,000 mAhની બેટરી મળી શકે છે. એટલે કે વન પ્લસનો આ સ્માર્ટફોન ગણતરીની મિનિટોમાં જ ફૂલ ચાર્જ થઈ જશે.
કેમેરા ડિટેઈલ્સ
જે યુઝર્સ ફોટોગ્રાફીના શોખીન છે, તેમના માટે OnePlus Ace 2 ખૂબ જ સારો સાબિત થશે. આ સ્માર્ટફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળશે. જેનો મુખ્ય લેન્સ 50 મેગાપિક્સલનો હશે. જ્યારે બાકીના બે લેન્સમાં 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ એન્ગલ લેન્સ અને 2 મેગાપિક્સલ સેન્સર મળશે. જ્યારે સેલ્ફી માટે આ હેન્ડસેટમાં 16 મેગાપિક્સલનો કેમેરા મળશે.
ક્યારે થશે લોન્ચ
OnePlus Ace 2 ક્યારે લોન્ચ થશે, કે ફોનની કિંમત કેટલી હશે, તે અંગે કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ. પરંતુ એક અંદાજ મુજબ આ સ્માર્ટફોન આગામી વર્ષે એટેલ કે 2023ની શરૂઆતમાં લોન્ચ થશે, અને આ સ્માર્ટફોનની કિંમત પ્રીમિયમ રેન્જમાં હોઈ શકે છે.
OnePlus 11 થઈ શકે છે લોન્ચ
OnePlusનો આ અપકમિંગ સ્માર્ટફોન ક્યારે લોન્ચ થશે, તેની ભલે કોઈ અપડેટ ન હોય, પરંતુ કંપની પોતાના નવા હેન્ડસેટ OnePlus 11ને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. રસપ્રદ વાત એ છે કે સ્માર્ટફોનમાં પણ કંપની 100 વોલ્ટનું ફાસ્ટ ચાર્જિંગ આપી રહી છે. તાજેતરમાં જ સામે આવેલી માહિતી પ્રમાણે આ અપકમિંગ સ્માર્ટફોનમાં Snapdragon 8 Gen 2 ચિપસેટ અને 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા મળશે. સાથે જ આ સ્માર્ટફોનમાં Snapdragon 8 Gen 2 પ્રોસેસર સહિત 50 મેગાપિક્સલનો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ પણ મળી શકે છે. આ સ્માર્ટપોનમાં 5000 mAhની બેટરી હશે, જે 100 વોલ્ટના ફાસ્ટ ચાર્જિંગ અને 50 વોલ્ટના વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470