વનપ્લસ 5જી સ્માર્ટફોન મોંઘો હશે અને સરખી 5જી ની સ્પીડ નહિ આપે

|

આ વેશે ક્યુઅલકોમ સ્નેપડ્રેગન ની ઇવેન્ટ ની અંદર 5જી એ સ્નેપડ્રેગન 855 ની સાથે ખુબ જ મોટું કોમર્શિયલ ડેબ્યુ કર્યું હતું, કે જે 5જી સાથે કમ્પિટિબલ પ્રોસેસર છે. અને આ મોકા નો ફાયડો ઉઠાવતા વનપ્લસે જણાવ્યું હતું કે તેઓ 2019 ની શરૂઆત માં વિશ્વ નો પ્રથમ 5જી સ્માર્ટફોન લોન્ચ કરશે. અને આ જાહેરાત થી કંપની ના ચાહકો કે જેમને ઓછી કિંમત પર ફ્લેગશિપ સ્માર્ટફોન સાથે ના ફીચર્સ વાળો સ્માર્ટફોન મળી જાય છે તેઓ ખુશ થયા હશે. પરંતુ ત્યાર બાદ એક ઇન્ટરવ્યૂ માં તેમને જણાવ્યું હતું કે 5જી સ્માર્ટફોન ની અંદર તેઓ પોતાના સક્સેસ મંત્ર ને અપનાવી નથી રહ્યા.

વનપ્લસ 5જી સ્માર્ટફોન મોંઘો હશે અને સરખી 5જી ની સ્પીડ નહિ આપે

સિનેટ ની અંદર એક ઇન્ટરવ્યૂ માં વનપ્લસ ના સીઈઓ એ જણવ્યું હતું કે તેઓ 2019 ની બને તેટલી શરૂઆત માં પોતાના 5જી સ્માર્ટફોન ને લોન્ચ કરશે. જોકે તે વનપ્લસ ની કિંમત ની નીતિ ને અનુસરશે નહિ. તેનો અર્થ એવો થાય છે કે તે ખુબ જ મોંઘો ડીવાઈસ હશે. અને તેમણે વધુ માં જણાવ્યું હતું કે તેમનો નવો 5જી સ્માર્ટફોન અત્યારે વ્હેંચાતા વનપ્લસ 6ટી કરતા $200 થી $300 મોમઘૉ હશે. અને તે વનપ્લસ ની છાપ કરતા એકદમ અલગ ચાલ હશે કેમ કે અત્યર સુધી વનપ્લસ તેમના ફ્લેગશિપ પ્રતિસ્પર્ધીઓ કરતા ખુબ જ ઓછી કિંમત પર ફ્લેગશિપ સ્માર્ટફોન વેહચી રહ્યું હતું.

અને આ કિંમત ની અંદર વધારો શા માટે કરવા માં આવ્યો તેના વિષે પણ જણાવવા માં આવ્યું હતું. " નવી ટેક્નોલોજી અને તેની પાછળ ના R&D અને આ ટેક્નોલોજી ને સરખી રીતે બેસાડવા માટે ખુબ જ ખર્ચ કરવો પડ્યો છે અને તેના કારણે જ આ ફોન ની કિંમત માં વધારો કરવા માં આવ્યો છે. આનો અર્થ એવો થાય છે કે તેમનો આ નવો ફ્લેગશિપ સ્માર્ટફોન સેમસંગ, એપલ અને ગુગલ જેવી બ્રાન્ડ ના મુખ્ય ફ્લેગશિપ સ્માર્ટફોન ની હરલ માં સીધો જ આવી જશે.

અને જે ટેક્નોલોજી હજી સુધી સાબિત પણ નથી થઇ શકી તેવી ટેક્નોલોજી ને શરૂઆત ની અંદર સૌથી પહેલા લોન્ચ કરવા થી વનપ્લસ શરૂઆત ની અંદર આ નવી ટેક્નોલોજી નું બેસ્ટ પરિણામ પણ નહિ આપી શકે.

અને 5જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા માં અસામાન્ય કવરેજ ના અને તેની ફેક્ટરિંગ કોસ્ટ ના કારણે 5જી ની અંદર જે સ્પીડ 5gbps ની મેળવી જોઈએ તે નહિ આપી શકે. અને તેમને જણાવ્યું હતું કે તેમના પ્રથમ 5જી ફોન ની અંદર 2 મોડેમ આપવા માં આવશે. તેમાંથી એક 4જી મોડેમ હશે અને એક 5જી મોડેમ હશે. ક્વોલકોમની X50 5જી મોડેમ ને મીલીમીટર વેવ બેન્ડ સાથે સપોર્ટ કરે છે, પરંતુ તેના કારણે ડિવાઈઝ જાડો બની જાય છે. અને તેવું વનપ્લસ નથી ઇચ્છતા કે તેમનો પ્રથમ 5જી ડીવાઈસ જાડો હોઈ જેથી તેલોકો એ 4જી અને 5જી તેમ બંને મોડેમ રાખ્યા છે.

વનપ્લસે જે મોડેમ પસન્દ કર્યા છે તેની અંદર મીલીમીટર વેવ ટેક્નોલોજી તો નહિ આપી શકે પરંતુ 6GHz ની બેન્ડવિથ ને સપોર્ટ કરશે. તેના કારણે વનપ્લસ નો 5જી સ્માર્ટફોન 500એમબીપીએસ ની પીક સુધી ડાઉનલોડ સ્પીડ સુધી પહોંચી શકશે. કે જે મીલીમીટર વેવે સ્પેક્ટ્રમ ની 5જીબીપીએસ ની સ્પીડ કરતા ખુબ જ ઓછી છે. જોકેકંપની તેવું મને છે કે એન્ટેના ને કારણે તેની અંદર ઘણો બદ્જહો ફેર પડી શકાશે અને 2019 ની બીજા હાલ્ફ ની અંદર તે તે ટેક્નોલોજી ઈમ્પ્રુવ પણ થશે જેથી 5જી ની સારી સ્પીડ આપી શકાય. અને તેથી તે કંપની ની સ્માર્ટફોન ડીઆઈઝ સાથે બંધ પણ બેસીસ શકશે.

તેથી વનપ્લસ નો પ્રથમ 5જી સ્માર્ટફોન કંપની એ વિચાર્યું હશે તેવો નહિ હોઈ. પરંતુ તેના કારણે કંપની ના એન્જીનીયર્સ ને ઘણું બધું શીખવા પણ મળશે અને જયારે તેઓ એ નવો ફ્લેગશિપ સ્માર્ટફોન લોન્ચ કરવા નું આવશે ત્યાં સુધી માં તેઓ એ 5જી ની અંદર મીલીમીટર વેવ સ્પેક્ટ્રમ ના ઉપીયોગ દ્વારા બેસ્ટ 5જી સ્પીડ કઈ રીતે આપવી તેનો રસ્તો પણ શોધી લીધો હશે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
OnePlus 5G smartphone will be expensive, won't offer ultimate 5G speeds

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X