OnePlus 12 લોન્ચ, જાણો ફીચર્સથી લઈને ભારતીય માર્કેટમાં કિંમત

By Gizbot Bureau
|

OnePlus એ આખરે પોતાની ફ્લેગશિપ સ્માર્ટફોન સિરીઝ OnePlus 12 સિરીઝ લોન્ચ કરી દીધી છે. કંપનીને આશા છે કે ફોન મોટાભાગના પ્રીમિયમ ફોન્સને સ્પર્ધા પૂરી પાડશે. જો કે, હાલ તો કંપનીએ આ સ્માર્ટપોન માત્ર ચાઈનીઝ માર્કેટમાં જ લોન્ચ કર્યો છે, પરંતુ ટૂંક સમયમાં જ કંપની આ ફોનને ગ્લોબલ માર્કેટમાં પણ લોન્ચ કરશે. ખાસ વાત એ છે કે OnePlus 12માં 24 જીબી સુધી LPDDR5X રેમ અને 1 ટીબી સુધીનું UFS 4.0 સ્ટોરેજ મળી રહ્યું છે. ગિઝ્મો ચાઈનના રિપોર્ટ મુજબ OnePlusનો આ લેટેસ્ટ ફ્લેગશિપ સ્માર્ટફોન ક્વાલકૉમ સ્નેપડ્રેગન 8 જેન 3 ચિપસેટથી સજ્જ છે. આ ફોનમાં વેપર ચેમ્બર કૂલિંગ સિસ્ટમ પણ આપવામાં આવ્યો છે.

OnePlus 12 લોન્ચ, જાણો ફીચર્સથી લઈને ભારતીય માર્કેટમાં કિંમત

OnePlus 12ના ખાસ ફીચર્સ

OnePlus 12માં 120 Hz રિફ્રેશ રેટ સાથે 6.82 ઈંચની QHD+ 2K OLED ડિસ્પ્લે મળે છે. આ એક LTPO પેનલ છે, જેનો ર્થ છે કે આ ફોન જરૂરિયાત મુજબ રિફ્રેશ રેટને 1થી 120 હર્ટ્ઝ સુધીમાં એડજસ્ટ કરે છે. OnePlus 12 4,500 નિટ્સની પીક બ્રાઈટનેસને સપોર્ટ કરે છે. આ સુવિધા અત્યાર સુધી એક પણ સ્માર્ટફોનમાં આપવામાં નથી આવી. OnePlus ફ્લેગશિપ સ્માર્ટફોનમાં ડિસ્પ્લે ડૉલ્બી વિઝન, 10 બિટ કલર ડેપ્થ, પ્રોએક્સડીઆર, 2160 હર્ટ્ઝ PWM ડિમિંગથી પણ સજ્જ છે.

કેમેરા ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો OnePlus 12માંX પાછળની બાજુ ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જેમાં સોની LYT 808 સાથે ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન એટલે કે OIS સાથે 50 મેગાપિક્સલનનો પ્રાઈમરી સેન્સર આપવામાં આવ્યો છે, જે વનપ્લસ ઓપનમાં જવા મળ્યું હતું. 3X ઓપ્ટિકલ ઝૂમ અને 48 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ એન્ગલ લેન્સની સાથે ફોન ઘણા બધા કેમેરા ફીચર્સ પણ ધરાવે છે. આ પ્રીમિયમ સ્માર્ટપોનમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 32 મેગાપિક્સલનો ફ્રંટ ફેસિંગ શૂટર કેમેરા આપવામાં આવ્યો છે.

OnePlus 12ની ભારતમાં એક્સપેક્ટેડ કિંમત

OnePlus 12 ચીનમાં 4,299 યુઆનમાં લોન્ચ કરવામાં આવ્યો છે, જેની ભારતીય કિંમત 50,600 રૂપિયા થવા જાય છે. જ્યારે OnePlus 12ના ટોપ મોડેલની કિંમત 5,799 યુઆન છે, જે ભારતીય રૂપિયામાં 68,400 રૂપિયા જેટલી થાય છે. ચીનની કિંમત પથી એ વાત તો ક્લિયર છે કે ભારતમાં OnePlus 12ની કિંમત 50,000 રૂપિયાથી શરૂ થશે, જે 70 હજાર સુધી જઈ શકે છે.

OnePlus 12 ભારતમાં ક્યારે લોન્ચ થશે?

OnePlus દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવેલી જાહેરાત મુજબ OnePlus 12 અન્ય પ્રોડક્ટ્સની સાથે ટૂક સમયમાં જવૈશ્વિક માર્કેટમાં લોન્ચ થવાનો છે. વનપ્લસની જાહેરાત મુજબ OnePlus 12 2024ની શરૂઆતમાં ગ્લોબલ માર્કેટમાં લોન્ચ થશે. જો કે ચાઈનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપનીએ પ્રોપર રિલીઝ ડેટ જાહેર નથી કરી. જો કે, મીડિયા રિપોર્ટ્સ મુજબ આ સ્માર્ટફોન 23 જાન્યુઆરી 2024ના રોજ લોન્ચ થઈ શકે છે.

Best Mobiles in India

English summary
OnePlus 12 launched in china know price and specifications details

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X