OnePlus 12 આ તારીખે થશે લોન્ચ, જાણો કેટલી હશે કિંમત

By Gizbot Bureau
|

વનપ્લસે પોતાના અપકમિંગ ફ્લેગશિપ સ્માર્ટફોન OnePlus 12ની લોન્ચિંગ ડેટ કન્ફર્મ કરી છે. આ ફોન આગામી વર્ષે એટલે કે 23 જાન્યુઆરી 2024ના રોજ લોન્ચ થશે. જ બાદ કપંની વધુ એક ફોન OnePlus 12R પણ ભારતાં લોન્ચ કરશે. 23 જાન્યુઆરીએ જ આ બંને સ્માર્ટફોન ગ્લોબલ માર્કેટમાં પણ લોન્ચ થશે. ઉલ્લેખનીય છે કે OnePlus 12 ચાઈનીઝ માર્કેટમાં ડિસેમ્બર મહિનામાં જ લોન્ચ થઈ ચૂક્યો છે. ત્યારે આ ફોનના સ્પેસિફિકેશન્સ અને ભારતમા તેની કિંમત કેટલી હશે, તે અંગે જુદા જુદા અંદાજ લગાવાઈ રહ્યા છે.

OnePlus 12 આ તારીખે થશે લોન્ચ, જાણો કેટલી હશે કિંમત

OnePlus 12 લોન્ચ ડેટ

OnePlus કંપની 2024માં પોતાની 10મી એનિવર્સરી ઉજવી રહી છે. કંપની 24 જાન્યુઆરી 2024ના રોજ સાંજે 7.30 કલાકે આ બંને સ્માર્ટફોનને ભારતમાં અને ગ્લોબલ માર્કેટમાં લોન્ચ કરસે. આ લોન્ચ ઈવેન્ટ વનપ્લસની યુટ્યુબ ચેનલ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે. જેને તમે ઘરે બેઠા પણ જોઈ શક્શો.

OnePlus 12ની ભારતમાં કિંમત

OnePlus 12ના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિયંટને કંપની ચાઈનીઝ માર્કેટમાં ભારતીય રૂપિયા પ્રમામે 50,500 રૂપિયામાં વેચી રહી છે. આ પહેલા કંપનીએ OnePlus 11ને ભારતીય માર્કેટમાં 56,999 રૂપિયામાં રજૂ કર્યો હતો. જેના પરથી અંદાજ લગાવાઈ રહ્યો છે કે OnePlus 12 ભારતમાં 60 હજારની આસપાસની કિંમતે લોન્ચ થઈ શકે છે. તો OnePlus 12Rની કિંમત ભારતમાં કંપની 50,000 રૂપિયા રાખે તેવી શક્યતા છે.

OnePlus 12ના સ્પેસિફિકેશન્સ

OnePlus 12માં 6.82 ઈંચની AMOLED ડિસ્પ્લે ધરાવે છે, જે 2K રિઝોલ્યુશન અને 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. આ ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 જેન 3 ચીપસેટ સામેલ છે. સાથે જ આ ફોનમાં તમને 24 જીબી રેમ અને 1 ટીબી સ્ટોરેજ વેરિયંટનો પણ ઓપ્શન મળસે. આ ફોન એન્ડ્રોઈડ 14 પર આધારિત ColorOS 14 પર કામ કરસે.

ફોટોગ્રાફી માટ આ ફોનમાં Hasselbladની બ્રાડિંગવાળો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળે છે. આ ફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા, 64 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ અને 48 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ એન્ગલ લેન્સ મળશે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે આ ફોનમાં તમને 32 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે.

આ ફોનમાં કંપની 5,400 mAhની મોટી બેટરી આપી રહી છે. જે 100 Wના ફાસ્ટ ચાર્જિંગ અને 50 Wના વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરશે.

તો OnePlus 12Rની વાત કરીએ તો આ ફોનના સ્પેસિફિકેશન્સ અંગે હજી સુધી કોઈ માહિતી સામે નથી આવી. જો કે આ ફોનમાં સ્નેપડ્રેગન 8 જેન 2 પ્રોસેસર મળી શકે છે.

Best Mobiles in India

English summary
Oneplus 12 launch date confirmed know the price

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X