OnePlus 12 આવતીકાલે થશે લોન્ચ, જાણો સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ

By Gizbot Bureau
|

OnePlus 12 આવતીકાલે એટલે કે 5 ડિસેમ્બરના રોજ લોન્ચ થવાનો છે. લોન્ચ પહેલા જ આ ફોન વિશે ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે. ખાસ કરીને આ ફોનના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ વિશે રોજેરોજ નવી બાબતો સામે આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ કંપનીના આ અપકમિંગ ફ્લેગશિપ સ્માર્ટફોનમાં જુદા જુદા શાનદાર ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. લોન્ચ પહેલા જ આ સ્માર્ટફોનની લાઈવ ઈમેજિસ પણ સામે આવી છે.

આ લાઈવ ફોટોઝમાં ફોનની ડિઝાઈન સ્પષ્ટ દેખાઈ રહી છે. સાથે જ આ ફોટોઝ પરથી OnePlus 12ની કેટલીક ખાસ સ્પેસિફિકેશન્સ જેમ કે મેમરી, સોફ્ટવેર, સ્ક્રીન સાઈઝ અને બેટરી કેપેસિટી અંગે પણ ખુલાસો થયો છે. તો, તમને જણાવી દઈએ કે OnePlus 12 કઈ કઈ બાબતોમાં ખાસ બનવાનો છે.

OnePlus 12 આવતીકાલે થશે લોન્ચ, જાણો સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ

બે કલર વેરિયંટમાં અવેલેબલ

હાલ સામે આવેલા લાઈવ ફોટોઝમાં OnePlus 12 વ્હાઈટ અને ગ્રીન એમ બે કલર ઓપ્શનમાં જોવા મળી રહ્યો છે. OnePlusના ચાઈનીઝ પ્રેસિડેન્જ લી જી લુઈસે ચાઈનીઝ સોશિયલ મીડિયા સાઈટ Weibo પર આ અપકમિંગ ફ્લેગશિપ સ્માર્ટપોનના ફોટોઝ શૅર કર્યા છે. આ ફોટોઝમાં વનપ્લસની હેઝલબ્લેડ સાથેની ભાગીદારી, ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ અને OnePlus 12ની ડિઝાઈન વિશે જાણી શકાય છે. ડિઝાઈન મામલે OnePlus 12 બીજા વન પ્લસના ફોન કરતા થોડો જુદો દેખાઈ રહ્યો છે.

OnePlus 12માં હશે આ ફીચર્સ

OnePlus 12ના સામે આવેલા લાઈવ ફોટોઝ અને મીડિયા રિપોર્ટ મુજબ આ ફોનનો મોડેલ નંબર PJ110 હશે. આ ફોન ColorOS 14.0 પર કામ કરસે. આ ઉપરાંત અન્ય સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો આ ફોનમાં 5,400 mAhની દમદાર બેટરી મળી રહી છે.

OnePlus 12નો આ ફોન 6.82 ઈંચની ડિસ્પ્લે ધરાવે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે આ ફોનમાં 32 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે. જ્યારે ફોટોગ્રાફી માટે પાછળની બાજુ ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળે છે. જેમાં મુખ્ય કેમેરા 50 મેગાપિક્સલનો છે, જ્યારે બીજો કેમેરા 48 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ છે. આ ઉપરાંત ત્રીજો કેમેરા 64 મેગાપિક્સલનો હશે.

સ્ટોરેજની વાત કરીએ તો OnePlus 12માં 24 જીબી રેમ અને 1 ટીબી સ્ટોરેજ કેપેસિટી મળશે. સામે આવેલા ફોટોઝ મુજબ OnePlus 12 બે જુદા જુદા વેરિયંટમાં લોન્ચ થઈ શકે છે. જેમાં એક વેરિયંટ 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજનું હશે, તો બીજું વેરિયંટ 16 જીબી રેમ અને 1 ટીબી સ્ટોરેજ ધરાવતું હશે.

કંપનીએ કન્ફર્મ કર્યા આ સ્પેસિફિકેશન્સ

આ ઉપરાંત વનપ્લસ તરફથી આપવામાં આવેલી સત્તાવાર માહિતી મજુબ આ ફોન IP65 રેટિંગ ધરાવે છે. જેમાં તમને USB 3.2 Gen 1 Type C પોર્ટ મળશે. આ ફોન 5 ડિસેમ્બરે ચીનમાં લોન્ચ થવા જઈ રહ્યો છે. તો ભારત સહિતના ગ્લોબલ માર્કટમાં આ ફોન જાન્યુઆરી મહિનામાં લોન્ચ થઈ શકે છે.

Best Mobiles in India

English summary
OnePlus 12 is launching in china tomorrow know features specificaitons

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X