OnePlus 11 5Gનું પ્રિ બુકિંગ 7 ફેબ્રુઆરીથી થશે શરૂ, આટલી છે કિંમત

By Gizbot Bureau
|
OnePlus 11 5Gનું પ્રિ બુકિંગ 7 ફેબ્રુઆરીથી થશે શરૂ, આટલી છે કિંમત

OnePlus 11 5Gનું પ્રિ બુકિંગ શરૂ થઈ રહ્યું છે. આ ફ્લેગશિપ સ્માર્ટફોન હવે તમે 7 ફેબ્રુઆરીથી પ્રિ બુક કરી શકો છો. એમેઝોન પર OnePlus 11 5Gની પ્રિ ઓર્ડર ડેટ 7 ફેબ્રુઆરીએ લોન્ચ થવાની માહિતી આપવામાં આવી છે. OnePlusએ કહ્યું છે કે આ દિવસે કંપની બીજી પણ ઘણી પ્રોડક્ટ લોન્ચ કરી રહી છે, જેમાં OnePlus 11, OnePlus 11R, OnePlus Buds Pro 2, OnePlus Pad અને OnePlus Q2 Pro QLED ટીવી સામેલ છે.

MySmartPriceના અહેવાલ મુજબ એમેઝોને લિસ્ટિંગ દ્વારા OnePlus 11 5Gની પ્રિ બુકિંગ ડેટ જાહેર કરી દીધી છે, જો કે કંપનીએ હજી આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી. મળતી માહિતી પ્રમાણે OnePlus લોન્ચના સમયે જ પ્રિ બુકિંગ ડેટ જાહેર કરી શકે છે. જો તમે પણ વનપ્લસની પ્રોડક્ટ વાપરવાના શોખીન છો, તો તમારે આ નવા સ્માર્ટફોન માટે હવે થોડાક જ દિવસ રાહ જોવાની છે.

OnePlus 11 5Gની ભારતમાં કિંમત

OnePlus 11 5Gના લોન્ચ પહેલા ટિપસ્ટર અભિષેક યાદવે ખુલાસો કરતા કહ્યું હતું કે OnePlus 11 5G બે સ્ટોરેજ વેરિયંટમાં મળશે. આ સ્માર્ટ ફોન 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ તેમજ 16 જીબી રેમ અને 256 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ વેરિયંટમાં લોન્ચ થવાનો છે. જેના હાઈએન્ડ સ્ટોરેજ વેરિયંટની ભારતમાં કિંમત 61,999 રૂપિયા રાખવામાં આવી છે. અત્યારે માર્કેટમાં એવી પણ ચર્ચા છે કે આ સ્માર્ટફોન 14 ફેબ્રુઆરીથી ઓપન સેલમાં અવેલેબલ થશે.

OnePlus 11 5Gના સ્પેસિફિકેશન્સ

OnePlus 11 5Gમાં 3216*1440 પિક્સલની Quad-HD+ રિઝોલ્યુશન ધરાવતી 6.7 ઈંચની પંચ હોલ ડિસ્પ્લે આપવામાં આવી છે. જે LTPO 3.0 સપોર્ટ ધરાવતી સેમસંગની E4 AMOLED પેનલ પર કામ કરે છે. આ ડિસ્પ્લેમાં 120Hz રિફ્રેશ રેટ, 10 બિટ કલર ડેપ્થ અને ડોલ્બી વિઝન સર્ટિફિકેશન સામેલ છે. સાથે જ આ ફોન કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ પ્રોટેક્શન 1,300 નીટ્સ પીક બ્રાઈટનેસ અને 525 PPI પિક્સલ ડેન્સિટી ધરાવે છે. આ ડિવાઈસમાં એક ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સ્કેનર પણ મળે છે, જે વધારે સેફ્ટી આપે છે.

OnePlus 11 5Gનો કેમેરા

આ સ્માર્ટફોનની યુએસપી તેનો કેમેરા ડિપાર્ટમેન્ટ છે. OnePlus 11 5Gનો મુખ્ય રિયર કેમેરા 50 મેગાપિક્સલનો Sony IMX890 લેન્સ છે, જે OIS સપોર્ટ ધરાવે છે. આ ઉપરાંત આ સ્માર્ટપોનમાં 32 મેગાપિક્સલનો IMX799 ટેલિફોટો લેન્સ (2X ઓપ્ટિકલ ઝૂમ) અને 48 મેગાપિક્સલનો IMX581 અલ્ટ્રાવાઈડ લેન્સ આપવામાં આવ્યો છે. જ્યારે ફ્રંટ સાઈડ આ સ્માર્ટફોનમાં 16 મેગાપિક્સલનો સેલ્ફી શૂટર કેમેરા મૂકવામાં આવ્યો છે. આ હેન્ડસેટને પાવર ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 જેન 2 SoC આપે છે, જે એકદમ અદ્યતન છે. આ ઉપરાંત OnePlus 11 5Gમાં 12 જીબી અને 16જીબી LPDDR5X રેમ તેમજ 156 જીબી UFS 4.0 ઈન્ટરનલ સ્ટોરેજ પણ છે. હેપ્ટિક ફીડબેક માટે આ ફોનમાં બાયોનિક વાઈબ્રેશન મોટર પણ આપવામાં આવી છે.

Best Mobiles in India

Read more about:
English summary
OnePlus 11 5G Pre Booking Date Announce Know Price

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X