OnePlus 10T ભારતમાં થયો લોન્ચ, જાણો કિંમત અને ફોનના ફીચર્સ

By Gizbot Bureau
|

OnePlus દ્વારા ભારતમાં તેનો નવો સ્માર્ટ ફોન OnePlus 10T લોન્ચ કરી દેવામાં આવ્યો છે. આ ફોનમાં એક ફ્લેગશિપ ફોનમાં હોવા જોઈએ તેવા દરેક પ્રકારના ફીચર્સ છે. જો કે 2K ડિસ્પ્લે અને કેમેરા મામલે આ ફોનમાં કેટલાક પ્રો ફીચર્સ ખૂટી રહ્યા છે. તેમ છતાંય OnePlus 10T પ્રીમિયમ રેન્જ સેગમેન્ટમાં લોન્ચ થયો છે.

OnePlus 10T ભારતમાં થયો લોન્ચ, જાણો કિંમત અને ફોનના ફીચર્સ

બે રંગમાં ઉપલબ્ધ થશે ફોન

OnePlus 10T મૂનસ્ટોન બ્લેક અને જેડ ગ્રીન એમ બે કલર્સમાં મળવાનો છે. આ ફોનના બેઝ વેરિયંટની કિંમત 49,999 રાખવામાં આવી છે, જેમાં 8 GB RAM, 128 GB સ્ટોરેજ છે. તો ફોનના બીજા વેરિયંટમાં 12 GB RAM, 256 GB સ્ટોરેજ આપવામાં આવ્યું છે. આ વેરિયંતની કિંમત રૂપિયા 54,999 છે. જ્યારે આ નવા ફોનનો ટોપ વેરિયંટ રૂપિયા 55,999ની કિંમતે મળશે. જેમાં 16 GB RAM, 256 GB સ્ટોરેજ છે.

આટલું મળશે ડિસ્કાઉન્ટ

એમેઝોનની વેબસાઈટ પર બેન્ક ઓફર્સનો લાભ લેશો તો OnePlus 10T તમને માત્ર રૂપિયા 44,999માં મળી શકે છે. એમેઝોન આ પોન પ્રી બુક કરાવનાર યુઝર્સને વધારાનું 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ આપી રહ્યું છે. OnePlus 10Tના પ્રી ઓર્ડર્સ શરૂ થઈ ચૂક્યા છે. OnePlus 10T કંપનીન પોતાની વેબસાઈટ પર, OnePlus સ્ટોર પર અને એમેઝોનની વેબસાઈટ પર ઉપલબ્ધ થશે. સાથે જ રિલાયન્સ ડિજિટલ સ્ટોર્સ, ક્રોમા સહિત કેટલાક પસંદગીના ઓફલાઈન પાર્ટનર્સ પાસેથી પણ આ ફોન ખરીદી શકાશે.

જાણો ફોનની સ્પેસિફિકેશન્સ

OnePlus 10Tમાં ક્વાલકોમ સ્નેપડ્રેન 8+ Gen 1 ચીપસેટ છે, જે ફ્લેગશિપ SoC છે. આ ફોનના હાઈ એન્ડ મોડેલમાં 16 GB RAM, 256 GB સ્ટોરેજ મળી રહે છે. આ બધાની સાથે OnePlus 10T UFS 3.1 પર કામ કરે છે, જે વધે સ્મૂધ પર્ફોમન્સ આપે છે. આ ફોન એન્ડ્રોઈડ 12 બેઝ્ડ ઓક્સિજન ઓએસ પર કામ કરશે.

માત્ર 10 મિનિટમાં ફોન થઈ જશે ફૂલ ચાર્જ

OnePlust 10Tમાં 150 વોટની SUPERVOOC ટેક્નોલોજી છે. આ ફોન 4800 mAh બેટરી સાથે આવે છે. જેમાં બે જુદા જુદા 2400 mAh S1P બેટરી સેલ્સનો ઉપયોગ થયો છે. ફોનનું 150 વૉટનું ફાસ્ટ ચાર્જર માત્ર 10 મિનિટમાં ફોનને ફૂલ ચાર્જ કરવા માટે સક્ષમ છે.

આ રહ્યા કેટલાક ફીચર્સ

ડિસ્પ્લેની વાત કરીએ તો આ ફોનમા AMOLED 6.7 ઈંચની ડિસ્પ્લે છે. જેમાં 2412*1080 રિઝોલ્યુશન અને 394 ppi પિક્લસ ડેન્સિટી મળે છે. આ ડિવાઈસમાં 360 Hzનો ટચ રિસ્પોન્સ અને સોફ્વટેર ટચમાં 720 Hzનો રિસ્પોન્સ મળે છે. તો આ ડિવાઈસનો રિફ્રેશ રેટ 120 Hz છે.

ટ્રિપલ કેમેરા સાથે ઉપલબ્ધ છે ફોન

અને છેલ્લે કેમેરાની વાત કરીએ તો OnePlus 10Tમાં ત્રિપલ કેમેરા લેન્સ છે. જેમાં પ્રાઈમરી કેમેરા 50 મેગાપિક્સલના સોનીના IMX766 લેન્સ પર કામ કરે છે. સાથે જ ફોનમાં 119,9 ડિગ્રીનો એલ્ટ્રાવાઈડ લેન્સ પણ છે. જ્યારે ત્રીજા કેમેરામાં 4cmનો મેક્રો લેન્સ મૂકવામાં આવ્યો છે.

Best Mobiles in India

Read more about:
English summary
OnePlus 10T launched in India, know features

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X