Just In
OnePlus 10R 5g Prime બ્લૂ એડિશન થશે લોન્ચ, જાણો ડિસ્કાઉન્ટ
OnePlus આગામી સપ્તાહે પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે. નવો OnePlus 10R 5G Prime Blue Edition એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ 2022ની બરાબર આગલા દિવસે એટલે કે 22 સપ્ટેમ્બરે લોન્ચ થઈ શકે છે. આ નવો સ્માર્ટ ફોન OnePlsu 10R 5G જેવો જ હોવાની ખૂબ જ મોટી શક્યતા છે.

OnePlus 10R 5G Prime Blue Edition
OnePlus 10R 5G આ જ વર્ષે સિયેરા બ્લેક અને ફોરેસ્ટ ગ્રીન કલરમાં લોન્ચ થઈ ચૂક્યો છે. કંપની હવે માત્ર આ જ ફોનની Blue Edition લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ સત્તાવાર કરેલી જાહેરાત મુજબ આ નવો સ્માર્ટફોન એમેઝોન પર વેચાણ માટે મૂકવામાં આવશે.
OnePlus 10R 5G Prime Blue Editionના ફીચર્સ
OnePlus 10R 5G Prime Blue Edition OnePlus 10R 5G જેવો જ હોઈ શકે છે. એટલે કે OnePlus 10R 5G Prime Blue Editionમાં પણ 6.7 ઈંચ AMOLED ડિસ્પ્લે, 120Hz રિફ્રેશ રેટ, અને FHD+ રિઝોલ્યુશન હોવાની પૂરેપૂરી શક્યતા છે.
તો ફોનના હાર્ડવેરની વાત કરીએ તો OnePlus 10R 5Gમાં ડાયમેન્સિટી 8100-MAX પ્રોસેસર આપવામાં આવ્યું હતું. OnePlus 10R 5G Prime Blue Editionમાં પણ આ જ પ્રોસેસર હોઈ શકે છે. આ પ્રોસેસર 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજને સપોર્ટ કરે છે.
આવો હોઈ શખે છે કેમેરા સેટઅપ
OnePlus 10R 5G Prime Blue Edition વિશે અત્યાર સુધી બહાર આવેલી માહિતી પ્રમાણે ફોનમાં ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવશે. જેમાં મોટા ભાગે પ્રાઈમરી લેન્સ OIS સપોર્ટ ધરાવતો 50 મેગાપિક્સલનો સોની IMX766 હશે. તો બીજા કેમેરામાં મોટાભાગે 8 મેગાપિક્સલ અલ્ટ્રાવાઈડ શૂટર અને 2 મેગાપિક્સલ મેક્રો લેન્સ હશે. તો ફ્રન્ટમાં 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા હોઈ શકે છે.
2 વેરિયંટમાં લોન્ચ થયો હતો OnePlus 10R 5G
OnePlus 10R 5G Prime જુદા જુદા બે મોડેલ્સમાં લોન્ચ થયો હતો. જેમાં એક મોડેલ 4,800 mAh બેટરી કેપેસિટી અને બીજું મોડેલ 5,000 mAh બેટરી કેપેસિટી આપવામાં આવી હતી. આ બંને મોડેલ્સમાં અનુક્રમે 150W Super VOOC અને 80W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. જો કે, OnePlus 10R 5G Prime Blue Editionમાં પણ આ જ ફીચર હશે કે નહીં, તે અંગે હજી સુધી કંઈક ખાતરીપૂર્વક કહી શકાય તેમ નથી.
કેટલી હશે ફોનની કિંમત?
OnePlus 10R 5G Prime Blue Edition કેટલી કિંમતે મળશે, ક્યારથી ર્કેટમાં વેચાણ માટે મૂકાશે આ બધી જ માહિતી લોન્ચના દિવસે એટલે કે 22 સપ્ટેમ્બરે જ જાણવા મળશે. જો કે, હાલની માર્કેટની સ્થિતિ અને ફીચર્સ જોતા આ ફોન કંપની 45,000 રૂપિયામાં વેચાણ માટે મૂકી શકે છે. પરંતુ એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2022 દરમિયાન યુઝર્સ આ ફોન સસ્તામાં ખરીદી શક્શે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470