OnePlus 10T લોન્ચ થયા બાદ આ સ્માર્ટ ફોનના ભાવમાં થયો ધરખમ ઘટાડો

By Gizbot Bureau
|

OnePlusના સ્માર્ટ ફોન્સ આજે લાખો લોકોની પહેલી પસંદગી બની ચૂક્યા છે. લોકો આ સ્માર્ટ ફોન ખરીદવા માટે પડાપડી કરે છે. જો તમારે પણ OnePlusની ક્લબમાં સામેલ થવું છે, તો તમારા માટે આ આર્ટિકલ ખાસ છે. OnePlus 10T લોન્ચ થયા બાદ આ જ કંપનીના એક સ્માર્ટ ફોનની કિંમતમાં મોટો ઘાટડો થયો છે. કંપનીએ OnePlus 10Rની કિંમતમાં 4000 રૂપિયાનો ઘટાડો કર્યો છે.

OnePlus 10T લોન્ચ થયા બાદ આ સ્માર્ટ ફોનના ભાવમાં થયો ધરખમ ઘટાડો

આ રહી ફોનની નવી કિંમત

OnePlus 10R ભારતમાં રૂપિયા 38,999ની કિંમતે લોન્ચ થયો હતો. જ્યારે OnePlust 10R 150W SuperVOOC Endurance Edition રૂપિયા 43,999ની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો. હાલ બંને મોડેલ્સ અનુક્રમે રૂપિયા 34,999 અને રૂપિયા 39,999ની કિંમતે માર્કેટમાં મળી રહ્યા છે.

દરેક મોડેલના ભાવમાં ઘટાડો

OnePlus 10R જુદા જુદા ત્રણ કન્ફીગ્યુરેશન સાથે મળી રહ્યા છે. 80W ચાર્જિંગ, 8જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજવાળા મોડેલની કિંમત રૂપિયા 38,000થી ઘટીને 34,999 થઈ ચૂકી છે. આ જ 80W ચાર્જિંગને સપોર્ટ કરતો સ્માર્ટ ફોન 12 GB RAM, 256 GB સ્ટોરેજ સાથે પણ ઉપલબ્ધ છે, જેની કિંમત રૂપિયા 38,999 છે. પહેલા આ ફોન રૂપિયા 42,999માં અવેલેબલ હતો. જ્યારે 150W ચાર્જિંગ સપોર્ટ કરતો 12 GB RAM, 256 GB સ્ટોરેજ ધરાતવો વેરિયંટ રૂપિયા 43,999ના બદલે 39,999માં મળી રહ્યો છે.

OnePlus1 10Rના સ્પેસિફિકેશન્સ

OnePlus 10R ડ્યુઅલ ટેક્સચર્ડ પ્લાસ્ટિક બૅક અને ફ્લેટ ફ્રેમની ડિઝાઈનમાં મળે છે. તેની 6.7 ઈંચની સ્ક્રીન 1080p રિઝોલ્યુશન ધરાવતી 120Hz AMOLED ડિસ્પ્લેને સપોર્ટ કરે છે. જ્યારે તેમાં HDR10+ સપોર્ટ પણ અવેલેબલ છે. ફોન ગોરીલ ગ્લાસ 5ના પ્રોટેક્શન સાથે આવે છે. જ્યારે બાયોમેટ્રિક્સ માટે કંપનીએ ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ રીડર આપ્યું છે.

આ ફોનનું કસ્ટમાઈઝ્ડ વર્ઝન મીડિયાટેક ડાઈમેન્સિટી 8100 ચીપ જે ડાયમેન્સિટી 8100-Max તરીકે ઓળખાય છે, તેના પર કામ કરે છે. સાથે જ ફોનમાં 12 GB LPDDR5 RAM અને 256 GB UFS3.1 સ્ટોરેજ અવેલેબલ છે. આફોન એન્ડ્રોઈડ 12 બેઝ્ડ OxygenOS 12.1 પર કામ કરે છે.

ફોટોગ્રાફી માટે ખાસ સેટઅપ

ફોટોગ્રાફી માટે કંપનીએ ફોનમા ટ્રિપલ કેમેરા સેટઅપ આપ્યો છે. જેમાંથી મેઈન સેન્સર 50 MP Sony IMX76નું છે, જે ઓપ્ટિકલી સ્ટેબિલાઈઝ્ડ લેન્સ છે. જ્યારે સેકન્ડ સેન્સર 8 MP અલ્ટ્રાવાઈડ છે. અને ત્રીજો કેમેરા 2 MP મેક્રો શૂટર છે. જ્યારે સેલ્ફી માટે કંપનીએ સામેની બાજૂ 16 MP કેમેરા આપ્યો છે.

જાણો બેટર કેપેસિટી

OnePlus 10Rના 150W Endurance Editionમાં 4,500 mAhની બેટરી છે. જ્યારે 80W મોડેલમાં 5,000 mAhની બેટરી આપવામાં આવી છે. OnePlus 10Rમાં ડ્યુઅલ સ્પીકર અવેલેબલ છે, પરંતુ શોકિંગ વાત એ છે કે ફોનમાં હેડફોન જેક જ મૂકવામાં નથી આવ્યો. એટલે કે યુઝર્સે કમ્પલસરી ઈયરબડ્ઝનો જ ઉપયોગ કરવો પડશે.

જો તમને OnePlusના ફોન્સ ગમતા હોય તો અફોર્ડેબલ કિંમતમાં હાલ OnePlus 10R શ્રેષ્ઠ છે. હાલ કંપનીએ ફોનની કિંમત ઘટાડી છે. આગામી દિવસોમાં જુદા જુદા સેલ શરૂ થવાના છે, ત્યારે બેન્ક ઓફર સાથે થઈને તમને OnePlus 10R સિરીઝના ફોન હજી પણ સસ્તી કિંમતે મળી શકે છે.

Best Mobiles in India

English summary
OnePlus 10R 5G Available For Rs. 34,999: Better Buy Than Newly Launched OnePlus 10T 5G?

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X