Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 498 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
OnePlus 10 Proની કિંમતમાં થયો ઘટાડો, હવે મળશે સસ્તામાં
OnePlus 10 Pro સ્માર્ટફોન હવે સસ્તો થઈ ચૂક્યો છે. કંપનીએ આ ફોનની કિંમતમાં મોટો ઘટાડો કર્યો છે. આ મોબાઈલ ફોનમાં 50 મેગાપિક્સલના કેમેરા અને ફાસ્ટ ચાર્જિંગ જેવા ફીચર આપવામાં આવ્યા છે.

OnePlus 10 Pro ગયા વર્ષે જ ભારતમાં લોન્ચ થયો હતો. લોન્ચના કેટલાક મહિનામાં જ કંપનીએ આ ફોનની કિંમત ઘટાડી હતી. હવે ફરી એકવાર OnePlus 10 Proની કિંમતમાં 5000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તમને એ પણ જણાવી દઈએ કે OnePlus 10 Pro એ કંપનીનો પ્રીમિયમ સ્માર્ટફોન છે. આ ફોનમાં AMOLED ડિસ્પ્લે અને 12 જીબી રેમ આપવામાં આવી છે. સાથે જ આ ફોનમાં ક્વાલકોમનું Snapdragon 8 Gen 1 ચિપસેટ, 50 મેગાપિક્સલનો કેમેરા અને ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતી દમદાર બેટરી મળે છે.
OnePlus 10 Proની કિંમત
OnePlus 10 Proના 8 GB + 128 GB સ્ટોરેજ વેરિયંટ 66,999 રૂપિયા અને 12 GB + 256 GB સ્ટોરેજ વેરિયંટ 71,999 રૂપિયાની કિંમત પર લોન્ચ કરવામાં આવ્યા હતા. બાદમાં આ કિંમત પર 5000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેને કારણે બેઝ મોડેલની કિંમત 61,999 રૂપિયા અને ટોપ મોડેલ 66,999 રૂપિયાની કિંમતે અવેલેબલ છે.
હવે આ ફોનની કિંમત બીજી વખત ઘટાડવામાં આવી છે. જેને કારણએ OnePlus 10 Proનું 8 જીબી વેરિયંટ 56,999 રૂપિયા અને 12 જીબી વેરિયંટ 61,999 રૂપિયામાં અવેલેબલ છે. આ ફોન Volcanic Black અને Emerald Forest કલર ઓપ્શનમાં મળી રહ્યો છે.
OnePlus 10 Pro પર મળી રહેલી ઓફર્સ
OnePlus 10 Pro પર કેટલીક ઓફર્સ પણ અવેલેબલ છે. ICICI બેન્કના ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર તમને 5000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. સાથે જ આ ફોન ખરીદનાર ગ્રાહકોને 6 મહિના માટે સ્પોટિફાય પ્રીમિયમનું સબસ્ક્રિપ્શન પણ ફ્રી મળી રહ્યું છે.
OnePlus 10 Proના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ
કંપની આ પ્રીમિયમ સ્માર્ટફોનમાં 6.7 ઈંચની Quad HD + Fluid AMOLED ડિસ્પ્લે આપી રહી છે. આ સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120 Hz છે. આ સ્ક્રીનની પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ આપવામાં આવ્યો છે. તો આ ફોનમાં Snapdragon 8 Gen 1 પ્રોસેસર, 12 જીબી રેમ અને 256 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ મળે છે. જ્યારે આ સ્માર્ટફોન Oxygen OS 12 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.
તો શાનદાર ફોટોગ્રાફી માટે આ મોબાઈલ ફોનમાં હેઝલબાલ્ડ ટ્રિપલ રિયર કેમેરા મળે છે. જેમાં પહેલો કેમેરા 48 MP પ્રાઈમરી સેન્સર, 50 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ એન્ગલ અને 8 મેગાપિક્સલનો ટેલિફોટો સેન્સર કેમેરા મળે છે. આ ફોનમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 32 મેગાપિક્સલનો કેમેરા મળે છે.
OnePlus 10 Proમાં 5000 mAhની બેટરી મળે છે. આ ફોનમાં 80 W ફાસ્ટ ચાર્જિંગ અને 50 Wનો વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ મળે છે. આ સાથે જ ફોનમાં વાઈ-ફાઈ, જીપીએસ, બ્લૂટૂથ, હેડફોન જેક અને યુએસબી ટાઈપ સી પોર્ટ જેવા ફીચર આપવામાં આવ્યા છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications