હવે તમે મોબાઈલ કેનેક્શન વગર તમારા ઉંબર ડ્રાઈવર ને કોલ કરી શકશો

|

તો હવે જ્યારે પણ ફોરેન ફરવા જાવ અને તમારે ઉંબર રાઈડ બુક કરવી હોઈ તો તેના માટે હવે તમારે સિમ કાર્ડ ની જરૂર નથી. ઉંબરે પોતાની એપ ની અંદર એક નવું VoIP ફીચર ઉમેર્યું છે જેના દ્વારા તમે તમારા ઉંબર ડ્રાઈવર ને અને તે તમને વાઇફાઇ કેનક્શન પર કોલ કરી શકાશે.

હવે તમે મોબાઈલ કેનેક્શન વગર તમારા ઉંબર ડ્રાઈવર ને કોલ કરી શકશો

તો જો હવે તમે તે મોંઘા ઇન્ટરનેશનલ રોમિંગ થી બચવા માંગતા હોવ, અથવા તો તમે ટ્રાવેલ કરી રહ્યા હોવ અને તમારી પાસે કોઈ સિમ કાર્ડ ના હોઈ તો પણ તમે વાઇફાઇ પર તમારા ઉંબર ડ્રાઈવર ને કોલ કરી શકો છો. ઉંબર ના VoIP કોલ્સ કોઈ પણ બીજા VoIP કોલિંગ એપ જેમકે વોટ્સએપ, સ્કાયપ તેના જેવું જ છે.

અને જયારે તમે લોકલી ટ્રાવેલ કરી રહ્યા હોવ ત્યારે તમે તમારા મોબાઈલ ડેટા પેક નો ઉપીયોગ કરી અને કોલ કરી શકો છો, અને આના કારણે ડ્રાઈવર અને યુઝર બંને ને ઉંબર એપ ની અંદર જ રહેવું પડશે જેના કારણે તેમને વધુ સારો એપ નો અનુભવ મળી શકશે.

કંપનીએ હાલ માં જ જણાવ્યું હતું કે તમે તમારી ઉંબર રાઈડ ના ની ચુકવણી પણ તમારા ગુગલ પે એકાઉન્ટ કે જે પહેલા તેઝ ના નામ થી જાણીતું હતું તેના દ્વારા પણ કરી શકો છો. અત્યારે યુઝર્સ રોકડ, પીએટીએમ, જિઓમની, ગિફ્ટ કાર્ડ, ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ્સ અને યુપીઆઈ દ્વારા પોતાની રાઈડ ની ચૂકવી કરી શકે છે.

ઓવરઓલ અનુભવ ને વધુ સારો બનાવવા માટે ઉંબર ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ ની અંદર જો તેમનું રેટિંગ 4 થી ઓછું થશે તો તે જગ્યા પર રાઇડ્સ ને બ્લોક કરી નાખશે. આ વસ્તુ ઇન્ડિયા માં લાગુ પડશે કે નહિ તેના વિષે કોઈ જ સંચાર આપવા માં આવ્યા નથી. ઉંબરે એવું જણાવ્યું હતું કે "જયારે ઉંબર ડ્રાઈવર નું રેટિંગ એક નક્કી કરેલા દર થી નીચે જશે ત્યાર બાદ તેઓ ઉંબર ની કાર ચલાવી શકશે નહિ." અને તેના માટે ઉંબરે પોતાના યુઝર્સ ને ટિપ્સ મોકલી હતી કે કઈ રીતે તેઓ પોતાના રેટિંગ ને વધારી શકે છે, અને આની અંદર નમર્તા થી વાત કરવી, ડ્રન્ક ના હોવું, ડ્રાઈવર સાથે ઝઘડો ના કરવો વગેરે જેવી બેઝિક વસ્તુઓ નો પણ સમાવેશ થાય છે.

Best Mobiles in India

Read more about:
English summary
Now you can call your Uber driver without mobile connection over Wi-Fi

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X