Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Nothing Watch Pro થશે લોન્ચ, કિંમત હશે 3000 કરતા ઓછી
Nothing ટૂંક સમયમાં પોતાની નવી સ્માર્ટવૉચ Nothing Watch Pro લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીએ આ વાતને સત્તાવાર સમર્થન આપતા કહ્યું છે કે ખૂબ ઝડપથી કંપની પોતાની પહેલી સ્માર્ટ વૉચને માર્કેટમાં ઉતારશે. નથિંગના સીઈઓ કાર્લ પેઈએ આ મહિનામાં જ ઈયરબડ્ઝની સાથે સાથે નવી સ્માર્ટ વૉચ પણ લોન્ચ કરવાની વાત કરી છે. તો કેટલાક રિપોર્ટ્સ મુજબ નથિંગની સ્માર્ટ વૉચ, ઈયર બડ્ઝ અને ચાર્જર ભારતીય માપદંડ બ્યુરો સર્ટિફિકેશન વેબસાઈટ પર આવી ચૂકી છે. આ જ રિપોર્ટ્સ મુજબ કંપની લગભગ 26 સપ્ટેમ્બરના રોજ પોતાની ત્રણ નવી પ્રોડક્ટને માર્કેટમાં ઉતારી શકે છે. ચાલો, જોઈએ કે નથિંગ પોતાની સ્માર્ટવૉચમાં શું નવું લાવી રહી છે, અને તેની કિંમત કેટલી હશે?

Nothing Watch Proની ખૂબી
Nothing Watch Pro 1.96 ઈંચની AMOLED ડિસ્પ્લે સાથે લોન્ચ થશે. જેમાં યુઝર્સને 600 nitsની પીક બ્રાઈટનેસ, 50 Hz રિફ્રેશ રેટ અને 100 વૉચ ફેસ મળવાની શક્યતા છે. આ ઉપરાંત યુઝર્સને આ વૉચમાં લગભગ 110 જેટલા સ્પોર્ટ્સ મોડ પણ મળશે. આ નવી સ્માર્ટ વૉચમાં કંપની ઓલ્વેઝ ઓન ડિસ્પ્લે ફીચર પણ આપે તેવી શક્યતા છે. નથિંગ વૉચ પ્રો એલ્યુમીનિયમ મિક્સ મેટલ કેસની સાથે સાથે વૉટર અને ડસ્ટ રેઝિસ્ટન્સ ડિઝાઈનમાં લોન્ચ કરે તેવી પ્રબળ સંભાવના છે.
હેલ્થ ટ્રેકર પણ મળશે.
આ બધા સ્પેસિફિકેશન્સની સાથે સાથે કંપની પોતાની સ્માર્ટ વૉચમાં હાર્ટ રેટ મોનિટર, બ્લડ ઓક્સિજન સેન્સર, સ્લીપ ટ્રેકિંગ અને સ્ટ્રેસ મોનિટર પણ આપશે. બેટરી બેકઅપની વાત કરીએ તો આ સ્માર્ટ વૉચ 330 mAhની બેટરીથી સજ્જ હશે, જે 13 દિવસ સુધી સતત કામ કરવાની ક્ષમતા ધરાવે છે.
ચાર્જર પણ લોન્ચ કરશે નથી
નથિંગ આ સ્માર્ટ વોચની સાથે સાથે નવું ચાર્જર પણ લોન્ચ કરવાની છે. નથિંગ જુદી જુદી ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીને સપોર્ટ કરે છે, જેમાં USB PD 3.0, ક્વાલકોમ ક્વિક ચાર્જ 4.0+/3.0/2.0 અને એપલ તેમજ સેમસંગ ડિવાઈસ માટે ચાર્જિંગ પ્રોટોકોલ સામેલ છે. આ ચાર્જરની લોન્ચ દરમિયાન શરૂઆતની કિંમત 2,499 રૂપિયા હોઈ શકે છે.
Nothing Ear (2) થઈ ચૂક્યા છે લોન્ચ
આ વાયરલેસ ઈયરબડ્ઝમાં 11.6mm ડાયનેમિક ડ્રાઈવરની સુવિધા મળે છે. વધારે સારી સાઉન્ડ ક્વોલિટી માટે તેમાં નવી ડ્યુઅલર ચેમ્બર ડિઝાઈન આપવામાં આવી છે. આ ઉપરાંત આ ઈયરબડ્ઝ ડ્યુઅલ કનેક્ટિવિટી ફીચર ધરાવે છે, જેના લીધે એક સાથે બે ડિવાઈસ કનેક્ટ થઈ શકે છે અને યુઝર બંને ડિવાઈસ પર સ્વિચ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે Nothing Ear (2) એક્ટિવ નોઈઝ કેન્સલેશન સપોર્ટ ધરાવે છે. ANC બંધ થવાની સાથે જ ચાર્જિંગ ફેઝને આખુ ચાર્જ કર્યા બાદ આ નવા ઈયરફોડન સતત 36 કલાક સુધી મ્યુઝિક પ્લેબેક ધરાવી શકે છે. કંપનીનું કહેવું છે કે ફાસ્ટ ચાર્જિંગ સાથે આ ડિવાઈસ 10 મિનિટમાં 8 કલાક સુધીની બેટરી લાઈફ આપી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications