Nothing Smartwatch અને Earbuds 26 સપ્ટેમ્બરે થશે લોન્ચ, જાણો કિંમત

By Gizbot Bureau
|

Nothingએ પોતાની પહેલી પ્રોડક્ટ પોર્ટફોલિયો, Buds Pro અને Watch Pro માટે બ્લાઈન્ડ ડ્રોપ પ્રિ ઓર્ડર પાસ સેલની જાહેરાત કરી છે. આ પાસ દ્વારા યુઝર્સ લોન્ચના એક દિવસ પહેલા એટલે કે 25 તારીકે જ ફ્લિપકાર્ટ પરથી આ પ્રોડક્ટ્સ ખરીદી શક્શે. નથિંગની આ લોન્ચ ઈવેન્ટ બપોરે 12 વાગ્યે શરૂ થશે. જે યુઝર્સ આ પ્રોડક્ટ્સ ખરીદવા ઈચ્છી રહ્યા છે, તેઓ આ પ્રોડક્ટ્સનું પ્રિ બૂકિંગ કરાવી શક્શે. નથિંગ દ્વારા જાહેર કરવામાં આવેલા આ પાસના કેટલાક વિશેષ લાભ પણ હશે. ચાલો જાણીએ એ બધી જ માહિતી, જે તમારે જાણવી જરૂરી છે.

Nothing Smartwatch અને Earbuds 26 સપ્ટેમ્બરે થશે લોન્ચ, જાણો કિંમત

નથિંગે પ્રી ઓર્ડર પાસ અંગે કર્યો ખુલાસો

નથિંગનું કહેવું છે કે આ પ્રિ ઓર્ડર પાસ દ્વારા યુઝર્સ CMFની પ્રોડક્ટ્સ સુધી ઝડપથી પહોંચી શક્શે, અન્ય યુઝર્સ કરતા પહેલા તેમને આ નવી પ્રોડક્ટ્સનો લાભ મળશે. આ પ્રિ ઓર્ડર પાસ દ્વારા યુઝર્સ Buds Pro, Watch Pro અને Power 65 W Gan એડપ્ટરને રિઝર્વ કરાવી શક્શે. પરંતુ ધ્યાન રાખો કે આ પ્રિ ઓર્ડર પાસ ફ્રી નથી. આ પાસ ખરીદવા માટે તમારે પૈસા ચૂકવવા પડશે. યુઝર્સ માત્ર 500 રૂપિયા ખર્ચીને આ પ્રિ ઓર્ડર પાસ મેળવી શકે છે. આ 500 રૂપિયા તમારા જમા ગણાશે.

પ્રિ ઓર્ડર પાસ યુઝર્સને એક ખાસ રકમ પર સ્માર્ટ વૉચ અથવા તો ઈયર બડ્ઝ ખરીદવાની સુવિધા આપશે. જેની પાસે પણ આ પાસ છે, તે ભવિષ્યમાં નથિંગ અથવા તો CMF બાય નથિંગની પ્રોડક્ટ્સ ખરીદવા પર 500 રૂપિયાના વાઉચર પણ મેળવી શક્શે. એટલે કે તે સમયે તમને જે તે પ્રોડક્ટ પર 500 રૂપિયાનું ડિસ્કાઉટ મળશે. આ પાસને કારણે યુઝર્સ કોઈ પણ પ્રોડક્ટ્સનું વેચાણ થવાના કેટલાક સમય પહેલા જ તે પ્રોડક્ટ્સ ઓર્ડર કરી શક્શે, સાથે જ તેમને ડિલીવરીમાં પણ પ્રાથમિક્તા મળશે.

CMF by Nothing Smartwatch અને Wireless Earphonesના સ્પેસિફિકેશન્સ

નથિંગના કહેવા પ્રમાણે નથિંગ બડ્ઝ પ્રો 45dB એક્ટિવ નોઈઝ કેન્સલેશન ટેક્નિકથી સજ્જ છે. આ નવી CMF બાય નથિંગ સ્માર્ટવૉચમાં 600 nitsની પીક બ્રાઈટનેસની સાથે સાથે 1.96 ઈંચની AMOLED ડિસ્પ્લે મળશે. ટીઝર પરથી મળતી માહિતી પ્રમાણે આ વૉચમાં ચોરસ ડાયલ મળશે, જે લગભગ બધા જ વિયરેબલ ડિવાઈસમાં જોવા મળે છે. આ વૉચ અંગે બીજી કોઈ ડિટેઈલ્સ હજી જાહેર નથી થઈ.

CMF By Nothing રેન્જ આકર્ષક ડિઝાઈન માટે જાણીતી છે. આ રેન્જમાં યુઝર્સની ડિમાન્ડ પ્રમાણે સ્ટાઈલિશ ટેક્નોલોજી ઉપલબ્ધ થાય છે. આ પ્રડોક્ટ્સ ખાસ કરીને Flipkart અને Myntra જેવી ઓનલાઈન વેબસાઈટ્સની સાથે સાથે વિજય સેલ્સ અને પસંદગીના રિટેઈલ સ્ટોર સહિત ઓફલાઈન ચેનલ્સ પરથી ખરીદી શકાશે.

Best Mobiles in India

English summary
Nothing smartwatch and earbuds will be launched in 26th September

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X